________________
૪૩૮
પંચસંગ્રહ-૧
ચઉરિન્દ્રિયના સઘળા મળી આઠસો અને છનું ૮૯૬ ભાંગા થાય. આ રીતે ચઉરિન્દ્રિયના ભાંગા કહ્યા.
હવે તે ઇન્દ્રિયના ભાંગા કહે છે–અપર્યાપ્ત તેઇન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે જઘન્યપદે ચઉરિન્દ્રિય પ્રમાણે પંદર હેતુ હોય છે. માત્ર ઇન્દ્રિયની અવિરતિના સ્થાને ત્રણ ઇન્દ્રિયની અવિરતિમાંથી એક ઇન્દ્રિયની અવિરતિ કહેવી..
પૂર્વની જેમ અંકોનો ગુણાકાર કરતાં પંદર બંધહેતુના અડતાળીસ ૪૮ ભાંગા થાય. તે પંદરમાં ભય મેળવતાં સોળ થાય, તેના પણ અડતાળીસ ૪૮ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં સોળ હેતુના પણ અડતાળીસ ૪૮ ભાંગા થાય. ભય અને જુગુપ્સા બંને મેળવતાં સત્તર હેતુ થાય, તેના પણ અડતાળીસ ૪૮ ભાંગા થાય.
સઘળા મળી અપર્યાપ્ત તેઈન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે બંધહેતુના એકસો બાણુ ભાંગા ૧૯૨ થાય.
પૂર્વોક્ત પંદરમાં મિથ્યાત્વરૂપ હેતુ મેળવવાથી મિથ્યાદષ્ટિ અપર્યાપ્ત નેઇન્દ્રિયને સોળ બંધહેતુ હોય છે. અહીં યોગો કાર્મણ, ઔદારિકમિશ્ર અને ઔદારિક એ ત્રણ હોય છે. માટે યોગને સ્થાને ત્રણ મૂકી પૂર્વવત્ અંકોનો ગુણાકાર કરતાં સોળ બંધહેતુના બોતેર ભાંગા થાય.
તે સોળમાં ભય મેળવતાં સત્તર થાય તેના પણ બોતેર ભાંગા થાય. . .
એ જ રીતે જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ બોતેર ૭૨ ભાંગા થાય. ભય, જુગુપ્સા બંને મેળવતાં અઢાર હેતુ થાય. તેના પણ પૂર્વવત્ બોતેર ૭૨ ભાંગા થાય,
બધા મળી અપર્યાપ્ત તે ઇન્દ્રિય મિથ્યાદૃષ્ટિ બસો ઇક્યાશી ૨૮૮ ભાંગા થાય. બંને ગુણસ્થાને અપર્યાપ્ત તે ઇન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગા ચારસો અને એંશી ૪૮૦ થાય.
પર્યાપ્ત ઇન્દ્રિયને પર્યાપ્ત ચઉરિન્દ્રિયની જેમ જઘન્યપદે સોળ બંધહેતુઓ હોય છે. માત્ર ત્રણ ઇન્દ્રિયની અવિરતિમાંથી કોઈપણ એક ઇન્દ્રિયની અવિરતિ કહેવી. શેષ સઘળું પૂર્વની જેમ સમજવું. અહીં ભાંગા અડતાળીસ ૪૮ થાય.
તે સોળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ અડતાળીસ ૪૮ ભાંગા થાય. તે પ્રમાણે જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ અડતાળીસ ૪૮ ભાંગા થાય.
તથા ભય અને જુગુપ્સા બંને મેળવતા અઢાર હેતુ થાય. તેના પણ અડતાળીસ ૪૮ ભાંગા થાય.
આ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ ગુણઠાણે પર્યાપ્ત તે ઇન્દ્રિયના બંધહેતુના સરવાળે એકસો બાણ ૧૯૨ ભાંગા થાય. તે ઇન્દ્રિયના બંધહેતુના કુલ ભાંગા છસો બોતેર ૬૭ર થાય. તે ઇન્દ્રિયના બંધહેતુના ભાંગા કહ્યા.
હવે બેઇન્દ્રિયના બંધહેતુના ભાંગા કહે છે–અપર્યાપ્ત બેઇન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણે ચઉરિન્દ્રિયની જેમ પંદર બંધહેતુ હોય છે, માત્ર બે ઇન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયની અવિરતિ કહેવી. પૂર્વવત્ અંકોનો ગુણાકાર કરતાં પંદર હેતુના બત્રીસ ૩૨ ભાંગા થાય.