________________
ચતુર્થદ્વાર
ફેરવતાં સોળ બંધહેતુ આઠ પ્રકારે થાય.
તે સોળમાં ભય મેળવતાં સત્તર થાય. તેના પણ આઠ ૮ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ આઠ ૮ ભાંગા થાય. તથા ભય અને જુગુપ્સા મેળવતાં અઢાર હેતુ થાય. તેના પણ આઠ ૮ ભાંગા થાય. સઘળા મળી બત્રીસ ભાંગા થાય. સૂક્ષ્મ એકેન્દ્રિયના સઘળા મળી બંધહેતુના એકસો અઠ્યાવીસ ૧૨૮ ભાંગા થાય. ૧૮
૪૪૧
આ પ્રમાણે ગુણસ્થાનકોમાં અને જીવસ્થાનકોમાં બંધહેતુના ભાંગા કહ્યા. હવે જે કર્મપ્રકૃતિઓ અન્વય વ્યતિરેકને અનુસરી જે બંધહેતુવાળી છે તેનું તે પ્રકારે પ્રતિપાદન કરે છે— सोलस मिच्छनिमित्ता बज्झहि पणतीस अविरइए य । - सेसा उकसाएहिवि जोगेहिपि सायवेयणीयं ॥१९॥
षोडश मिथ्यात्वनिमित्ता बध्यन्ते पञ्चत्रिंशदविरत्या च । शेषास्तु कषायैरपि योगैरपि सातवेदनीयम् ॥१९॥
અર્થ—સોળ કર્મપ્રકૃતિઓ મિથ્યાત્વરૂપ હેતુ વડે બંધાય છે. તથા પાંત્રીસ પ્રકૃતિઓ અવિરતિરૂપ હેતુ વડે, શેષ પ્રકૃતિઓ કષાયો વડે, અને સાતવેદનીય યોગરૂપ હેતુ વડે બંધાય છે. ટીકાનુ—કારણનો સદ્ભાવ છતાં કાર્યનો સદ્ભાવ તે અન્વય, અને કારણના અભાવે કાર્યનો અભાવ તે વ્યતિરેક કહેવાય.
નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુ, એકેન્દ્રિયજાતિ, વિકલેન્દ્રિયાતિત્રિક, મિથ્યાત્વ, નપુંસકવેદ, કુંડકસંસ્થાન, સેવાર્તા સંઘયણ, આતપનામ, સ્થાવરનામ, સૂક્ષ્મનામ, સાધારણનામ અને અપર્યાપ્તનામ એ સોળ પ્રકૃતિઓ અન્વય વ્યતિરેક વડે વિચારતાં મિથ્યાત્વનિમિત્તક છે. કેમ · કે એ સોળ પ્રકૃતિઓ મિથ્યાત્વરૂપ હેતુ છતાં અવશ્ય બંધાય છે, અને મિથ્યાત્વરૂપ હેતુનો અભાવ છતાં બંધાતી નથી.
આ કર્મપ્રકૃતિઓ મિથ્યાત્વ ગુણઠાણે બંધાય છે. અને મિથ્યાત્વ ગુણઠાણે તો ચારે બંધહેતુ હોય છે એટલે જો કે આ સોળ પ્રકૃતિઓ બંધાતાં અવિરતિ આદિ હેતુઓનો પણ ઉપયોગ થાય છે, તોપણ તેઓની સાથે અન્વય વ્યતિરેક બંધન ઘટતું નથી, પરંતુ મિથ્યાત્વ સાથે જ ઘટે છે. કારણ કે મિથ્યાત્વરૂપ હેતુ જ્યાં સુધી છે ત્યાં સુધી જ તે પ્રકૃતિઓ બંધાય છે, અને મિથ્યાત્વ દૂર થતાં અને અવિરતિ આદિ હેતુ હોવા છતાં પણ તેઓ બંધાતી નથી. માટે વાસ્તવિક રીતે મિથ્યાત્વ જ તે પ્રકૃતિઓનો બંધહેતુ છે, અવિરતિ આદિ નથી. એટલે કે એ સોળ પ્રકૃતિઓના બંધમાં મિથ્યાત્વ મુખ્ય હેતુ છે અને અવિરતિ આદિ ગૌણ છે. આ પ્રમાણે આગળ ઉપર પણ હેતુઓ માટે સમજવું.
તથા સ્થાનર્ધિત્રિક, સ્ત્રીવેદ, અનંતાનુબંધી ચતુષ્ક, તિર્યંચત્રિક, પહેલા અને છેલ્લા વિના ચાર સંસ્થાન, અને છેલ્લા વિના પાંચ સંઘયણ, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાયોગતિ, દુર્ભાગ,
પંચ૰૧-૫૬