SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમહાર कम्मुरलदुगमपज्जे वेडव्विदुगं च सन्निलद्धिले । पज्जेसु उरलोच्चय वाए वेउव्वियदुगं च ॥ कार्मणौदारिकद्विकमपर्याप्ते वैक्रियद्विकं च संज्ञिनि लब्धिमति । पर्याप्तेषु उरल एव वाते वैक्रियद्विकं च ॥ ૧૫ અર્થ—અપર્યાપ્તામાં કાર્યણ અને ઔદારિકદ્ધિક એ ત્રણ યોગો હોય છે, અને લબ્ધિવાળા સંજ્ઞી દેવાદિમાં વૈક્રિયદ્ધિક હોય છે તથા પર્યાપ્તામાં ઔદારિકકાયયોગ અને વાયુકાયમાં વૈક્રિયદ્ધિક હોય છે. ટીકાનુ—અપર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિયાદિ જીવભેદોમાં કાર્યણ, ઔદારિકમિશ્ર અને ઔદારિક એ ત્રણ યોગો હોય છે. અપર્યાપ્તાવસ્થામાં કાર્યણ અને ઔદારિકમિશ્રયોગ હોય છે. પરંતુ ઔદારિકકાયયોગ ગાથાની ઉપર લખેલ અવતરણ પ્રમાણે શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી શેષપર્યાપ્તિ વડે અપર્યાપ્તાને અન્ય આચાર્યને મતે છે એમ સમજવું. એ જ પ્રમાણે દેવ-નારકોને અપર્યાપ્તાવસ્થામાં કાર્યણ વૈક્રિયમિશ્ર અને વૈક્રિયકાયયોગ હોય છે. સ્વમતે તો સ્વયોગ્ય સઘળી પર્યાપ્તિ વડે પર્યાપ્તાને ઔદારિક કે વૈક્રિય કાયયોગ હોય છે. જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય ત્યાં સુધી મનુષ્ય-તિર્યંચને કાર્પણ અને ઔદારિકમિશ્ર, દેવ-ના૨કોને કાર્પણ અને વૈક્રિયમિશ્રયોગ હોય છે. તથા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ તિર્યંચોમાં અને પર્યાપ્ત મનુષ્યોમાં ઔદારિક કાયયોગ હોય છે, અને દેવ-નારકોમાં વૈક્રિયયોગ હોય છે. પર્યાપ્ત વાયુકાયમાં વૈક્રિય, વૈક્રિયમિશ્ર, અને ગાથાને અંતે મૂકેલ ‘ચ’ શબ્દ અનુક્તનો સમુચ્ચાયક હોવાથી ઔદારિક એમ ત્રણ યોગ હોય છે. વૈક્રિયદ્ઘિક કેટલાક વાયુકાય જીવોને હોય છે, સઘળાને નહિ. પન્નવણા સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે-તિર્દૂ તાવ ાસીળું વેન્વિયદ્વી રેવનસ્થિ વાયરપન્નત્તાનું પિ સંસ્વેપ્નમાĪસ્પત્તિ' ત્રણ રાશિ-સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત અને બાદરએકેન્દ્રિય અપર્યાપ્તએ ત્રણ રાશિના જીવોને વૈક્રિયલબ્ધિ હોતી જ નથી. બાદર પર્યાપ્ત વાયુકાયમાંથી તેના સંખ્યાતમા ભાગના જીવોને જ વૈક્રિયલબ્ધિ હોય છે. હવે જીવસ્થાનોમાં ઉપયોગો કહે છે. मइसुयअन्नाण अचक्खु दंसणेक्कारसेसु ठाणेसु । पज्जत्त - चउपणिदिसु सचक्खु सन्नीसु बारसवि ॥८ ॥ मतिश्रुताज्ञानाचक्षुर्दर्शनान्येकादशसु स्थानेषु । पर्याप्तचतुःपञ्चेन्द्रियेषु सचक्षूंषि संज्ञिषु द्वादशापि ॥८॥ અર્થ—અગિયાર જીવસ્થાનોમાં મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુર્દર્શન એ ત્રણ ઉપયોગો હોય છે. પર્યાપ્ત ચરન્દ્રિય અને પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ચક્ષુર્દર્શન સહિત ચાર ઉપયોગ હોય છે અને સંન્નીમાં બારે ઉપયોગ હોય છે. ટીકાનુ—પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, અપર્યાપ્ત ચરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંશી પંચેન્દ્રિય એ અગિયાર જીવસ્થાનોમાં મતિઅજ્ઞાન
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy