________________
૩૮૯
તૃતીયદ્વાર પ્રશ્નોત્તરી નામકર્મ. (૪) જાતે જ ફાંસો ખાવા આદિથી મરવામાં-ઉપઘાત નામ. (૫) શરીરની અંદર રુધિર આદિનું સ્કુરણ થવામાં અસ્થિર નામ. (૬) લોકોના સત્કાર-સન્માન આદિ પામવામાં આદેય નામ અને (૭) મોદક આદિ ખાઈ ન શકવામાં ભોગાન્તરાય કર્મનો ઉદય હોય છે.
પ્રશ્ન–૮. એવું કયું કર્મ છે કે જે બંધાયા પછીના તરતના ભવમાં જ ઉદયમાં આવે પણ જે ભવમાં બાંધ્યું તે જ ભવમાં કે તે પછીના તરતના ભવને મૂકીને પછીના ભાવોમાં ઉદયમાં ન જ આવે ? તેમજ જીવનના ૨/૩ ભાગ પહેલાં ન જ બંધાય ?
ઉત્તર–આયુષ્ય કર્મ.
પ્રશ્ન–૯. પોતપોતાના હેતુઓ વિદ્યમાન હોય ત્યાં સુધી જે પ્રકૃતિઓ અવશ્ય બંધાય તે ધ્રુવબંધી કહેલ છે. તો આગળ ચોથા દ્વારમાં અનંતાનુબંધી આદિ પાંત્રીસ પ્રકૃતિઓનો મુખ્યત્વે અવિરતિ બંધહેતુ કહેશે અને થીણદ્વિત્રિક તથા અનંતાનુબંધી પ્રકૃતિઓ તમે ધ્રુવબંધી ગણાવી છે. તેથી આ સાતે પ્રકૃતિઓનો ચોથા ગુણસ્થાનક સુધી બંધ હોવો જોઈએ. પરંતુ એનો બંધ બીજા ગુણસ્થાનક સુધી જ છે. તે જ પ્રમાણે નિદ્રા-પ્રચલા તથા નામકર્મની નવ ધ્રુવબંધી વગેરે પ્રકૃતિઓનો બંધહેતુ કષાય છે છતાં તે પ્રકૃતિઓ પણ કષાય છે ત્યાં સુધી બંધાતી નથી પરંતુ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમાદિ ભાગ સુધી જ બંધાય છે તો આ બધી પ્રકૃતિઓ ધ્રુવબંધી કેમ કહેવાય ?
ઉત્તર–અનંતાનુબંધી આદિ પાંત્રીસ પ્રવૃતિઓનો “અવિરતિ બંધહેતુ સામાન્યથી કહેલ છે, કેમ કે બીજે ગુણસ્થાનકે બંધવિચ્છેદ થનાર અનંતાનુબંધી આદિ પચીસ પ્રકૃતિઓનો કેવળ અવિરતિ બંધહેતુ નથી પણ અનંતાનુબંધી ઉદયવિશિષ્ટ અવિરતિ બંધહેતુ છે, અનંતાનુબંધિનો ઉદય બે ગુણસ્થાનક સુધી જ છે માટે થીણદ્વિત્રિકાદિ સાત પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવા છતાં બે ગુણસ્થાનક સુધી જ બંધાય છે. પણ ચોથા ગુણસ્થાનક સુધી બંધાતી નથી. એ જ પ્રમાણે નિદ્રાપ્રચલા આદિ પ્રકૃતિઓનો “કષાય” સામાન્યથી બંધહેતુ કહેલ છે, પરંતુ કેવળ કષાય બંધહેતુ નથી, “તે તે પ્રકૃતિ બંધ યોગ્ય અધ્યવસાય વિશિષ્ટ તથા તથા પ્રકારનો કષાયોદય” તે તે પ્રકૃતિના બંધમાં હેતુ હોવાથી બંધવિચ્છેદ પછીનાં સ્થાનોમાં સામાન્ય કષાય હોવા છતાં તે તે પ્રકૃતિબંધ યોગ્ય અધ્યવસાય વિશિષ્ટ તથા તથા પ્રકારનો કષાયોદય નહિ હોવાથી અપૂર્વકરણના બીજા આદિ ભાગોમાં તેમજ અનિવૃત્તિકરણ વગેરે ગુણસ્થાનકે નિદ્રા-પ્રચલાદિ ધ્રુવબંધી પ્રકૃતિઓ બંધાતી નથી. એટલે કે પોતપોતાના વિશિષ્ટ હેતુઓ હોય ત્યાં સુધી થીણદ્વિત્રિકાદિ અવશ્ય બંધાય છે તેથી આ પ્રકૃતિઓ ધ્રુવબંધી કહેવાય છે.
પ્રશ્ન–૧૦. જો અનંતાનુબંધી આદિ પચીસ પ્રકૃતિઓનો અનંતાનુબંધી વિશિષ્ટ અવિરતિ બંધહેતુ છે તો સર્વવિરતિધર પીઠ-મહાપીઠ સાધુ મહારાજાને તે હેતુના અભાવમાં સ્ત્રીવેદનો બંધ શી રીતે થયો ?
ઉત્તર–પીઠ-મહાપીઠ મુનિરાજ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જ હતા એવો નિશ્ચય ન હોવાથી આકર્ષનો સંભવ હોવાથી સમ્યક્તથી પડી મિથ્યાત્વે ગયેલા એવા તેઓને સ્ત્રીવેદનો બંધ ઘટી શકે. અથવા ગુરુ મહારાજે બાહુ-સુબાહુ મુનિઓની કરેલ ગુણપ્રશંસાથી ઉત્પન્ન થયેલ ઈર્ષારૂપ