________________
૫૫૮
પંચસંગ્રહ-૧
ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવતાં જણાવે છે કે-“પસંદે તુ યા નથતિક્રિયા સા પન્ચોપHIसख्येयभागाभ्यधिकीकृता पञ्चविंशत्यादिना च गुणिता द्वीन्द्रियादिनामुत्कृष्टा, यथास्थितैव चैकेन्द्रियजघन्यस्थितिः પર્વશત્યાતિના ખાતા દીન્દ્રિયાતીનાં નવચેત્યુતિ તત્ત્વ તુ વતિનો વિનિ' ભાવાર્થ એ કે પંચસંગ્રહમાં સાતિયા ત્રણ ભાગ આદિ એકેન્દ્રિયની જે જઘન્ય સ્થિતિ કહી છે તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરતાં અને તેને પચીસ આદિએ ગુણતાં જે આવે તે બેઈન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને એકેન્દ્રિયની જેટલી જઘન્ય છે તેને જ પચીસ આદિએ ગુણતાં જે આવે તેટલી બેઇન્દ્રિયાદિની જઘન્ય સ્થિતિ છે. તત્ત્વ તો કેવળી મહારાજ જાણે. જીવાભિગમ સૂત્રમાં પણ ચોસઠમા પાને બીજી બાજુમાં આ સંબંધે આ પ્રમાણે કહ્યું છે–પસંદHસેનાપીમેવ ધન્યસ્થિતિપરિમાાં વતં પલ્યોપમધ્યેયમારીનં () વજીવ્યું, તનતેના જેસાપુતાનો મિચ્છાદિ વં તદ્ધ' ફત્યેતાવનાત્રસૈવ જયસ્થિત્યાનસ્થ રખાસ્થ વિદ્યમાનવંતુ’ | ભાવાર્થ એ કે પંચસંગ્રહના મતે આ જ જઘન્ય સ્થિતિનું પ્રમાણ પલ્યોપમના અસંખ્યાતમે ભાગે હિન ન કહેવું. કારણ . કે તેઓના મતે “શેષ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જે આવે તે જઘન્ય સ્થિતિ છે.” જઘન્ય સ્થિતિ લાવવાનું આ જ ગણિત ત્યાં વિદ્યમાન છે માટે. આ પ્રમાણે વિચારતાં નિદ્રા, આદિની પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કોડાકોડીએ ભાગતાં જે આવે તે જઘન્ય છે અને તેટલી જઘન્ય સ્થિતિ એકેન્દ્રિયો બાંધે છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક કરતાં ઉત્કૃષ્ટ થાય છે, તેટલી ઉત્કૃષ્ટ બાંધે છે. એકેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટને પચીસ આદિએ ગુણતાં બેઈન્દ્રિયાદિની અનુક્રમે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. આ પ્રમાણે પંચસંગ્રહકારનો અભિપ્રાય જણાય છે. જીવાભિગમ સૂત્રમાં જઘન્ય સ્થિતિ આ પ્રમાણે કહી છે–નિદ્રા આદિની પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કોડાકોડીએ ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન તેઓની જઘન્ય સ્થિતિ છે અને ઓછી કરેલી ઉમેરતાં જે આવે તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પ્રજ્ઞાપના સૂત્રના ત્રેવીસમા પદમાં ૪૭૬મા પાને પણ તેટલી જ કહી છે. અહીં વર્ણાદિની દરેક ઉત્તર પ્રકૃતિની તેમ જ વૈક્રિયષટ્રકમાંની દરેક પ્રકૃતિની પણ પોતાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને સિત્તેર કોડાકોડીએ ભાગવાનું કહ્યું છે. પહેલા જેમ વર્ણાદિ દરેકની સાતિયા બે ભાગ પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન જઘન્ય સ્થિતિ કહી તેમ અહીં નહિ આવે પરંતુ સાતિયો એક ભાગ સવા ભાગ વગેરે આવશે. દેવગતિની પણ સાતિયા એક ભાગને હજાર ગુણી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન કરતાં જે રહે તે જઘન્ય સ્થિતિ આવશે. તથા એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિને પચીસ, પચાસ, સો અને હજાર ગુણી કરતાં જે આવે તેટલી બેઈન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન જઘન્ય સ્થિતિ છે. કર્મગ્રંથમાં બેઈન્દ્રિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિથી જધન્યસ્થિતિ પલ્યોપમના સંખ્યાતમે ભાગે ન્યૂન કહી છે. અહીં અસંખ્યાતમો ભાગ ન્યૂન કહ્યો છે. આ પ્રમાણે સ્થિતિબંધને અંગે ત્રણ મતો છે.
આ મતભેદ નિદ્રા આદિ પંચાસી પ્રકૃતિઓને અંગે કહ્યો તે બરાબર છે પરંતુ એકેન્દ્રિયો ૧૦૯ પ્રકતિઓ બાંધે છે. તો પંચાશી સિવાય શેષ પ્રકૃતિઓ માટે શું સમજવું ? એ શંકા અહીં થાય છે. ઉત્તરમાં એમ સમજવું કે, ચાર આયુ, વૈક્રિયષટ્રક, આહારકટ્રિક અને તીર્થંકરનામ સિવાય બાવીસ પ્રકૃતિઓના પોતપોતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કોડાકોડીએ ભાગી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન કરતાં જે આવે તેટલી જઘન્ય સ્થિતિ એકેન્દ્રિયો બાંધે છે અને પરિપૂર્ણ તે સ્થિતિ ઉત્કૃષ્ટથી બાંધે છે. એકેન્દ્રિયની
સ્થિતિને પચીસ આદિએ ગુણી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યુન કરતાં જે રહે તેટલી બેઇન્દ્રિયાદિ જધન્યસ્થિતિ બાંધે છે. પરિપૂર્ણ તે સ્થિતિ ઉત્કૃષ્ટથી બાંધે છે. આ પ્રમાણે કર્મપ્રકૃતિકારને મતે સમજવું.
પંચસંગ્રહકારને મતે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિએ ભાગતાં જે આવે તે એકેન્દ્રિયોની જઘન્ય અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરતાં જે આવે તે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એકેન્દ્રિયની જઘન્ય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિને પચીસ આદિએ ગુણી જે આવે તે અનુક્રમે બેઇન્દ્રિયાદિની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે.