SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-તૃતીયાર-પ્રશ્નોત્તરી પ્રશ્ન–૧. “પ્રકૃતિ’ શબ્દનો શું અર્થ છે? ઉત્તર–અહીં ભાષ્યકારને અનુસારે “ભેદ નવતત્ત્વમાં સ્વભાવ અને પંચસંગ્રહ : બંધનકરણ ગાઇ ૪૦માં ‘સ્થિતિ આદિ ત્રણનો સમુદાય” એમ પ્રકૃતિ શબ્દનો ત્રણ અર્થ છે. પ્રશ્ન–૨. નામકર્મની પ્રકૃતિઓની સંખ્યા કેટલી રીતે છે? તેમજ કઈ કઈ સંખ્યા ક્યાં ક્યાં ઉપયોગી છે ? ઉત્તર–નામકર્મની પ્રકૃતિઓની સંખ્યા ૪૨, ૬૭, ૯૩, અને ૧૦૩ એમ ચાર પ્રકારે જણાવેલ છે. તેમાં ૪ર માત્ર મૂળ ભેદ અથવા દલિક વહેંચણીમાં ૬૭-બંધ-ઉદય-ઉદીરણામાં અને ૯૩ અથવા ૧૦૩ની સંખ્યા સત્તામાં ઉપયોગી છે. પ્રશ્ન-૩. એવી કઈ પ્રકૃતિઓ છે કે જે બંધ વિના પણ ઉદય-ઉદીરણા અને સત્તામાં હોય? ઉત્તર–સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય. પ્રશ્ન-૪. જેની એક પણ ઉત્તરપ્રકૃતિ સર્વઘાતી નથી એવું કયું ઘાતી કર્મ છે? ઉત્તર-અંતરાય કર્મ. પ્રશ્ન-૫. પોતાથી બળવાન એવા પણ અન્યપુરુષોને ભય લાગે છે ત્યાં ભય પામનાર અને ભય પમાડનારને કયા કર્મનો ઉદય કહેવાય ? ઉત્તર–ભય પામનારને ભય મોહનીય અને ભય પમાડનારને પરાઘાત નામકર્મનો ઉદય કહેવાય. પ્રશ્ન–૬. કયા કર્મના ઉદયથી જીવોને અંગ આદિ અવયવો પોતપોતાની જાતિને અનુસારે યોગ્ય સ્થાને ગોઠવાય ? ઉત્તર–નિર્માણ નામકર્મના ઉદયથી પ્રશ્ન–૭. નીચેના વિષયમાં કયા કર્મનો ઉદય હોય ? (૧) બહેરાશ. (૨) સાંસારિક પદાર્થો મેળવવાની ઇચ્છા (૩) પોતાનું શરીર પોતાને ભારે કે હલકું ન લાગે પણ બરાબર = સમતોલ લાગે. (૪) જાતે જ ફાંસો ખાવા આદિથી મરે. (૫) શરીરની અંદર રુધિર આદિનું ફુરણ. (૬) જોવા માત્રથી પણ જે લોકોના સત્કારસન્માનાદિ પામે. (૭) મોદક આદિ મળવા છતાં અને ઇચ્છા હોવા છતાં પોતે ખાઈ ન શકે. ઉત્તર–(૧) બહેરાશમાં–અચક્ષુદર્શનાવરણીય. (૨) સાંસારિક પદાર્થો મેળવવાની ઇચ્છામાં–લોભ મોહનીય. (૩) પોતાનું શરીર પોતાને ભારે-હલકું ન લાગવામાં અગુરુલઘુ
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy