________________
૫૫૯
પંચમદ્વાર
કર્મપ્રકૃતિમાં નિદ્રાદિની જઘન્ય સ્થિતિના પ્રમાણના પ્રતિપાદન માટે જે ગાથા કહી છે તે આ-વોટિi fમચ્છrોસોળ વં તદ્ધ I લેસાણં તુ નો પશ્નાવેજ્ઞાનેખૂણો III
એ ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે છે જે કર્મપ્રકૃતિ જે વર્ગની હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જે રહે તેટલો શેષ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ છે.
તેમાં વર્ગ એટલે સ્વજાતીય કર્મપ્રકૃતિઓનો સમૂહ. જેમ જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિઓનો જે સમૂહ તે જ્ઞાનાવરણીયવર્ગ. દર્શનાવરણીયની નવ પ્રકૃતિઓનો જે સમૂહ તે દર્શનાવરણવર્ગ. વેદનીયની બે પ્રકૃતિનો સમૂહ તે વેદનીયવર્ગ. દર્શનમોહનીયની પ્રકૃતિનો સમુદાય તે દર્શનમોહનીયવર્ગ. ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો સમુદાય તે ચારિત્રમોહનીયવર્ગ. નોકષાય મોહનીય પ્રકૃતિઓનો સમુદાય તે નોકષાય મોહનીયવર્ગ. નામકર્મની દરેક પ્રકૃતિઓનો જે સમુદાય તે નામકર્મવર્ગ. ગોત્રકર્મની પ્રકૃતિઓનો જે સમૂહ તે ગોત્રકર્મવર્ગ અને અંતરાયકર્મની પાંચ પ્રકૃતિઓનો જે સમૂહ તે અંતરાયવર્ગ.
અહીં માત્ર મોહનીયમાં ત્રણ વર્ગ છે, બાકી દરેક કર્મનો એક એક જ વર્ગ છે, એ વર્ગોની પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ત્રીસ કોડાકોડી આદિ સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોડાકોડી વડે ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જે રહે તે નિદ્રા આદિ શેષ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સમજવો. તે આ પ્રમાણે– - દર્શનાવરણીયકર્મની ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં શૂન્યને શૂન્ય વડે દૂર કરતાં સાગરોપમના સાતિયા ત્રણ ભાગ આવે તે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન નિદ્રાપંચક અને અસાતવેદનીયની જઘન્ય સ્થિતિ છે.
એ પ્રમાણે મિથ્યાત્વમોહનીયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરોપમ જઘન્ય સ્થિતિ છે. સંજવલન સિવાય બાર કષાયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાતિયા ચાર ભાગ જઘન્ય સ્થિતિ છે. પુરુષવેદ વર્જિત આઠ નોકષાય, તથા વૈક્રિયષટ્રક, આહારકદ્વિક, તીર્થંકરનામ અને યશકીર્તિ સિવાય નામકર્મની સઘળી પ્રકૃતિઓ અને નીચગોત્રની પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન સાતિયા બે ભાગ જઘન્ય સ્થિતિ છે.
પ્રજ્ઞાપના અને જીવાભિગમ સૂત્રના અભિપ્રાયે બાવીસ પ્રકૃતિઓની પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિએ ભાગી જે આવે તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન કરતાં જે રહે તેટલી એકેન્દ્રિયો જઘન્ય સ્થિતિ બાંધે છે અને પરિપૂર્ણ તે સ્થિતિ ઉત્કૃષ્ટથી બાંધે છે તથા એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિને પચીસ આદિએ ગુણતાં જે આવે તેટલી બેઇન્દ્રિયાદિ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે અને પલ્યોપમના અસંખ્યાતમે ભાગે જૂન જન્યસ્થિતિ બાંધે છે.
ચાર આયુ આહારદ્ધિક અને તીર્થંકરનામકર્મની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધના અંગે કંઈ મતભેદ નથી.
વૈક્રિયષટ્રકની સ્થિતિ સંબંધે પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિમાં કંઈ મતભેદ નથી પરંતુ પ્રજ્ઞાપના સૂત્રમાં દેવદ્ધિકની ૧૭ સ્થિતિને હજારે ગુણી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન જઘન્ય સ્થિતિ કહી છે. તત્ત્વ કેવળી મહારાજ જાણે.
૧. અહીં ચારિત્ર મોહનીયથી કષાયમોહનીયની પ્રવૃતિઓ સમજવી.