________________
પંચસંગ્રહ-૧
૫૫૬
તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં નીચેની જેટલી જ શૂન્યને ઉપરથી દૂર કરતાં અને પછી ઉપરની અને નીચેની બંને સંખ્યાને બે વડે છેદ ઉડાડતાં પાંત્રીસિયા છ ભાગ રહે તેટલી બીજા સંઘયણ અને બીજા સંસ્થાનની જઘન્ય સ્થિતિ છે.
ત્રીજા સંઘયણ અને ત્રીજા સંસ્થાનનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચૌદ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં શૂન્યને શૂન્ય વડે દૂર કરી ઉપલી નીચલી બંને સંખ્યાને ચૌદે ભાગતાં સાગરોપમનો પાંચિયો એક ભાગ આવે તેટલી તે બંનેની જઘન્ય સ્થિતિ છે.
ચોથા સંઘયણ અને ચોથા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં શૂન્યને શૂન્ય વડે દૂર કરી બેએ છેદ ઉડાડતાં સાગરોપમના પાંત્રીસિયા આઠ ભાગ આવે તેટલી તે બંનેની જઘન્ય સ્થિતિ છે.
પાંચમા સંઘયણ અને પાંચમા સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં અને બેએ છેદ ઉડાડતાં સાગરોપમના પાંત્રીસિયા નવ ભાગ આવે તેટલી તે બંનેની જઘન્ય સ્થિતિ છે.
ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, અયશઃકીર્ત્તિ, તિર્યગ્વિક, ઔદારિકદ્ધિક, હારિદ્ર, લોહિત, નીલ અને કૃષ્ણવર્ણ. દુરભિગંધ, કષાય, આમ્લ, કટુક અને તિક્તરસ, ગુરુ, કર્કશ, રૂક્ષ અને શીતસ્પર્શ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, નિર્માણ, આતપ, ઉદ્યોત, અપ્રશસ્તવિહાયોગતિ, હુંડક સંસ્થાન, છેવટ્ટુ સંઘયણ તૈજસ, કાર્પણ, નીચગોત્ર, અતિ, શોક, ભય જુગુપ્સા, નપુંસકવેદ અને સ્થાવર એ અડતાળીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં શૂન્યને શૂન્ય વડે દૂર કરતાં સાગરોપમના સાતિયા બે ભાગ આવે તેટલી એ અડતાળીસ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ છે.
અહીં જો કે હારિદ્ર અને રક્તવર્ણાદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સાડાબાર કોડાકોડી આદિ સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં સાગરોપમના કંઈક અધિક પાંત્રીસિયા છ ભાગ આદિ જઘન્ય સ્થિતિ આવે તોપણ પ્રાચીન શાસ્ત્રોમાં તે હારિદ્ર રક્ત વર્ણાદિ દરેક ભેદોનો સાગરોપમના સાતિયા બે બે ભાગ પ્રમાણ જ જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે. માટે અહીં પણ હારિદ્ર વર્ણાદિનો તેટલો જ સ્થિતિબંધ કહ્યો છે.
આ પ્રમાણે નિદ્રાપંચકથી આરંભીને સઘળી પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધનું પ્રમાણ આ ગ્રંથકાર મહારાજે મતાંતરને આશ્રયીને કહેલું હોય એમ સમજાય છે, કારણ કે કર્મપ્રકૃતિ આદિમાં બીજી રીતે સ્થિતિબંધના પ્રમાણનું કથન છે. કઈ રીતે કથન છે તે કહે છે—
૧. કર્મપ્રકૃતિકાર જે રીતે નિદ્રા આદિ પંચાશી પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ માને છે તે સ્પષ્ટ છે. તેઓ કહે છે કે, જે પ્રકૃતિ જે વર્ગની હોય તેની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કોડાકોડીએ ભાગતાં જે આવે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જે રહે તે નિદ્રા આદિ પંચાશી પ્રકૃતિઓની જન્ય સ્થિતિ છે. એકેન્દ્રિય તેટલી જઘન્ય સ્થિતિ બાંધે છે, તેમાં ઓછો કરેલો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરતાં એકેન્દ્રિય આશ્રયી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. તથા એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુક્રમે પચીસ, પચાસ,