________________
૨૫૨
પંચસંગ્રહ-૧
અહીં અવિવક્ષા લાગે છે, તેમજ ઉત્કૃષ્ટથી કાળથકી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. વળી પરભવમાં જતાં ઋજુશ્રેણિની નિરંતર પ્રાપ્તિ પણ ઉત્કૃષ્ટથી તેટલા જ કાળ સુધી હોય છે.
સામાન્યથી બાદર પૃથ્વીકાય, બાદર અપ્લાય, બાદર તેઉકાય, બાદર વાયુકાય, બાદર પ્રત્યેક વનસ્પતિકાય તથા બાદર સાધારણ વનસ્પતિકાયની પ્રત્યેકની અલગ અલગ ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ ચારની અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયની દરેકની જુદી જુદી * સ્વકાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી અને જાન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
સામાન્યથી સાધારણ વનસ્પતિકાય માત્રની ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ અઢી પુદ્ગલપરાવર્તન કાળ પ્રમાણ અને જઘન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
સાસ્વાદનાદિ અધ્રુવ ગુણસ્થાનકોનો નિરંતરકાળ. આ અધ્રુવ આઠ ગુણસ્થાનકો અનેક જીવોને આશ્રયીને પણ જગતમાં કાયમ માટે હોતા નથી એ વાત પ્રથમ આવી ગઈ છે, એટલે એ આઠે ગુણસ્થાનકો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અનેક જીવાશ્રયી નિરંતર જગતમાં કેટલા કાળ સુધી હોય તેનો અહીં વિચાર કરે છે.
સાસ્વાદન અને મિશ્ર આ બે ગુણસ્થાનકો અનેક જીવાશ્રયી ઉત્કૃષ્ટથી જગતમાં ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ સમાન સમય પ્રમાણ એટલે કે અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ કાળ સુધી નિરંતર હોય છે અને જઘન્યથી સાસ્વાદન એક સમય અને મિશ્ર અંતર્મુહૂર્ત કાળ સુધી હોય છે.
ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ત્રણ અને ઉપશાન્તમોહ ગુણસ્થાનકનો અનેક જીવાશ્રયી નિરંતરકાળ જગતમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે પછી અવશ્ય અંતર પડે છે.
ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ, ક્ષીણમોહ તથા અયોગી-ગુણસ્થાનકનો અનેકજીવાશ્રયી નિરંતરકાળ જઘન્યથી તેનો એક જીવાશ્રયી અજઘન્યોત્કૃષ્ટ જે અંતર્મુહૂર્ત કાળ છે તેટલો છે અને ઉત્કૃષ્ટથી તેમાં સાત સમય અધિક છે. પછી અવશ્ય અંતર પડે છે. અહીં કોઈ યુક્તિ જાણવામાં આવતી નથી. માત્ર જિનવચન જ પ્રમાણભૂત છે.
અનેક જીવાશ્રયી નિરંતર ઉત્પત્તિકાળ પૃથ્વીકાયાદિ ચાર, પ્રત્યેક વનસ્પતિકાય તથા સાધારણ વનસ્પતિકાય જીવો નિરંતર પ્રતિસમયે ઉત્પન્ન થાય છે. અંતર છે જ નહિ.
સાધારણ વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાયાદિ દરેક પ્રતિસમયે અસંખ્ય ઉત્પન્ન થાય છે. વળી પૃથ્વીકાયાદિમાંથી સાધારણ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થતા જીવો પણ પ્રતિસમયે અસંખ્ય જ હોય છે, પરંતુ સાધારણ વનસ્પતિકાયમાંથી સાધારણ વનસ્પતિકાય સ્વરૂપે ઉત્પન્ન થતા જીવો