________________
પંચમહાર
यथा यथा चाल्पप्रकृतीनां बन्धकस्तथा तथेति उत्कृष्टम् । करोति प्रदेशबन्धं जघन्यं तस्य व्यत्यासात् ॥८०॥
૬૧૫
અર્થ—જેમ જેમ જીવ અલ્પ પ્રકૃતિઓનો બંધક હોય છે તેમ તેમ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે અને તેના વિપરીતપણાથી જઘન્ય પ્રદેશબંધ કરે છે. ૮૦
ટીકાનુ—જેમ જેમ અલ્પ મૂળ કે ઉત્તર પ્રકૃતિઓનો બંધક હોય તેમ તેમ બંધાતી તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે, કારણ કે ભાગ અલ્પ છે. એટલે કે જેમ જેમ થોડી થોડી પ્રકૃતિઓ બાંધે, તેમ તેમ જે જે પ્રકૃતિઓ બંધાતી નથી તેનો ભાગ બંધાતી તે તે પ્રકૃતિને પ્રાપ્ત થાય છે, માટે અલ્પ પ્રકૃતિઓ બંધાય ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
‘તંત્રયં તસ્ત્ર વાસા' પૂર્વે જે કહ્યું તેનાથી વિપરીતપણે જઘન્ય પ્રદેશબંધ કરે છે. એટલે કે જેમ જેમ વધારે મૂળ કે ઉત્તરપ્રકૃતિઓનો બંધક હોય તેમ તેમ જઘન્ય પ્રદેશબંધ કરે છે, કારણ કે ભાગ ઘણા છે. ૮૦
આ પ્રમાણે ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશબંધનો સંભવ કહ્યો. હવે જે પ્રકૃતિઓનો સ્વતઃ— અન્ય પ્રકૃતિઓનો ભાગ આવ્યા વિના પરતઃ—અન્ય પ્રકૃતિઓનો ભાગ આવીને અને ઉભયતઃ—બંને રીતે ઉત્કૃષ્ટ પ્રદેશબંધનો સંભવ પ્રાપ્ત થાય છે, તેને પ્રતિપાદન કરે છે— नाणंतराइयाणं परभागा आउगस्स नियगाओ । परमो पएसबंधो सेसाणं उभयओ होइ ॥ ८१ ॥
ज्ञानान्तराययोः परभागादायुषो निजकात् ।
परमः प्रदेशबन्धः शेषाणामुभयतो भवति ॥ ८१ ॥
અર્થ—જ્ઞાનાવરણીય અને અંતરાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અન્ય કર્મના ભાગનો પ્રવેશ થવાથી થાય છે, આયુકર્મનો પોતાના ભાગથી જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે અને શેષ કર્મોનો બંને રીતે થાય છે. ૮૧
ટીકાનુ—જ્ઞાનાવરણીયની અને અંતરાયકર્મની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અન્ય પ્રકૃતિઓના ભાગનો પ્રવેશ થવાથી થાય છે. એટલે કે—
જ્યારે આયુ અને મોહનીયકર્મનો બંધવિચ્છેદ થાય ત્યારે મોહનીય યોગ્ય અને આયુયોગ્ય ભાગ જુદો પડતો નથી, કારણ કે તે તે સમયે બંધાયેલ કાર્મણવર્ગણાનો મોહનીય અને આયુપણે પરિણામે થતો નથી, પરંતુ જેટલા બંધાય છે તેટલા રૂપે જ પરિણામ થાય છે. માટે તે બે કર્મના ભાગનો પ્રવેશ થવાથી જ્ઞાનાવરણ અને અંતરાયકર્મની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. સ્વજાતીય કોઈ ઉત્તરપ્રકૃતિના ભાગનો પ્રવેશ થવાથી આ બે કર્મની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતો નથી. કારણ કે જ્ઞાનાવરણીય અને અંતરાય એ બંને કર્મની દરેક ઉત્તર પ્રકૃતિઓનો એક સાથે જ બંધવિચ્છેદ થાય છે.
તથા આયુનો પોતાની સ્વજાતીય પ્રકૃતિને પ્રાપ્ત થયેલ ભાગના પ્રવેશ વડે જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. તે આ પ્રમાણે—જ્યારે જીવ આયુ બાંધે છે ત્યારે આઠે મૂળ પ્રકૃતિનો બંધક