________________
તૃતીયદ્વાર
. અર્થનિર્માણ, સ્થિર, અસ્થિર, તૈજસ, કાર્પણ, વર્ણાદિચાર, અગુરુલઘુ, શુભ, અશુભ, જ્ઞાનાવરણીય અને અંતરાયની દશ, દર્શનાવરણીય ચાર અને મિથ્યાત્વ એ ધ્રુવોદયી પ્રકૃતિઓ છે. ટીકાનુ—ઉદયવિચ્છેદ કાળ પહેલાં જે પ્રકૃતિઓનો હંમેશાં ઉદય હોય તે ધ્રુવોદયી કહેવાય છે. તે પ્રકૃતિઓ તે આનિર્માણ, સ્થિર, અસ્થિર, તૈજસ, કાર્મણ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ વર્ણચતુષ્ક, અગુરુલઘુ, શુભ અને અશુભ એ બાર નામકર્મની ધ્રુવોદયી પ્રકૃતિઓ છે. એનો પૃથક્ નિર્દેશ અભિપ્રાયપૂર્વક છે. અને તે એ કે સામાન્યથી જ્યાં નામકર્મની ધ્રુવોદયી પ્રકૃતિઓ લેવાનું કહે ત્યાં આ બાર પ્રકૃતિઓ લેવી. હવે ઘાતિકર્મની ધ્રુવોદયી પ્રકૃતિઓ કહે છે—જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ, ચક્ષુ, અચક્ષુ, અવિધ અને કેવલદર્શનાવરણીય એ દર્શનાવરણીય ચાર અને મિથ્યાત્વમોહનીય એ પંદર ઘાતિ પ્રકૃતિઓ ધ્રુવોદયી છે. કુલ સત્તાવીસ થાય છે.
હવે કઈ પ્રકૃતિઓનો કયા ગુણસ્થાનક પર્યંત નિરંતર ઉદય હોય છે, તે કહે છે— અગુરુલઘુ આદિ નામકર્મની ધ્રુવોદયી પ્રકૃતિઓ તેરમા ગુણસ્થાનકના ચરમ સમય પર્યંત, મિથ્યાત્વ મોહનીય પ્રથમ ગુણસ્થાનકના ચરમ સમય પર્યંત, અને શેષ ઘાતિ પ્રકૃતિઓ બારમા ગુણસ્થાનકના ચરમ સમય પર્યંત નિરંતર ઉદયમાં હોય છે, તેથી તે ધ્રુવોદયી કહેવાય છે.
309
શેષ પંચાણું પ્રકૃતિઓ અધ્રુવોદયી છે, અવોદયી હોવાનું કારણ ગતિનામાદિ ઘણી પ્રકૃતિઓ પરસ્પર વિરોધી છે અને તીર્થંકર આદિ કેટલીક પ્રકૃતિઓનો સર્વ કાળે ઉદય હોતો નથી તે છે. પંચાણું પ્રકૃતિઓનાં નામો સુગમ હોવાથી અહીં બતાવ્યાં નથી. ૧૬
હવે સર્વઘાતી પ્રકૃતિઓ બતાવે છે—
केवलियनाणदंसणआवरणं बारसाइमकसाया । मिच्छत्तं निद्दाओ इय वीसं सव्वघाईओ ॥१७॥
कैवलिकज्ञानदर्शनावरणं द्वादशाद्यकषायाः ।
मिथ्यात्वं निद्रा इति विंशतिः सर्व्वघातिन्यः ॥१७॥
અર્થ—કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ આદિના બાર કષાય, મિથ્યાત્વ, અને નિદ્રા એ વીસ સર્વઘાતિની પ્રકૃતિઓ છે.
ટીકાનુ—જેનો શબ્દાર્થ પહેલાં કરી આવ્યા તે સર્વઘાતિની પ્રકૃતિઓ વીસ છે. તે આ પ્રમાણે—કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ, અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ બાર કષાય, મિથ્યાત્વમોહનીય અને પાંચ નિદ્રા.
ઘાતિ પ્રકૃતિઓની અંદરની મતિજ્ઞાનાવરણાદિ શેષ પચીસ પ્રકૃતિઓ દેશઘાતિ છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુની સઘળી પ્રકૃતિઓ અઘાતિ છે.
૧. અહીં દેશઘાતિ આદિનો બંધની અપેક્ષાએ વિચાર કર્યો છે, એટલે કુલ એકસોવીસ પ્રકૃતિઓ થાય છે. ઉદયની અપેક્ષાએ વિચારીએ તો સમ્યક્ત્વ, મિશ્રમોહનીય સાથે ઘાતિકર્મની સુડતાળીસ પ્રકૃતિઓ લેવી. તેમાં સમ્યક્ત્વ મોહનીયનો દેશઘાતિમાં અને મિશ્રમોહનીયનો સર્વઘાતિમાં સમાવેશ થાય છે. સરવાળે ઉદયની અપેક્ષાએ એકસો બાવીસ પ્રકૃતિઓ થાય છે.