________________
૪૯૨
પંચસંગ્રહ-૧
પૂર્ણ ન થાય ત્યાં સુધી કેવળ ઉદય જ હોય છે, ઉદીરણા હોતી નથી. શેષ કાળ ઉદય અને ઉદીરણા બંને સાથે જ હોય છે.
તથા ચારે આયુની પોતપોતાના ભવની છેલ્લી આવલિકા શેષ રહે ત્યારે કેવળ ઉદય હોય છે, ઉદીરણા હોતી નથી.
જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક અને દર્શનાવરણ ચતુષ્કની ક્ષય થતા થતા સત્તામાં એક આવલિકા શેષ રહે ત્યારે બારમા ગુણસ્થાનકની છેલ્લી આવલિકામાં કેવળ ઉદય હોય છે,. ઉદીરણા હોતી નથી.
ક્ષપકશ્રેણિમાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે સંજ્વલન લોભની એક આવલિકા શેષ રહે ત્યારે ઉદીરણા હોતી નથી, કેવળ ઉદય જ હોય છે.
ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતાં ચરમાવલિકા શેષ રહે ત્યારે સમ્યક્ત્વ મોહનીયની ઉદીરણા થતી નથી, ઉદય જ માત્ર હોય છે.
ઉપશમસમ્યક્ત્વ ઉપાર્જન કરતાં અનિવૃત્તિકરણે પ્રથમ સ્થિતિની એક આવલિકા શેષ રહે ત્યારે મિથ્યાત્વમોહનીયનો કેવળ ઉદય હોય છે, ઉદીરણા હોતી નથી.
ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશઃકીર્તિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તીર્થંકર, અને ઉચ્ચગોત્ર એ દશ પ્રકૃતિઓની અયોગી અવસ્થામાં યોગના અભાવે ઉદીરણા થતી નથી, ફક્ત ઉદય જ હોય છે.
સાત-અસાત વેદનીયની અપ્રમત્ત ગુણસ્થાનકથી તથાવિધ અધ્યવસાયના અભાવે ઉદીરણા હોતી નથી, કેવળ ઉદય પ્રવર્તે છે.
સ્રીવેદના ઉદયે ક્ષપકશ્રેણિ આરંભનારને સ્રીવેદની, નપુસંકવેદના ઉદયે આરંભનારને નપુંસકવેદની અને પુરુષવેદના ઉદયે આરંભનારને પુરુષવેદની પોતપોતાની પ્રથમસ્થિતિની એક આવલિકા શેષ રહે ત્યારે ઉદીરણા થતી નથી, કેવળ ઉદય જ પ્રવર્તે છે. માટે ઉપરોક્ત એકતાળીસ પ્રકૃતિઓનો ઉદય હોવા છતાં પણ ઉદીરણા ભજનીય સમજવી.
તથા અન્ય એક્યાશી પ્રકૃતિઓનો ઉદય છતાં ઉદીરણા ભજનીય નથી. એટલે કે શેષ એક્યાશી પ્રકૃતિઓનો જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા પણ હોય છે પરંતુ ઉદીરણા વિનાનો કેવળ ઉદય કોઈ કાળે પણ હોતો નથી. બંને સાથે જ થાય છે અને સાથે જ જાય છે. આ પ્રમાણે ઉદીરણા વિસ્તારપૂર્વક કહી. ૮
હવે બંધને વિસ્તારપૂર્વક કહેવા ઇચ્છતા પહેલા બંધના પ્રકારો જણાવે છે— होइ अणाइअणतो अणाइसंतो य साइसंतो य ।
बंधो अभव्वभव्वोवसंतजीवेसु इइ तिविहो ॥९॥
भवति अनाद्यनन्तः अनादिसान्तश्च सादिसान्तश्च । बन्धः अभव्यभव्योपशान्तजीवेषु इति त्रिविधः ॥९॥
અર્થ—અભવ્ય, ભવ્ય અને ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડેલા જીવોમાં અનુક્રમે અનાદિ