________________
૫૮૨
પંચસંગ્રહ-૧ આયુકર્મમાં જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એ ચારે સ્થિતિબંધ સાદિ સાંત ભાંગે જાણવા. કારણ કે આયુનો બંધ બે ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગની શરૂઆતમાં અંતર્મુહૂર્ત સુધી જ થાય છે. માટે જ્યારે જઘન્યાદિ આયુ બંધની શરૂઆત થાય ત્યારે સાદિ અને આયુનો બંધ પૂર્ણ થાય ત્યારે સાંત એ રીતે બે જ ભાંગા ઘટે છે. ૫૯
આ પ્રમાણે મૂળ કર્મ વિષયક સાદિ આદિ ભંગનો વિચાર કર્યો. હવે ઉત્તર પ્રકૃતિ વિષયક વિચાર કરવા ઇચ્છતા કહે છે–
नाणंतरायदंसणचउक्कसंजलणठिई अजहन्ना । વડા સારું ગયુવા રેસા રૂરી સવ્યા ૬૦ ज्ञानान्तरायदर्शनचतुष्कसंज्वलनानां स्थितिरजघन्या ।
चतुर्द्धा साद्यधुवाः शेषा इतरासां सर्वाः ॥६०॥ અર્થ-જ્ઞાનાવરણીય, અત્તરાય, દર્શનાવરણીય ચતુષ્ક અને સંજ્વલનની અજઘન્ય સ્થિતિ ચાર પ્રકારે છે અને શેષ ઉત્કૃષ્ટ આદિ સાદિ સાંત ભાંગે છે. તથા ઇતર સઘળી પ્રવૃતિઓની ઉત્કૃષ્ટાદિ સઘળી સ્થિતિઓ સાદિ-સાંત ભાંગે છે.
ટીકાનુ–જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર અને સંજવલન ક્રોધ, માન, માયા અને લોભ એ અઢાર પ્રકૃતિની અજઘન્ય સ્થિતિ ચાર પ્રકારે છે. સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ. તે આ પ્રમાણે
જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ અને દર્શનાવરણીય ચાર, એ ચૌદ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ લપકને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે અને સંજ્વલન ચતુષ્કનો જઘન્ય સ્થિતિબંધ ક્ષેપકને અનિવૃત્તિ બાદરjપરાય ગુણસ્થાનકે જે જે સમયે તેઓનો બંધવિચ્છેદ થાય છે તે તે સમયે થાય છે. તેનો કાળ માત્ર એક સમયનો જ છે. માટે તે જઘન્ય સ્થિતિબંધ સાદિ સાંત ભાંગે છે. તે સિવાયના અન્ય સઘળો સ્થિતિબંધ અજઘન્ય કહેવાય છે. તે અજઘન્ય સ્થિતિબંધ ઉપશાંતમોહ ગુણસ્થાનકે થતો નથી, ત્યાંથી પડે ત્યારે ફરી થાય છે, માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્ય, આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધ્રુવ છે.
તથા શેષ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિ સાદિ સાંત ભાંગે છે. તેમાં જઘન્ય સંબંધ તો પહેલાં વિચારી ગયા. ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ તો સંજ્ઞી મિથ્યાષ્ટિને વારાફરતી થાય છે. તે આ પ્રમાણે–
જ્યારે જ્યારે સર્વ સંક્લિષ્ટ પરિણામ થાય ત્યારે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય અને મધ્યમ પરિણામે અનુત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય. આ પ્રમાણે મિથ્યાત્વ ગુણઠાણે ક્રમપૂર્વક પ્રવર્તતા હોવાથી તે બંને સાદિ સાંત ભાંગે છે.
તથા ઉપરોક્ત અઢાર પ્રકૃતિ વિના શેષ સઘળી પ્રકૃતિઓની જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અને અનુષ્ટ સ્થિતિ સાદિ સાંત ભાંગે છે.