________________
પ૦૬
પંચસંગ્રહ-૧ ત્રેસઠ, ચોસઠ, પાંસઠ, છાસઠ, સડસઠ, અડસઠ, અગણોસિત્તેર, બોતેર, તોતેર, ચુમોતેર. ૧૧૭-૧૮-૧૯-૨૦-૨૧-૨૨-૨૬-૫૩-૫૪-૫૫-૫૬-૫૭-૫૮-૫૯-૬૦-૬૧-૬૩-૬૪-૬૫-૬૬૬૭-૬૮-૬૯-૭૦-૭૧-૭૨-૭૩-૭૪.
આ ઓગણત્રીસ બંધસ્થાનકોમાં ભૂયસ્કાર અઠ્યાવીસ થાય છે. તે આ પ્રમાણે–
એક પ્રકૃતિનું બંધસ્થાન ઉપશાંતમોહાદિ ગુણસ્થાનકે હોય છે. જ્યારે ઉપશાંત મોહ ગુણસ્થાનકેથી પડી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે આવે ત્યારે ત્યાં જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, યશકીર્તિ, અને ઉચ્ચ ગોત્ર એ સોળ પ્રકૃતિ અધિક બાંધતાં સત્તર કર્મપ્રકૃતિના બંધરૂપ પહેલો ભૂયસ્કાર. ત્યાંથી પડી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે પ્રવેશ કરતા શરૂઆતમાં સંજ્વલન લોભ અધિક બાંધતા અઢાર પ્રકૃતિના બંધરૂપ બીજો ભૂયસ્કાર. ત્યારપછી માયાનો પણ બંધ કરતાં ઓગણીસ પ્રકૃતિના બંધરૂપ ત્રીજો ભૂયસ્કાર. ત્યારપછી તે જ ગુણસ્થાનકે માનનો અધિક બંધ કરતા વિસ પ્રકૃતિના બંધરૂપ ચોથો ભૂયસ્કાર. ત્યારપછી ત્યાં જ ક્રોધ અધિક બાંધતા એક્વીસ પ્રકૃતિના બંધરૂપ પાંચમો ભૂયસ્કાર. ત્યાંથી પડતા તે જ ગુણસ્થાનકે પુરુષવેદ અધિક બાંધતા બાવીસ પ્રકૃતિના બંધારૂપ છઠ્ઠો ભૂયસ્કાર. ત્યારપછી અનુક્રમે અપૂર્વકરણ ગુણસ્થાનકે પ્રવેશ કરતા ભય, જુગુપ્સા, હાસ્ય અને રતિ એ ચાર પ્રકૃતિ અધિક બાંધતા છવ્વીસ પ્રકૃતિના બંધરૂપ સાતમો ભૂયસ્કાર.
ત્યાંથી નીચે ઊતરતાં એ જ ગુણસ્થાનકે નામકર્મની દેવગતિ પ્રાયોગ્ય અઠ્યાવીસ પ્રકૃતિ બાંધતાં પરંતુ પૂર્વોક્ત છવ્વીસ પ્રકૃતિમાં યશ-કીર્તિ આવેલી હોવાથી તે એક સિવાય સત્તાવીસ પ્રકૃતિ વધારતાં ત્રેપન પ્રકૃતિના બંધરૂપ આઠમો ભૂયસ્કાર. તીર્થકરનામકર્મ સહિત દેવગતિ પ્રાયોગ્ય ઓગણત્રીસ બાંધતાં ચોપન પ્રકૃતિના બંધરૂપ નવમો ભૂયસ્કાર. આહારકદ્ધિક સહિત દેવગતિ પ્રાયોગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધતા પંચાવન પ્રકૃતિના બંધરૂપ દશમો ભૂયસ્કાર. આહારકદ્ધિક અને તીર્થકરનામ સહિત એકત્રીસ બાંધતા છપ્પન પ્રકૃતિના બંધારૂપ અગિયારમો ભૂયસ્કાર.
ત્યારપછી નીચે ઊતરતા એ જ ગુણસ્થાનકે નામકર્મની ત્રીસ પ્રકૃતિ સાથે નિદ્રાદ્ધિક બાંધતા સત્તાવન પ્રકૃતિના બંધરૂપ બારમો ભૂયસ્કાર. અને નામકર્મની એકત્રીસ પ્રકૃતિ સાથે નિદ્રાદ્ધિક બાંધતા અઠ્ઠાવન પ્રકૃતિના બંધરૂપ તેરમો ભૂયસ્કાર. ત્યારપછી અપ્રમત્ત ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા દેવાયુ સાથે તે અઠ્ઠાવન પ્રકૃતિ બાંધતા ઓગણસાઠ પ્રકૃતિના બંધરૂપ ચૌદમો ભૂયસ્કાર. આ ઓગણસાઠ પ્રકૃતિઓ આ પ્રમાણે છે–જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, વેદનીય એક, મોહનીય નવ, આયુ એક, ગોત્ર એક, અંતરાય પાંચ અને નામકર્મની એકત્રીસ.
ત્યાંથી દેશવિરતિ ગુણસ્થાનકે આવી નામકર્મની અઠ્યાવીસ બાંધતા અને પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક અધિક બાંધતા સાઠ પ્રકૃતિના બંધરૂપ પંદરમો ભૂયસ્કાર. તીર્થકર સહિત નામકર્મની ઓગણત્રીસ બાંધતા એકસઠ પ્રકૃતિના બંધારૂપ સોળમો ભૂયસ્કાર. તે એકસઠ પ્રકૃતિ આ પ્રમાણે છે–જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છ, વેદનીય એક, મોહનીય તેર, આયુ એક, ગોત્ર એક, અંતરાય પાંચ, અને નામકર્મની ઓગણત્રીસ.