SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૧ मनोज्ञानविभड़योः मिश्रमरलमपि नारकसुरेषु । केवलस्थावरविकले वैक्रियद्विकं न संभवति ॥११॥ અર્થ–મન:પર્યવજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાં ઔદારિકમિશ્રયોગ સંભવતો નથી. નારકી અને દેવોમાં ઔદારિયોગ પણ હોતો નથી. કેવલદિક, સ્થાવર, અને વિકલેન્દ્રિયમાં વૈક્રિયદ્ધિક સંભવતું નથી. ટીકાનુ–મન:પર્યવજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઔદારિકમિશ્ર કાયયોગ હોતો નથી. કારણ કે ઔદારિકમિશ્ર મનુષ્ય તિર્યંચોને અપર્યાપ્તાવસ્થામાં હોય છે, ત્યાં તે બંને જ્ઞાનો હોતાં નથી. તેમાં મન:પર્યવજ્ઞાન દ્રવ્ય અને ભાવથી સંયમી આત્માઓને જ થાય છે તે તો પર્યાપ્તો જ હોય છે. અને વિર્ભાગજ્ઞાન મનુષ્ય તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ઉત્પન્ન થતું નથી. તથા નારકી અને દેવોમાં ઔદારિકમિશ્ર અને ઔદારિક એ બંને યોગો તેઓનું ભવધારણીય શરીર વૈક્રિય હોવાથી હોતા નથી. ગાથાના બીજા પાદમાં મૂકેલ અપિ શબ્દ બહુલ અર્થવાળો હોવાથી ચક્ષુદર્શન અને અણાહારિમાર્ગણામાં ઔદારિકમિશ્ર વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર હોતા નથી, એમ સમજવું. તથા કેવળજ્ઞાન, કેવળદર્શન ઉપલક્ષણથી યથાખ્યાત ચારિત્ર, વાયુવર્જિત પૃથ્વીકાયાદિ સ્થાવર અને બેઇન્દ્રિય, તેઇન્દ્રિય તથા ચઉરિન્દ્રિય એ દશ માર્ગણામાં વૈક્રિય અને વૈક્રિયમિશ્રયોગો હોતા નથી, લબ્ધિનો પ્રયોગ કરવામાં પ્રમાદ છે. તેથી સાતમા ગુણસ્થાનથી આગળ કોઈપણ ગુણસ્થાનકે કોઈપણ લબ્ધિ ફોરવતા નથી. તેથી જ કેવળદ્ધિક અને યથાખ્યાત ચારિત્રમાર્ગણામાં વૈક્રિયદ્ધિક હોતું નથી અને સ્થાવરાદિમાં તો લબ્ધિ જ હોતી નથી તેથી વૈક્રિયદ્ધિક હોતું નથી. વાયુકાયમાં વૈક્રિયદ્ધિક હોય છે માટે વાયુનું વર્ણન કર્યું છે. ૧૧. आहारदुगं जायइ चोद्दसपुब्बिस्स इइ विसेसणओ । मणुयगइपंचेंदियमाइएसु समईए जोएज्ज ॥१२॥ आहारकद्विकं जायते चतुर्दशपूर्विण इति विशेषणतः । मनुष्यगति-पञ्चेन्द्रियादिकेषु स्वमत्या योजयेत् ॥१२॥ અર્થ–આહારકહિક ચૌદપૂબ્ધિને જ હોય છે. એ વિશેષણ વડે, મનુષ્યગતિ અને પર્ચેદ્વિયાદિ માર્ગણામાં જ્યાં ચૌદ પૂર્વધર સંભવી શકે ત્યાં સ્વમતિથી તેની યોજના કરવી ટીકાનુ–આહારક અને આહારકમિશ્નકાયયોગ લબ્ધિસંપન્ન ચૌદપૂર્વધરમુનિને જ હોય છે, બીજા કોઈને હોતા નથી. એવું વિશેષણ હોવાથી મનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ ઇત્યાદિ માર્ગણાસ્થાનોમાંથી કઈ કઈ માર્ગણામાં ઘટી શકે છે તેની યોજના પોતાની બુદ્ધિથી કરી લેવી. એટલે કે જે જે માર્ગણાસ્થાનોમાં ચૌદપૂર્વના અભ્યાસનો સંભવ હોય ત્યાં ત્યાં યોગનો નિર્ણય કરવો, બાકીનાં સ્થાનોમાં નહિ, જેમકે, ઉપરની બે ઉપરાંત ત્રસકાય, પુરુષ, નપુંસક એ બે વેદ વગેરે. આ પ્રમાણે કેટલીક માર્ગણાઓમાં અમુક યોગો નથી હોતા એમ કહ્યું. અને કેટલીએક માર્ગણાઓમાં અમુક અમુક યોગોનું વિધાન કર્યું. પરંતુ કઈ માર્ગણાએ બધા મળી કેટલા યોગો હોય એ મંદમતિવાળાઓથી સમજી શકાય તેમ નહિ હોવાથી તેઓના બોધ માટે કઈ માર્ગણામાં કેટલા યોગો હોય તે કહે છે–દેવગતિ અને નરકગતિમાં ઔદારિકદ્ધિક અને આહારકદ્ધિક વિના
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy