________________
૬૧૬
પંચસંગ્રહ-૧
હોય છે. માટે અન્ય પ્રકૃતિના ભાગનો પ્રવેશ થવાથી તેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ હોતો નથી, પરંતુ સ્વજાતીય પ્રકૃતિ વડે લભ્ય ભાગના પ્રવેશ વડે જ થાય છે. કારણ કે આયુના અવાંતર ચાર ભેદ છે, એક વખતે ચારમાંથી કોઈપણ એક આયુ જ બંધાય છે, વધારે બંધાતા નથી તેનું કારણ તથા પ્રકારનો અવસ્વભાવ છે. માટે શેષ ત્રણ આયુનો ભાગ બંધાતા કોઈપણ આયુને જાય છે તેથી પોતાની જ સ્વજાતીય પ્રકૃતિ વડે લભ્ય–મેળવવા યોગ્ય ભાગના પ્રવેશ વડે તેના ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સંભવ છે.
તથા શેષ દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ અને ગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અન્ય પ્રકૃતિઓના ભાગનો પ્રવેશ થવાથી અને પોતાની સ્વજાતીય પ્રકૃતિના ભાગનો પ્રવેશ થવાથી એમ બંને રીતે થાય છે. તે આ પ્રકારે–
મોહનીયકર્મની કેટલીએક પ્રકૃતિઓનો આયુબંધના વિચ્છેદકાળે તે આયુના ભાગનો પ્રવેશ થવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે અને કેટલીએક પ્રકૃતિઓનો સ્વજાતીય પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થયા બાદ વિચ્છેદ થયેલી તે પ્રકૃતિઓના ભાગનો પ્રવેશ થવાથી થાય છે. એ પ્રમાણે દર્શનાવરણીય, વેદનીય, નામ અને ગોત્રના ઉત્કૃષ્ટ પ્રદેશબંધ માટે પણ આગમને અનુસરીને સમજી લેવું. ૮૧ હવે આયુના વિષયમાં પરની શંકાનું નિરાકરણ કરવા ઇચ્છતા કહે છે–
उक्कोसमाइयाणं आउम्मि न संभवो विसेसाणं । एवमिणं किंतु इमो नेओ जोगट्टिइविसेसा ॥४२॥ उत्कृष्टादीनां आयुषि न संभवः विशेषाणाम् ।
एवमिदं किन्तु अयं ज्ञेयो योगस्थितिविशेषात् ॥८२॥ અર્થ–ઉત્કૃષ્ટ આદિ વિશેષોનો આયુમાં સંભવ નથી, કારણ કે આયુ બંધાય ત્યારે આઠે કર્મ બંધાતા હોવાથી મૂળ પ્રકૃતિની અપેક્ષાએ સર્વદા આઠમો ભાગ સરખી રીતે જ આવે છે. શિષ્યના એવા પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે–એ પ્રમાણે જ એ છે પરંતુ ઉત્કૃષ્ટ આદિ જે વિશેષ છે તે યોગ અને સ્થિતિના ભેદથી છે, માટે ઉત્કૃષ્ટ આદિ વિશેષોનો સંભવ છે. ૮૨
ટીકાન–અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે–આયુના સંબંધમાં ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ જઘન્ય
૧. જ્ઞાનાવરણીય અને અંતરાય સિવાય દરેક કર્મમાં સ્વજાતીય નહિ બંધાતી પ્રકૃતિના ભાગનાં દલિકો આવવા વડે અને બીજા નહિ બંધાતા કર્મના ભાગનાં દલિકો આવવા વડે પ્રદેશબંધમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાનાવરણીય અને અંતરાયની પાંચ પાંચ જ પ્રકૃતિઓ હોવાથી અને સાથે જ બંધમાંથી જતી હોવાથી સ્વજાતીય પ્રકૃતિના ભાગનાં દલિકો આવવા વડે પ્રદેશબંધમાં વધારો થતો નથી પરંતુ પરપ્રકૃતિના ભાગનાં દલિકો આવવા વડે જ વધારો થાય છે. આયુકર્મ સહિત આઠે કર્મ બંધાતા હોય તે વખતે મોહનીય, વેદનીય, નામ, ગોત્ર અને આયુમાં સ્વજાતીય નહિ બંધાતી પ્રકૃતિના ભાગનાં દલિકો આવવા વડે અને આયુ ન બંધાતું હોય ત્યારે નહિ બંધાતી સ્વ તથા પર પ્રકૃતિના ભાગનાં દલિકો આવવા વડે પ્રદેશબંધમાં વૃદ્ધિ થાય છે. દર્શનાવરણીયમાં જ્યારે તેની નવે પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે સ્વજાતિનો ભાગ પ્રાપ્ત થતો નથી પરંતુ જ્યારે છ કે ચાર બંધાય છે ત્યારે જ સજાતીય ભાગ પ્રાપ્ત થાય છે.