________________
પંચસંગ્રહ-૧ ‘પદાર:' શબ્દની જેમ “આહારક' શબ્દ બનેલ છે. નીચે જણાવેલ કાર્ય પ્રાપ્ત થાય ત્યારે શ્રુતકેવલી આહારક શરીર કરે છે, તે કાર્ય આ છે–પ્રાણીઓની દયાવાળા પરમાત્માની ઋદ્ધિનું દર્શન, સૂક્ષ્મ * પદાર્થનું જ્ઞાન અને સંશયનો નાશ કરવા માટે શ્રુતકેવલીઓનું આહારક શરીર દ્વારા પરમાત્માના ચરણકમલમાં ગમન થાય છે.” આ આહારક શરીર વૈક્રિયશરીરની અપેક્ષાએ અત્યંત પ્રશસ્ત છે અને સ્ફટિકની શિલાની જેમ અત્યંત નિર્મળ પુદ્ગલના સમૂહથી બનેલું છે. આહારકમિશ્ર આહારકના પ્રારંભકાળે અથવા ત્યાગકાળ હોય છે, તે પણ ક્વચિત્ હોય છે, કારણ કે બધા શ્રુતકેવલીઓને આહારકલબ્ધિ હોતી નથી. કેટલાકને હોય તે પણ ઉપરોક્ત કારણો છતાં લબ્ધિનો ઉપયોગ કરે ત્યારે કરતાં અને છોડતાં આહારકમિશ્ર હોય છે. હવે ઔદારિક કાયયોગ કહે છે – ઉદાર એટલે પ્રધાન શ્રેષ્ઠ જે શરીર તે ઔદારિક. ઉદાર શબ્દ વિનયઢિ ગણપાઠમાં હોવાથી રૂ| પ્રત્યય લાગી ઔદારિક શબ્દ બનેલ છે. બીજાં શરીરો કરતાં આ શરીરનું પ્રાધાન્ય-શ્રેષ્ઠત્વ તીર્થંકર અને ગણધરના શરીરની અપેક્ષાએ સમજવાનું છે, કારણ કે તીર્થકર અને ગણધરના શરીરની અપેક્ષાએ અનુત્તર દેવતાનું શરીર પણ—જો કે દેવોનું શરીર અત્યંત કાંતિવાળું અને પ્રશસ્ત છે તેમાં પણ અનુત્તર સુરનું શરીર તો અત્યંત વધારે કાંતિવાળું અને પ્રશસ્ત છે છતાં અનંતગુણહીન છે. અથવા ઉદાર–મોટું જે શરીર તે ઔદારિક, કારણ કે તે કંઈક અધિક એક હજાર યોજના પ્રમાણ મોટામાં મોટું હોઈ શકે છે. તેથી તે શેષ શરીરની અપેક્ષાએ બૃહત્ પ્રમાણવાળું છે. વૈક્રિય શરીરથી આ શરીરની મોટાઈ ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ જાણવી. નહિ તો ઉત્તર વૈક્રિય એક લક્ષયોજનપ્રમાણ પણ હોય છે. આ પ્રમાણે ઔદારિક શરીરનું સ્વરૂપ કહ્યું. ઔદારિકમિશ્ર મનુષ્ય અને તિર્યંચોને અપર્યાપ્તાવસ્થામાં હોય છે, અને કેવલીસમુદ્યાતાવસ્થામાં પણ બીજા, છઠ્ઠા અને સાતમા સમયે હોય છે. તથા “મ્પયતિ' હવે કાશ્મણ શરીરનું સ્વરૂપ કહે છે–કર્મથી ઉત્પન્ન થયેલ કર્મરૂપ જે શરીર એટલે કે આઠે કર્મની અનંતાનંત વર્ગણાઓ જે આત્માની સાથે પાણી અને દૂધની જેમ એકાકાર થયેલી છે તેનો જે પિંડ તે કામણશરીર છે. કાર્મણશરીર તે અવયવી છે અને કર્મની દરેક ઉત્તર પ્રવૃતિઓ અવયવો છે, કામણશરીર અને ઉત્તર પ્રકૃતિઓનો અવયવ-અવયવીભાવ સંબંધ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે કર્મનો વિકાર, આઠ પ્રકારનાં વિચિત્ર કર્મનું બનેલું, અને સઘળાં શરીરોનું કારણભૂત જે શરીર તે કાર્મણશરીર જાણવું. આ કાર્મણશરીર ઔદારિકાદિ સઘળાં શરીરોનું કારણભૂત-બીજભૂત છે. કારણ કે ભવપ્રપંચની વદ્ધિ થવામાં બીજભૂત કામણશરીરનો જ્યારે મૂળથી નાશ થાય ત્યારે બાકીનાં શરીરોની ઉત્પત્તિનો સંભવ જ નથી, કાર્મણશરીર છે ત્યાં સુધી જ શેષ શરીર અને સંસાર છે. આ કાર્યણશરીર એક ગતિમાંથી બીજી ગતિમાં જવા માટે ઉત્કૃષ્ટ સાધન છે. કહ્યું છે કે, કાર્મણશરીરથી જ યુક્ત આત્મા મરણદેશને છોડી ઉત્પત્તિસ્થાન તરફ જાય છે.
* જાણેલ પદાર્થને વિશેષરૂપે જાણવું તે સૂક્ષ્મ પદાર્થનું જ્ઞાન અને જાણેલ હકીકત આ જ રીતે છે કે અન્યથા તેવી જે શંકા તે સંશય.
૧. પ્રત્યેક વનસ્પતિકાયનું શરીર કંઈક અધિક એક હજાર યોજનાનું છે. ૨. જન્મથી મરણ પર્યત જે રહે તે ભવધારણીય શરીર કહેવાય.
૩. પોતાના મૂળ શરીરથી અન્ય જે શરીર કરવામાં આવે તે ઉત્તર વૈક્રિય કહેવાયઉત્તર એટલે બીજું. આ શરીર એક સાથે એક અને તેથી વધારે પણ કરી શકાય છે.