________________
૩૩૨
देशविघातित्वादितरः कटकम्बलांशुकसङ्काशः । विविधबहुश्छिदभृतोऽल्पस्नेहोऽविमलश्च ॥४०॥
અર્થ—ઇતર-દેશઘાતિરસ દેશઘાતિ હોવાથી કટ, કંબળ અને વસ્ત્રના જેવા અનેક છિદ્રથી ભરેલો, અલ્પ સ્નેહયુક્ત અને અનિર્મળ છે.
પંચસંગ્રહ-૧
ટીકાનુ—ઇતર દેશઘાતિરસ પોતાના વિષયના એક દેશને ઘાત કરતો હોવાથી તે દેશઘાતિ છે. અને તે ક્ષયોપશમરૂપ અનેક પ્રકારનાં છિદ્રથી ભરેલો છે. તે આ પ્રકારે—
કોઈક વાંસના પત્રની બનાવેલી સાદડીની જેમ અતિસ્થૂલ સેંકડો છિદ્રયુક્ત હોય છે, કોઈક કંબલની જેમ મધ્યમ સેંકડો છિદ્ર યુક્ત હોય છે, અને કોઈક તથાપ્રકારના મતૃણસુંવાળા કોમળ વસ્ત્રની જેમ અત્યંત બારીક-સૂક્ષ્મ છિદ્ર યુક્ત હોય છે. તથા અલ્પ સ્નેહાવિભાગના સમુદાયરૂપ અને નિર્મળતા રહિત હોય છે.
હવે અઘાતિ રસનું સ્વરૂપ કહે છે—
जाण न विसओ घाइत्तणंमि ताणंपि सव्वघाइरस । जायइ घाइसगासेण चोरया वेहचोराणं ॥४१॥
यासां न विषयो घातित्वे तासामपि सर्वघातिरसः । जायते घातिसकाशात् चौरता वेहाचौराणाम् ॥४१॥
અર્થજે પ્રકૃતિઓનો ઘાતિપણાને આશ્રયી કોઈ વિષય નથી તેઓનો પણ સર્વઘાતિ કર્મપ્રકૃતિઓના સંસર્ગથી સર્વઘાતિ રસ થાય છે. જેમ ચોર નહિ છતાં ચોરના સંસર્ગથી ચો૨૫ણું થાય છે તેમ.
ટીકાનુ—જે કર્મપ્રકૃતિઓનો ઘાતિપણાને આશ્રયી કોઈપણ વિષય નથી એટલે કે જે કર્મપ્રકૃતિઓ જ્ઞાનાદિ કોઈ પણ ગુણનો ઘાત કરતી નથી તે પ્રકૃતિઓનો પણ સર્વઘાતિ પ્રકૃતિઓના સંસર્ગથી સર્વઘાતિ ૨સ થાય છે. જેમ બળવાનની સાથે રહેલો નબળો પણ સ્વયં પોતામાં જોર નહિ છતાં જોર કરે છે, તેમ અઘાતિ કર્મની પ્રકૃતિઓ પણ સર્વઘાતિના સંસર્ગથી તેના જેવી થઈ અનુભવાય છે.
અહીં દૃષ્ટાંત કહે છે—જેમ પોતે ચોર નહિ છતાં ચોરના સંસર્ગથી ચોરપણું પ્રાપ્ત થાય છે, તેમ સ્વયં અઘાતિ છતાં ઘાતિના સંબંધથી ઘાતિપણાને પ્રાપ્ત થાય છે. ઘાતિકર્મના સંબંધ વિનાની અઘાતિ કર્મપ્રકૃતિઓ આત્માના કોઈ ગુણને હણતી નથી. ૪૧
હવે સંજ્વલન અને નોકષાયના દેશઘાતિપણાનો વિચાર કરતાં કહે છે—
૧. અહીં મતિજ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમને વાંસના પત્રની બનાવેલી સાદડીના છિદ્રની ઉપમા આપી છે. જેમ તેમાં મોટાં મધ્યમ અને સૂક્ષ્મ અનેક છિદ્રો હોય છે, તેમ કોઈકમાં તીવ્ર ક્ષયોપશમ, કોઈકમાં મધ્યમ અને કોઈકમાં અલ્પ ક્ષયોપશમરૂપ વિવર હોય છે. એટલે તે ઉપમા ઘટી શકે છે.