________________
પંચમહાર
જઘન્યસ્થિતિ બંધાય છે. દરેકમાં અંતર્મુહૂર્ત અબાધાકાળ છે અને અબાધાકાળહીન કર્મદળનો નિષેકકાળ છે.
૫૫૫
શેષ———જેટલી કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ કહી તે સિવાય અન્ય પ્રકૃતિઓની પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તે જઘન્ય સ્થિતિ છે. એ જ જઘન્ય સ્થિતિ બતાવે છે.
નિદ્રાપંચક અને અસાતાવેદનીય એ દરેક પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડીસાગરોપમ પ્રમાણ છે. તેને મિથ્યાત્વની સિત્તેર કોડાકોડી પ્રમાણ સ્થિતિ વડે ભાગાકારની રીત પ્રમાણે ભાગવી. એ રીતે ભાગતાં શૂન્યને શૂન્ય વડે ઉડાડી નાખવી. એટલે નીચે જેટલાં મીંડાં ઉડાડવાના હોય તેટલાં જ ઉપર ઉડાડવાં તાત્પર્ય એ કે નીચે જેટલાં હોય તેટલી જ સંખ્યા વડે ઉપર ભાગી છેદ ઉડાડવો. અહીં એ પ્રમાણે છેદ ઉડાડતા સાગરોપમના સાતિયા ત્રણ ભાગ આવે, કારણ કે અહીં ઉપર ત્રીસ કોડાકોડી છે, નીચે સિત્તેર કોડાકોડી છે. તે બંને સંખ્યાને એક એક કોડાકોડીએ ભાગી છેદ ઉડાડતાં સાગરોપમના સાતિયા ત્રણ ભાગ આવે છે. સાતિયા ત્રણ ભાગ એટલે સાગરોપમના સાત ભાગ કરીએ તેવા ત્રણ ભાગ. તેટલી નિદ્રાપંચક અને અસાત વેદનીયની જઘન્ય સ્થિતિ છે.
એ પ્રમાણે મિથ્યાત્વમોહનીયની સાતિયા સાત ભાગ એટલે પૂર્ણ એક સાગરોપમ જઘન્ય સ્થિતિ છે.
સંજ્વલન સિવાય બાર કષાયની સાતિયા ચાર ભાગ જઘન્ય સ્થિતિ છે.
સૂક્ષ્મત્રિક અને વિકલજાતિત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં નીચેનાં જેટલાં જ મીંડાં ઉપર ઉડાડતાં ઉપર અઢાર અને નીચે સિત્તેર રહે. અહીં બેએ છેદ ઊડશે તેથી ઉપર અને નીચેની એમ બંને સંખ્યાને બે વડે ભાગતાં ઉપર નવ અને નીચે પાંત્રીસ રહે, એટલે પાંત્રીસિયા નવ ભાગની સૂક્ષ્મત્રિકાદિ છ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ આવે છે.
તથા સ્ત્રીવેદ અને મનુષ્યદ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં નીચેના જેટલી જ શૂન્યને ઉપરની સંખ્યામાંથી ઉડાડી પાંચ વડે અપવર્ઝના કરવી, એટલે ઉપલી અને નીચલી બંને સંખ્યાને પાંચ વડે ભાગી છેદ ઉડાડવો— પાંચ વડે ભાગી સંખ્યા નાની કરવી એટલે સાગરોપમના ચૌદિયા ત્રણ ભાગ આવે તેટલી સ્રીવેદ અને મનુષ્યદ્વિકની જઘન્યસ્થિતિ છે.
હાસ્ય, રતિ, યશઃકીર્તિ વર્જીને સ્થિરાદિ પાંચ, શુભવિહાયોગતિ, સુરભિગંધ, શુક્લવર્ણ, મધુ૨૨સ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ સ્પર્શ, આદ્યસંસ્થાન, આદ્યસંઘયણ, એ સત્તર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા ઉપરની અને નીચેની બંનેની સંખ્યાની સરખી જ શૂન્યને દૂર કરતાં સાગરોપમનો સાતિયો એક ભાગ આવે તેટલા હાસ્ય આદિ સત્તર પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ છે.
બીજા સંઘયણ અને બીજા સંસ્થાનની બાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે