________________
પંચમહાર
૫૦૫
થયા પછી ફરી બંધ થતો નથી. વેદનીયકર્મનો બંધવિચ્છેદ અયોગી અવસ્થામાં થાય છે. ત્યાંથી પ્રતિપાત થતો નથી કે જેથી ફરી વાર બંધના આરંભનો સંભવ હોય. આ પ્રમાણે સર્વથા બંધનો વિચ્છેદ થયા પછી બંધનો આરંભ થતો નહિ હોવાથી વેદનીયમાં અવક્તવ્યબંધ સંભવતો નથી. માટે તેનું વર્જન કર્યું છે.
તથા દર્શનાવરણીય, મોહનીય અને નામકર્મ વિના શેષ કર્મમાં એક એક બંધસ્થાનક હોવાથી ભૂયસ્કાર અને અલ્પતર બંધ ઘટતા નથી.
ઉપર કહ્યા પ્રમાણે જે સમયે નવો બંધ થાય તે સમયે અવક્તવ્ય અને શેષકાળ તેનો જ્યાં સુધી બંધ રહે ત્યાં સુધી અવસ્થિતબંધ ઘટે છે, અને વેદનીય કર્મમાં તો માત્ર અવસ્થિતબંધ જ ઘટે છે.
તેમાં જ્ઞાનાવરણીય, અંતરાય અને ગોત્રકર્મનો મૂળકર્મ આશ્રયી અવસ્થિત બંધ અભવ્ય આશ્રયી અનાદિ અનંત અને ભવ્ય આશ્રયી અનાદિ સાંત અને સાદિ સાંત છે.
વેદનીયકર્મનો પણ મૂળકર્મ આશ્રયી અવસ્થિતબંધ અભવ્ય આશ્રયી અનાદિ અનંત અને ભવ્ય આશ્રયી અનાદિ સાંત છે.
આયુકર્મનો અવસ્થિત બંધ માત્ર અંતર્મુહૂર્ત જ છે.
આ પ્રમાણે જ્ઞાનાવરણાદિ પ્રત્યેક કર્મોનાં બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહ્યા. ૧૭ હવે સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રકૃતિઓમાંનાં બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહેવા ઇચ્છતાં પહેલાં તેઓનાં બંધસ્થાનકોનું પ્રતિપાદન કરે છે—
इगसयरेगुत्तर जा दुवीस छव्वीस तह तिपन्नाई । जा चोवत्तरि बावट्ठिरहियबंधाओ गुणतीसं ॥१८॥
एका सप्तदश एकोत्तराणि यावत् द्वाविंशतिः षड्विंशतिः तथा त्रिपञ्चाशदादीनि । यावत् चतुःसप्ततिः द्वाषष्टिरहितबन्धस्थानानि एकोनत्रिंशत् ॥१८॥
અર્થ—એક, સત્તર, તેનાથી એક એક અધિક કરતાં બાવીસ સુધીના પાંચ તથા છવ્વીસ, અને ત્રેપનથી એક એક અધિક કરતાં અને બાસઠમું બંધસ્થાનક રહિત કરતાં ચુંમોતેર સુધીના એકવીસ, આ પ્રમાણે સઘળી ઉત્તર પ્રકૃતિઓના સામાન્યથી ઓગણત્રીસ બંધસ્થાનકો થાય છે.
ટીકાનુ—સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રકૃતિઓનાં ઓગણત્રીસ બંધસ્થાનકો થાય છે.
તે આ—
એક, સત્તર, સત્તરથી એક એક અધિક કરતાં બાવીસ સુધીના પાંચ, તે આ પ્રમાણે— અઢાર, ઓગણીશ, વીસ, એકવીસ, અને બાવીસ તથા છવ્વીસ, તથા ત્રેપનથી આરંભી એક એક અધિક કરતાં વચમાં બાસઠમા બંધસ્થાન વિનાના ચુંમોતેર સુધીના એકવીસ બંધસ્થાનકો. તે આ—ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન, સત્તાવન, અઠ્ઠાવન, ઓગણસાઠ, સાઠ, એકસઠ, પંચ ૧-૬૪