________________
પંચસંગ્રહ-૧
ગુણસ્થાનકથી આગળના કોઈ પણ ગુણઠાણે મિથ્યાત્વનો ઉદય નથી માટે ઉપરના ગુણઠાણે તેનો બંધ પણ નથી.
૩૦૬
અનંતાનુબંધિચતુષ્ક, અને ત્યાનર્ધિત્રિક સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સુધી બંધાય છે. આગળ ઉપર અનંતાનુબંધીના ઉદયરૂપ હેતુનો અભાવ હોવાથી તે બંધાતી નથી. એ પ્રકૃતિઓના બંધમાં અનંતાનુબંધિ કષાયના ઉદયજન્ય આત્મપરિણામ હેતુ છે.
અપ્રત્યાખ્યાનાવરણીય કષાય અવિરતિ સમ્યગ્દષ્ટિપર્યંત બંધાય છે. આગળ ઉપર તેઓના ઉદયનો અભાવ હોવાથી બંધાતા નથી. આદિના બાર કષાયનો તેઓનો જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી જ તજ્જન્ય આત્મપરિણામ વડે બંધ થાય છે. એ પ્રમાણે પ્રત્યાખ્યાનાવરણીય દેવરિત પર્યંત બંધાય છે.
નિદ્રા અને પ્રચલા અપૂર્વકરણના પ્રથમ ભાગ સુધી બંધાય છે. આગળ ઉપર તેના બંધયોગ્ય પરિણામનો અસંભવ હોવાથી બંધાતી નથી.
એ પ્રમાણે અગુરુલઘુ આદિ નામકર્મની ધ્રુવબંધિની નવ પ્રકૃતિઓ અપૂર્વકરણના ચરમસમય પર્યંત બંધાય છે. સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ અનિવૃત્તિબાદરસંપરાય ગુણસ્થાનક પર્યંત બંધાય છે. આગળ ઉપર બાદર કષાયના ઉદયનો અભાવ હોવાથી બંધાતી નથી. કેમ કે તેઓના બંધમાં બાદર કષાયનો ઉદય હેતુ છે.
જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, અને અંતરાય પાંચ એ સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકના ચરમસમય પર્યંત બંધાય છે. આગળ ઉપર તેના બંધમાં હેતુભૂત કષાયનો ઉદય નહિ હોવાથી બંધાતી નથી.
શેષ ગતિચતુષ્ક, આનુપૂર્વી ચતુષ્ક, જાતિપંચક, વિહાયોગતિદ્વિક, સંસ્થાનષટ્ક, સંઘયણષટ્ક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, ઔદારિકદ્ધિક, ત્રસદશક, સ્થાવરદશક, તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છ્વાસ, સાતા અસાતાવેદનીય, ઉચ્ચ, નીચ ગોત્ર, હાસ્ય, રતિ, શોક, અરતિ, એ હાસ્યચતુષ્ક, ત્રણ વેદ અને ચાર આયુ એ તોત્તેર પ્રકૃતિઓ અવબંધિની છે. કારણ કે તે તે પ્રકૃતિઓના સામાન્ય બંધહેતુઓ છતાં પણ પરસ્પર વિરોધી હોવાથી દરેક સમયે બંધાતી નથી પણ અમુક અમુક ભવાદિ યોગ્ય પ્રકૃતિઓ બંધાતાં બંધાય છે. ૧૫
આ પ્રમાણે સપ્રતિપક્ષ ધ્રુવબંધી પ્રકૃતિઓ કહી. હવે ધ્રુવોદયી કહે છે— निम्माणथिराथिरतेयकम्मवण्णाइअगुरुसुहमसुहं । नाणंतरायदसगं दंसणचउमिच्छ निच्चदया ॥१६॥
निर्माणस्थिरास्थिरतैजसकार्मणवर्णाद्यगुरुलघुशुभाशुभम् । ज्ञानान्तरायदशकं दर्शनचतुः मिथ्यात्वं नित्योदयाः ॥१६॥
૧. નામકર્મની ધ્રુવબંધિની નવ પ્રકૃતિઓ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ પર્યંત બંધાય છે. જુઓ બીજો કર્મગ્રંથ ગાથા ૯-૧૦. અહીં ટીકામાં ચરમ સમય પર્યંત બંધાય છે એમ કહ્યું છે, અને ભવ જુગુપ્સા
આઠમાના અંતસમય સુધી બંધાય છે એ હકીકત કહી નથી. કારણ બહુશ્રુત જાણે.