________________
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
૪૬૧
મિશ્ર ગુણસ્થાનક અહીં અનંતાનુબંધીનો ઉદય હોતો નથી, માટે પૂર્વે જણાવેલ દશમાંથી તેને બાદ કરતાં જઘન્યથી નવ હેતુઓ થાય છે. અહીં યોગ માત્ર દશ જ હોય છે.
નવ બંધહેતુઓ આ પ્રમાણે –ત્રણ વેદમાંથી એક વેદ, દશમાંથી એક યોગ, બેમાંથી એક યુગલ. પાંચમાંથી એક ઇન્દ્રિયનો અસંયમ, ચાર કષાયોમાંથી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિક, છ કાયમાંથી એક કાયની હિંસા.
. અહીં પણ જે જે હેતુના જેટલા જેટલા ભેદો હોય તે દરેક હેતુની નીચે તેટલી સંખ્યા મૂકવી. સ્થાપના આ પ્રમાણે –વેદ યોગ યુગલ ઇન્દ્રિય અસંયમ કષાય કાયવધ. સ્થાપન
કરેલ અંકોનો પ્રથમથી આરંભી છેલ્લા એક સુધી પરસ્પર એક-એકનો ગુણાકાર કરવાથી કુલ ભંગ સંખ્યા આવે છે. ત્રણ વેદને દશ યોગે ગુણતાં ત્રીસ, ત્રીસને બે યુગલે ગુણતાં સાઠ, સાઠને પાંચ ઇન્દ્રિયના અસંયમે ગુણતાં ત્રણસો, તેને ચાર કષાયે ગુણતાં બારસો અને તેને છ કાય વધના એક સંયોગી ભાંગા છ હોવાથી છએ ગુણતાં સાત હજાર ને બસો ભાંગા થાય છે.
આ નવમાં વધારાની પાંચ કાયની હિંસા, ભય તથા જુગુપ્સા ઉમેરતાં ઉત્કૃષ્ટથી સોળ હેતુઓ થાય, ત્યાં નવ અને સોળ એક જ રીતે થતા હોવાથી તેનો એક એક વિકલ્પ, દશ અને પંદરના ત્રણ-ત્રણ, અને બારથી ચૌદના દરેકના ચાર-ચાર વિકલ્પ છે. કારણ કે મધ્યમના બંધહેતુઓમાં કાયવધની સંખ્યા, ભય અને જુગુપ્સામાં ફેરફાર થાય છે. અહીં પણ પૂર્વની જેમ જે કોઈ બંધહેતુ કે તેના વિકલ્પમાં છ કાયની હિંસા હોય ત્યાં બારસો, એક અથવા પાંચ કાયની હિંસા હોય ત્યાં સાત હજાર બસો, બે અથવા ચાર કાયની હિંસા હોય ત્યાં અઢાર હજાર અને ત્રણ કાયની હિંસા હોય ત્યાં ચોવીસ હજાર ભાંગાઓ થાય છે.
મિશ્ર ગુણસ્થાનકે બંધહેતુના વિકલ્પવાર ભાંગાઓ બંધ | હેતુઓના વિકલ્પો
વિકલ્પ વાર ભાંગા
કુલ ભાંગી સંખ્યા ૧ વેદ, ૧ યોગ ૧ યુગલ, ૧ ઇન્દ્રિયનો અસંયમ, અપ્રત્યા. ત્રણ ક્રોધાદિ, ૧ કાયવધ
૭૨)
૭૨) ૧૦ | પૂર્વોક્ત નવ, બે કાય વધ
૧૮૦૦ | પૂર્વોક્ત ભય
૭૨૦
૩૨૪૦ ૧૦ | પૂર્વોક્ત જુગુપ્સા
૭૨૦ ૧૧ | પૂર્વોક્ત નવ ત્રણ કાયનો વધ
૨૪OOO ૧૧ | પૂર્વોક્ત બે કાયનો વધ, ભય
૧૮૦૦૦ "૧૧ | પૂર્વોક્ત બે જુગુપ્સા
૧૮૦૦૦
૬૭૨૦ ૧૧ | પૂર્વોક્ત ભય. જુગુપ્સા
૭૨૦