________________
પંચમઢાર
૫૮૩
સાદિ સાંત ભાંગે શી રીતે ઘટે છે તે કહે છે–નિદ્રાપંચક, મિથ્યાત્વ, આદિના બાર કષાય, ભય, જુગુપ્સા, તૈજસ, કાર્મણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, એ ઓગણત્રીસ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સ્વયોગ્ય સર્વ વિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયને અંતર્મુહૂર્ત પર્યત થાય છે. ત્યારપછી તે જ જીવને અધ્યવસાયનું પરાવર્તન થવાથી જ્યારે મંદપરિણામ થાય ત્યારે અજઘન્ય સ્થિતિબંધ થાય છે. ફરી પણ કાળાંતરે કે અન્ય ભવમાં વિશુદ્ધ પરિણામ થાય ત્યારે જઘન્ય સ્થિતિબંધ થાય છે. આ પ્રમાણે વારાફરતી થતા હોવાથી તે બંને સાદિ સાંત ભાંગે છે.
અને ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞી મિથ્યાષ્ટિને ક્રમપૂર્વક થાય છે. સર્વ સંમ્પિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ થાય અને મધ્યમ પરિણામે અનુત્કૃષ્ટ થાય માટે તે બંને સાદિ સાંત ભાંગે છે.
જે પ્રકૃતિઓનો જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પહેલે ગુણઠાણે થતો હોય તેના અજઘન્ય અને અનુત્કૃષ્ટ સ્થિતિબંધમાં તે બંને વારાફરતી થતા હોવાથી સાદિ અને સાંત એ બે જ ભાંગા ઘટે છે. - જે પ્રકૃતિઓનો જઘન્ય અથવા ઉત્કૃષ્ટ બંધ ઉપરના ગુણઠાણે થતો હોય તેના અજઘન્ય કે અનુત્કૃષ્ટ ઉપર ચાર ભાંગા ઘટે છે, કારણ કે ઉપરના ગુણઠાણે નહિ ચડેલા, નહિ ચડનારા અને ચડીને પડનારા જીવો હોય છે. આ નિયમને અનુસરી ભાંગા ઘટાવી લેવાના છે. - શેષ અધુવબંધિ પ્રવૃતિઓના ચારે વિકલ્પો તેઓનો બંધ જ અધુવ હોવાથી સાદિ સાંત ભાંગે જાણવા. ૬૧
હવે પૂર્વોક્ત ગાથામાં કહેલ જઘન્યાદિ ભાંગાનો મંદ બુદ્ધિવાળા શિષ્યોના ઉપકાર માટે વિશેષ વિચાર કરે છે–
अट्ठारसण्ह खवगो बायरएगिदि सेसधुवियाणं । पज्जो कुणइ जहन्नं साईअधुवो अओ एसो ॥६१॥ अष्टादशानां क्षपको बादरैकेन्द्रियः शेषध्रुवबन्धिनीनाम् ।
पर्याप्तः करोति जघन्यं साद्यध्रुवोऽत एषः ॥६१॥
અર્થ-જ્ઞાનાવરણીયાદિ અઢાર પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ક્ષપક કરે છે અને શેષ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો પર્યાપ્ત બાદર એકેન્દ્રિય કરે છે. આ હેતુથી એ સાદિ સાંત ભાંગે છે.
ટીકાનુ–જ્ઞાનાવરણ પંચક, અંતરાય પંચક, દર્શનાવરણ ચતુષ્ક અને સંજવલન ચતુષ્ક, એ પૂર્વોક્ત અઢાર પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ લપક તે તે પ્રકૃતિઓના બંધવિચ્છેદ સમયે કરે છે. તેમાં સંજવલનચતુષ્કનો અનિવૃત્તિનાદર ગુણસ્થાનકે અને શેષ પ્રકૃતિઓનો સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે કરે છે. કારણ કે આ સઘળી પ્રકૃતિઓ અશુભ છે, અશુભ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ વિશુદ્ધ પરિણામ હોય ત્યારે થાય છે, ક્ષપક આત્મા અત્યંત વિશુદ્ધ પરિણામવાળો હોય છે. માટે પૂર્વોક્ત અઢાર પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ક્ષેપકને જ થાય છે, અન્યત્ર થતો નથી. તેનો કાળ એક સમયનો છે માટે તે સાદિ સાંત ભાંગે છે.