________________
તૃતીયદ્વાર
દેશઘાતિ રસનું સ્વરૂપ કહે છે—
जो घाइ सविसयं सयलं सो होइ सव्वघाइरसो । सो निच्छिदो निद्धो तणुओ फलिहब्भहरविमलो ॥३९॥
यो घातयति स्वविषयं सकलं स भवति सर्वघातिरसः । स निश्छिद्रः स्निग्धस्तनुकः स्फटिकाब्भ्रहरविमलः ॥३९॥
૩૩૧
અર્થજે રસ પોતાના વિષયને સંપૂર્ણપણે હણે તે રસ સર્વઘાતિ કહેવાય અને તે રસ છિદ્ર વિનાનો, સ્નિગ્ધ, તનુક, અને સ્ફટિક તથા અભ્રકના ઘરના જેવો નિર્મળ છે.
ટીકાનુ—જે રસ પોતાના જ્ઞાનાદિ વિષયને મેઘના દૃષ્ટાંતે સંપૂર્ણપણે હણે. જ્ઞાનાદિ ગુણના જાણવા આદિરૂપ પોતાના કાર્યને સિદ્ધ કરવા અસમર્થ કરે એટલે કે જેને લઈ જ્ઞાનાદિગુણ જાણવા આર્દિરૂપ પોતાનું કાર્ય સિદ્ધ ન કરી શકે તે રસ સર્વઘાતિ કહેવાય છે.
હવે તે રસ કેવો છે તે કહે છે કે—તાંબાના પાત્રની જેમ છિદ્ર વિનાનો, ઘી આદિની જેમ સ્નિગ્ધ, દ્રાક્ષા આદિની જેમ અલ્પ પ્રદેશથી બનેલ અને સ્ફટિક તથા અભ્રકના ઘરની જેમ નિર્મળ હોય છે. રસ એ ગુણ હોવાથી કેવળ રસ ન સમજવો, પરંતુ રસસ્પÁકનો સમૂહ આવા સ્વરૂપવાળો છે એમ સમજવું. ૩૯
આ ગાથામાં દેશઘાતિ રસનું સ્વરૂપ કહે છે——
देसविघाइत्तणओ इयरो कडकंबलंसुसंकासो । विविहबहुछिदभरिओ अप्पसिणेहो अविमलो य ॥४०॥
૧. અહીં રસનું સ્વરૂપ કહ્યું છે. અહીં કેવળ રસ હોતો નથી, પરંતુ રસસ્પર્ધકો હોય છે, કારણ કે રસ ગુણી છે. તે ગુણ પરમાણુ વિના રહી શકે નહિ, માટે રસ કહેવાથી તેવા રસયુક્ત સ્પર્ધકો લેવા. તેમાં સર્વઘાતિ રસ સ્પર્ધકો તાંબાના પાત્રની જેમ છિદ્ર વિનાના હોય છે. એટલે જેમ ત્રાંબાના પાત્રમાં છિદ્ર નથી હોતાં અને પ્રકાશક વસ્તુની પાછળ તે મૂક્યું હોય તો તેનો પ્રકાશ બહાર આવે છે તેમ સર્વઘાતિ રસસ્પર્ધ્વકોમાં ક્ષયોપશમરૂપ છિદ્રો હોતાં નથી પરંતુ તેને ભેદીને પ્રકાશ બહાર આવે છે. તથા ધૃતાદિ જેમ સ્નિગ્ધ હોય છે, તેમ સર્વધાતિ રસ પણ અત્યંત ચીકાશયુક્ત હોવાથી અલ્પ પણ ઘણું કામ કરી શકે છે. તથા જેમ દ્રાક્ષા અલ્પ પ્રદેશથી બનેલી છતાં તૃપ્તિરૂપ કાર્ય કરવા સમર્થ છે તેમ સર્વધાતિ કર્મપ્રકૃતિઓના ભાગમાં અલ્પદલિકો આવવા છતાં તેઓ તેવા પ્રકારના તીવ્ર રસવાળા હોવાથી જ્ઞાનાદિ ગુણને દબાવવા રૂપ કાર્ય કરવા સમર્થ થાય છે. તેથા સ્ફટિક જેવા નિર્મળ કહેવાનું કારણ કોઈ વસ્તુની આડે સ્ફટિક રહેલું હોય છતાં તેની આરપાર જેમ તે વસ્તુનો પ્રકાશ આવે છે તેમ સર્વઘાતિ રસસ્પર્ધ્વકને ભેદી જડ ચૈતન્યનો સ્પષ્ટ વિભાગ માલૂમ પડે તેવો પ્રકાશ બહાર આવે છે. દેશઘાતિ રસ તેવો હોતો નથી. તેમાં ક્ષયોપશમરૂપ છિદ્રની જરૂર હોય છે. ક્ષયોપશમરૂપ છિદ્ર જો ન હોય તો તે કર્મ ભેદી તેનો પ્રકાશ બહાર ન આવે, એટલા માટે અનેક પ્રકારનાં છિદ્રથી ભરેલો કહ્યો છે. તેમજ તેને અલ્પસ્નેહવાળો કહ્યો છે, કારણ કે તેમાં સર્વાતિ રસ જેટલી શક્તિ નથી હોતી તેથી તેના ભાગમાં વધારે પુદ્ગલો આવે છે તેથી તે રસ અને પુદ્ગલો બંને મળી કાર્ય કરે છે. તેમજ તેને અનિર્મલ કહ્યો છે, કારણ કે તેને ભેદીને પ્રકાશ બહાર આવી શકતો નથી.