SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમહાર પ્રશ્ન-જ્યારે કાર્મણશરીર યુક્ત આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યારે જતાં આવતાં કેમ દષ્ટિપથમાં આવતો નથી–દેખાતો નથી ? ઉ–કર્મપુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોના વિષયભૂત થતા નથી. બીજાઓએ પણ કહ્યું છે કે –“એક ભવમાંથી બીજા ભવમાં જતાં વચ્ચે ભવશરીર–ભવની સાથે સંબંધવાળું શરીર છતાં પણ નીકળતાં અને પ્રવેશ કરતાં સૂક્ષ્મ હોવાથી દેખાતું નથી. પરંતુ નહિ દેખાવાથી તેનો અભાવ ન સમજવો.” આ પ્રમાણે ચાર પ્રકારે મનોયોગ, ચાર પ્રકારે વચનયોગ અને સાત પ્રકારે કાયયોગ એમ પંદર યોગો કહ્યા. અહીં કોઈ શંકા કરે કે તૈજસશરીર પણ છે કે જે ખાધેલા આહારના પાકનું કારણ છે, અને જે વડે વિશિષ્ટ તપવિશેષથી ઉત્પન્ન થયેલ તેજોલેશ્યાલબ્ધિવાળા પુરુષની તેજોલેશ્યાનું નીકળવું થાય છે. તો શા માટે તે કહ્યું નહિ ? એટલે કે તૈજસયોગ જુદો કેમ ન કહ્યો ? તેના જવાબમાં કહે છે કે, તૈજસ શરીર હંમેશાં કાર્મણ સાથે આવ્યભિચારી–નિયત સંબંધવાળું હોવાથી તે કામણના ગ્રહણ કરવા વડે તેનું પણ ગ્રહણ કર્યું છે એમ સમજવું. આ પ્રમાણે યોગોનું સ્વરૂપ કહ્યું. યોગોનું સ્વરૂપ કહીને હવે ઉપયોગો કહે છે– अन्नाणतिगं नाणाणि पंच इइ अट्टहा उ सागारो । अचक्खुदंसणाइ चहुवओगो अणागारो ॥५॥ अज्ञानत्रिकं ज्ञानानि पञ्च इत्यष्टधा तु साकारः । अचक्षुर्दर्शनादिकः चतुर्दोपयोगोऽनाकारः ॥५॥ અર્થ–ત્રણ અજ્ઞાન અને પાંચ જ્ઞાન એમ આઠ પ્રકારે સાકાર ઉપયોગ છે, અને અચક્ષુદર્શનાદિ ચાર પ્રકારે નિરાકાર ઉપયોગ છે. ટીકાનુ– જે જાણી શકાય તે જ્ઞાન. સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે વસ્તુનું સ્વરૂપ છે, તેમાં જે વડે વિશેષ-નામ જાતિ ગુણ અને લિંગાદિ યુક્ત વિશેષરૂપ બોધ થાય તે જ્ઞાન કહેવાય. અ-વિપરીત જ્ઞાન તે અજ્ઞાન. અજ્ઞાન શબ્દની અંદરનો “અ” મિથ્યા-વિપરીત અર્થનો વાચક હોવાથી મિથ્યા-વિપરીત જે જ્ઞાન તે અજ્ઞાન એ અર્થ થાય છે. તેના ત્રણ ભેદ છે : ૧. મતિઅજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન અને, ૩. વિર્ભાગજ્ઞાન. તેઓનું સ્વરૂપ આગળ કહેવાશે. વસ્તુના યથાર્થ બોધને જ્ઞાન કહે છે. તેના ૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન અને, ૫. કેવળજ્ઞાન–એમ પાંચ ભેદ છે. તેમાં પ્રથમ મતિજ્ઞાનનો અર્થ કહે છે-મન્ ધાતુ જાણવાના અર્થમાં છે. મનન કરવું–જાણવું તે મતિ. અથવા પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા જે વડે નિયત વસ્તુનો બોધ થાય તે મતિ. એટલે કે જે સ્થળે રહેલા વિષયને ઇન્દ્રિયો જાણી શકે તે સ્થળે રહેલા વિષયનો પાંચ ઇન્દ્રિય અને મનરૂપ સાધન દ્વારા જે બોધ થાય તે મતિજ્ઞાન. “શ્રવ કૃતમ્' શ્રવણ કરવું તે શ્રત. વાચ્યવાચકભાવના સંબંધપૂર્વક શબ્દ સંબંધી અર્થને જાણવામાં હેતુભૂતજ્ઞાનવિશેષ શ્રુતજ્ઞાન કહેવાય છે. જળધારણ આદિ અર્થક્રિયા કરવામાં સમર્થ અમુક પ્રકારની આકૃતિવાળી વસ્તુ એ ઘટ શબ્દ વડે વાચ્ય છે ઇત્યાદિ સ્વરૂપે જેમાં સમાન પરિણામ પ્રધાનરૂપે છે એવો શબ્દ અને અર્થની વિચારણાને અનુસરીને થયેલો ઇન્દ્રિય અને
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy