________________
૫૫૨
પંચસંગ્રહ-૧
સામાન્ય સત્તા આશ્રયી કહ્યું નથી. તેથી અનિકાચિત જિનનામકર્મની સત્તા છતાં સઘળી–ચારે ગતિમાં જાય એમાં કોઈપણ પ્રકારનો વિરોધ નથી. ૪૪
આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કહ્યું. હવે જઘન્ય સ્થિતિનું પ્રમાણ કહે છે. તેમાં મૂળકર્મની જઘન્ય સ્થિતિનું પ્રમાણ પહેલાં જ કહ્યું છે. એટલે ઉત્તર પ્રવૃતિઓની જઘન્યસ્થિતિનું પ્રમાણ કહેતાં પહેલાં સ્થિતિના સંબંધમાં નિયમ વિશેષ કહે છે
पव्वकोडीपरओ इगिविगलो वा न बंधए आउं । अंतोकोडाकोडीए आरउ अभव्वसन्नी नु ॥४५॥ पूर्वकोटीपरतः एकविकलो वा न बध्नात्यायुः ।
अन्तःकोटीकोट्या आरतोऽभव्यसंज्ञी तु ॥४५॥ અર્થપૂર્વકોડીથી અધિક આયુ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયો બાંધતા નથી. અને અંત:કોડાકોડી સાગરોપમથી ન્યૂન સાતે કર્મની સ્થિતિ અભવ્યસંજ્ઞી બાંધતા નથી.
ટીકાનુ–અહીં ચોરાશી લાખને ચોરાશી લાખે ગુણતાં, સિત્તેર લાખ અને છપ્પન હજાર ક્રોડ થાય. તેટલા વર્ષે એક પૂર્વ થાય. બૃહત્સંગ્રહણિમાં કહ્યું છે કે –“એક પૂર્વનું પ્રમાણ સિત્તેર લાખ અને છપ્પન હજાર ક્રોડ વર્ષ થાય છે.' એવા એક ક્રોડપૂર્વથી અધિક પરભવનું આયુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો બાંધતા નથી. એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો પરભવનું ઉત્કૃષ્ટ આયુ. એક ક્રોડ પૂર્વ વર્ષનું બાંધે છે.
તથા અભવ્યસંજ્ઞી ગાથામાં મૂકેલ તુ શબ્દ અધિક અર્થને સૂચવતો હોંવાથી આયુ વર્જિત સાતે કર્મની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમથી હીન હીન બાંધતો નથી, પરંતુ જઘન્યથી પણ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ જ બાંધે છે.
આ ઉપરથી એમ સમજી લેવાનું કે પંચેન્દ્રિયો પૂર્વકોડીથી અધિક પણ આયુ બાંધે અને ભવ્યસંશીઓ ગુણસ્થાનક પરત્વે અંતઃકોડાકોડી સાગરોપમથી ન્યૂન પણ સાતકર્મની સ્થિતિ બાંધી શકે છે. ૪૫
આ પ્રમાણે સ્થિતિના સંબંધમાં નિયમ કહ્યો. હવે ઉત્તર પ્રવૃતિઓની જઘન્યસ્થિતિનું પ્રમાણ કહેવા ઇચ્છતા નીચેની ગાથા કહે છ–
सुरनारयाउयाणं दसवाससहस्स लघु सतित्थाणं । इयरे अंतमुहुत्तं अंतमुहुत्तं अबाहाओ ॥४६॥ सुरनारकायुषोः दशवर्षसहस्राणि लघुः सतीर्थयोः । इतरयोरन्तर्मुहूर्तमन्तर्मुहूर्तमबाधा ॥४६॥
આ
જાય એટલે તિર્યંચમાં જવાનો અવકાશ જ રહે નહિ. માત્ર ઘણા ભવ પહેલાં જે જિનનામ બંધાય છે કે જે બિલકુલ નિકાચિત થયેલું હોતું નથી તેની સત્તા તિર્યંચગતિમાં પણ હોઈ શકે છે.