SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પંચસંગ્રહ-૧ જીવો બે પ્રકારે છે–સંજ્ઞી અને અસંજ્ઞી. તેમાં ભૂત, વર્તમાન અને ભાવી પદાર્થોના સ્વભાવનો જે વિચાર કરવો તે સંજ્ઞા અને સંજ્ઞાવાળા હોય તે સંશી કહેવાય છે. છે. તેમાં આહારાદિ પુદ્ગલોનાં ગ્રહણ અને પરિણમનના કારણભૂત આત્માની જે શક્તિવિશેષ તે પર્યાપ્તિ'. અને તે ૧, પર્યાપ્તિઃ ક્રિયાપરિસમાપ્તિરાત્મનઃ વિવક્ષિત આહારગ્રહણ, શરીરનિર્વતનાદિ ક્રિયા કરવામાં સમર્થ કરણની નિષ્પત્તિ તે પર્યાપ્તિ, તે પુદ્ગલરૂપ છે અને તે તે ક્રિયાના કર્તા આત્માનું કરણવિશેષ છે. જે કરણવિશેષથી આત્મામાં આહારાદિ ગ્રહણ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થાય તે કરણ જે પુદ્ગલોથી નીપજે તેવા પ્રકારના પરિણામવાળા, આત્માએ ગ્રહણ કરેલાં પુગલો પર્યાપ્તિ શબ્દથી વ્યવહારાય છે. જેમ કે-આહારગ્રહણ કરવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે આહારપર્યાપ્તિ, શરીરના કરણની નિષ્પતિ તે શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયના કરણની ઉત્પત્તિ તે ઇન્દ્રયપર્યાપ્તિ, ઉશ્વાસ અને નિઃશ્વાસને યોગ્ય કરણની ઉત્પત્તિ તે પ્રાણાપાનપર્યાપ્તિ. ભાષાયોગ્ય પુગલોને ગ્રહણ કરવામાં અને છોડવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે ભાષાપર્યાપ્તિ. કહ્યું છે કે-“આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનની ઉત્પત્તિ જે પુદ્ગલોથી થાય છે તેના પ્રતિ જે કરણ તે પર્યાપ્તિ. (સિદ્ધાન્તમાં છ પર્યાપ્તિઓ પ્રસિદ્ધ છે તો અહીં પાંચ પર્યાપ્તિઓ કેમ કહી ? તેનો. ઉત્તર એ છે કે અહીં ઇન્દ્રિય પર્યાપ્તિઓ ગ્રહણથી મન પર્યાપ્તિનું ગ્રહણ કરેલું છે, માટે પાંચ પર્યાપ્તિઓ કહી છે. (પ્રશ્ન) શાસ્ત્રકારે મનને અનિન્દ્રિય કહ્યું છે. તો ઇન્દ્રિયના પ્રહણથી મનનું ગ્રહણ કેમ થાય ? (ઉત્તર) જેમ શબ્દાદિ વિષયને ગ્રહણ કરનાર સાક્ષાત્ ચક્ષુ આદિ છે, તેવું મન નથી, અને સુખાદિને સાક્ષાત્ ગ્રહણ કરનાર મન છે, માટે મન સંપૂર્ણ ઇન્દ્રિય નથી, પણ ઈન્દ્ર આત્માનું લિંગ હોવાથી ઇન્દ્રિય પણ છે. અહીં પાંચ જ પર્યાપ્તિઓ કહી છે તે બાહ્ય કરણની અપેક્ષાએ જાણવી, પણ અંતઃકરણ છે માટે મન:પર્યાપ્તિ જુદી કહી છે, તેમાં કંઈપણ દોષ નથી. બન્ને પ્રકારે મન:પર્યાપ્તિનો સંભવ છે. અહીં તૈજસ અને કાર્મણ શરીર સહિત જ આત્માની વિવક્ષિત ક્રિયાની પરિસમાપ્તિ એટલે વિવક્ષિત ક્રિયા કરવામાં સમર્થ કરણની ઉત્પત્તિ તે પર્યાપ્તિ. ઔદારિકાદિ શરીરની પ્રથમ ઉત્પત્તિમાં જ આ પર્યાપ્તિઓનો વિચાર કર્યો છે.) આ છયે પર્યાપ્તિઓનો આરંભ એક સાથે થાય છે અને અનુક્રમે પૂરી થાય છે પણ સાથે પૂરી થતી નથી. કારણ કે ઉત્તરોત્તર પર્યાપ્તિઓ,અધિક અધિક કાળે સમાપ્ત થાય છે. તેમાં આહાર પર્યાપ્તિનું સ્વરૂપ ભાષ્યકાર કહે છે-“શરીરેન્દ્રિય-વા-મનઃપ્રાણાપાનયોગ્યદલિકદ્રવ્યાકરણક્રિયા–પરિસમાપ્તિરાહારપર્યાપ્તિઃ ” શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને પ્રાણાપાન-શ્વાસોચ્છવાસને યોગ્ય દલિક-પુગલોની આહરણ-પ્રહણ ક્રિયાની પરિસમાપ્તિ તે આહારપર્યાપ્તિ કરણવિશેષ છે. અહીં મનના ગ્રહણ કરવાથી સ્પષ્ટ રીતે ઈન્દ્રિય પર્યાપ્તિના ગ્રહણથી મન:પર્યાપ્તિનું ગ્રહણ કર્યું છે. “ગૃહીતસ્ય શરીરતયા સંસ્થાપનક્રિયા-પરિસમાપ્તિઃ શરીરપર્યાપ્તિઃ ' સામાન્ય રૂપે ગ્રહણ કરેલાં પુદ્ગલોને શરીરરૂપે સંસ્થાપન-રચના ક્રિયાની પરિસમાપ્તિ તે શરીરપર્યાપ્તિ. અહીં પ્રજ્ઞાપના સૂત્રના ટીકાકારે પર્યાપ્તિની વ્યાખ્યામાં ઉત્પત્તિસ્થાને આવીને જીવ જે પુદ્ગલો ગ્રહણ કરે છે અને પછી પ્રતિસમય જે પુદ્ગલો ગ્રહણ કરાય છે—એમ સામાન્ય રૂપે કહ્યું છે, પણ કયાં પગલો ગ્રહણ કરે છે–એમ સ્પષ્ટ કહ્યું નથી, પરંતુ તત્ત્વાર્થકારે આહારપર્યાપ્તિની વ્યાખ્યામાં વિશેષપણે શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરવાનો કહ્યાં છે. પ્રથમ સમયે ગ્રહણ કરેલાં તેમ જ પ્રતિસમય ગ્રહણ કરાતાં એવાં તે પુદ્ગલોથી જ કરણની નિષ્પત્તિ થાય છે તે પર્યાપ્તિશદ્વાચ્ય છે. તેથી એમ પણ જણાય છે કે શરીરને યોગ્ય પગલોથી શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયને યોગ્ય પુદ્ગલોથી ઇન્દ્રિયપર્યાપ્તિ, ભાષાને યોગ્ય પુદ્ગલોથી ભાષાપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલોથી • શ્વાસોચ્છવાસ પર્યાપ્ત અને મનને યોગ્ય પુદ્ગલોથી મન:પર્યાપ્તિની નિષ્પત્તિ સંભવે છે. ‘ત્વગાદીન્દ્રિયનિર્વર્તનક્રિયાપરિસમાપ્તિરિન્દ્રિયપર્યાપ્તિઃ ત્વસ્પર્શનેન્દ્રિય અને આદિ શબ્દથી, રસન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર અને મન; તેઓના સ્વરૂપને ઉત્પન્ન કરવાની ક્રિયાની પરિસમાપ્તિ તે ઇન્દ્રિયપર્યાપ્તિ.‘પ્રાણાપાનક્રિયાયોગ્યદ્રવ્યગ્રહણ-નિસર્ગશક્તિનિર્વતન-ક્રિયાપરિસમાપ્તિઃ પ્રાણાપાનપર્યાપ્તિઃ' ઉચ્છવાસ અને નિઃશ્વાસની ક્રિયાને યોગ્ય શ્વાસોચ્છવાસ વર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરવાની અને મૂકવાની શક્તિસામર્થ્યને
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy