________________
પંચમહાર
૪૯૧
હોય છે. અયોગી ગુણસ્થાનકે ઉદય નહિ હોવાથી ઉદીરણા પણ હોતી નથી. યોગનો રોધ કરેલો હોવાથી ઉચ્છવાસ નામકર્માદિ પ્રકૃતિઓનો અને પુદ્ગલનો સંબંધ છોડ્યા હોવાથી શરીર નામકર્માદિ પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો ઉદય હોતો નથી માટે ઉદીરણા પણ થતી નથી.
તથા ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશકીર્તિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તીર્થંકર નામકર્મ અને ઉચ્ચગોત્રરૂપ દશ પ્રકૃતિઓની ઉદીરણા તેરમા ગુણસ્થાનકના ચરમસમય પર્યત થાય છે, અને ઉદય અયોગી ગુણસ્થાનકના ચરમ સમય પર્યત હોય છે. યોગના અભાવે અહીં ઉદીરણા હોતી નથી.
આ પ્રમાણે ગુણસ્થાનકોમાં ઉદીરણાનો વિધિ કહ્યો.
હવે જે કર્મપ્રકૃતિઓનો ઉદય હોવા છતાં પણ ઉદીરણા ભજનાએ હોય છે તે બતાવે છે–
निदाउदयवईणं समिच्छपुरिसाण एगचत्ताणं । एयाणं चिय भज्जा उदीरणा उदए नन्नासिं ॥८॥ निद्रोदयवतीनां समिथ्यात्वपुरुषाणामेकचत्वारिंशताम् । .
एतासामेव भजनीयोदीरणोदये नान्यासाम् ॥८॥ અર્થ–પાંચ નિદ્રા, ઉદયવતી સંજ્ઞાવાળી પ્રકૃતિઓ, મિથ્યાત્વમોહનીય, અને પુરુષવેદ એ એકતાળીસ પ્રકૃતિઓની ઉદય છતાં પણ ઉદીરણા ભજનીય જાણવી. અને તે સિવાય અન્ય પ્રકૃતિઓનો જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા હોય છે.
ટીકાનુ–પાંચ નિદ્રા, ત્રીજા દ્વારમાં કહેલ જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, ચક્ષુ-અચક્ષુઅવધિ અને કેવળદર્શનાવરણીય એ દર્શનાવરણ ચતુષ્ક, સાત-અસાત વેદનીય, સ્ત્રીવેદ, નપુંસવેદ, સમ્યક્વમોહનીય, સંજવલન લોભ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ-કીર્તિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તીર્થકરનામ, ઉચ્ચ ગોત્ર, ચાર આયુ એ ઉદયવતી સંજ્ઞાવાળી ચોત્રીસ પ્રકૃતિઓ, તથા મિથ્યાત્વમોહનીય અને પુરુષવેદ એ એકતાળીસ પ્રકૃતિઓની ઉદય છતાં પણ ઉદીરણા ભજનીય હોય છે. એટલે કે અમુક ટાઈમ એકલો ઉદય જ હોય છે, ઉદીરણા નથી પણ હોતી. તે આ પ્રમાણે– - પાંચ નિદ્રાનો શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીથી આરંભી જ્યાં સુધી ઇન્દ્રિયપર્યાપ્તિ
૧. કોઈપણ કર્મપ્રકૃતિની સત્તામાં એક આવલિકા બાકી રહે ત્યારે ઉપરથી ખેંચવા લાયક કોઈ દલિક નહિ હોવાથી ઉદીરણા થતી નથી. જેમ કે–જ્ઞાનાવરણ પંચક, તથા પાંચ નિદ્રામાં સત્તામાં તેની વધારે સ્થિતિ હોવા છતાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતા પહેલાં વચલા ગાળામાં જીવસ્વભાવે જ ઉદીરણા થતી નથી. મૂળ ટીકામાં ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતાં સુધી નિદ્રાનો કેવળ ઉદય હોય છે એમ સામાન્ય કહ્યું છે. ઇન્દ્રિય પર્યાપ્તિથી આરંભી' એમ કહ્યું નથી. એ અભિપ્રાય વિગ્રહગતિથી આરંભી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતા સુધી નિદ્રાનો કેવળ ઉદય હોય એમ સંભવે છે. તેનો પાઠ આ પ્રમાણે “નિદ્રાં તૃતીય યfઉં વાવકુવીરાવ્યપામેનાગુમવત્યુથ્વમુવીરગા.' મતાંતર હોય તેમ લાગે છે. તત્ત્વ કેવળી મહારાજ જાણે.