________________
પંચસંગ્રહ-૧
તથા બાદર પર્યાપ્ત અપ્લાયથી બાદર પર્યાપ્ત વાયુકાય અસંખ્યાતગુણા છે. ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રતરના આકાશ પ્રદેશ પ્રમાણ તેઓ છે. તેઓથી પણ અપર્યાપ્ત બાદર તેઉકાય અસંખ્યાતગુણા છે. તેઓ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે, માટે. ૭૨
૨૨૮
હવે અપર્યાપ્ત બાદર વનસ્પતિ આદિના સંબંધમાં કહે છે.
बादर तरू निगोया पुढवीजलवाउतेउ तो सुहुमा । तत्तो विसेसअहिया पुढवी जल पवण काया उ ॥७३॥
बादरतरुनिगोदाः पृथ्वीजलवायुतेजांसि ततः सूक्ष्माः ।
ततः विशेषाधिकाः पृथ्वीजलपवनकायास्तु ॥७३॥
અર્થ—તેઓથી બાદર અપર્યાપ્ત વનસ્પતિકાય અસંખ્યાતગુણા છે. તેઓથી અપર્યાપ્તબાદર નિગોદો અસંખ્યાતગુણા, તેઓથી અપર્યાપ્ત બાદર પૃથ્વી, અર્ અને વાઉ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા, તેઓથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય અસંખ્યાતગુણા છે, અને તેઓથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી, જળ અને વાયુકાય ઉત્તરોત્તર વિશેષાધિક છે.
ટીકાનુ—અપર્યાપ્ત પદની પૂર્વ ગાથામાંથી અનુવૃત્તિ લેવાની છે.
તેથી અપર્યાપ્ત બાદર તેઉકાયના જીવોથી અપર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાય અસંખ્યાતગુણા છે. તેઓથી અપર્યાપ્ત બાદર નિગોદ અસંખ્યાતગુણા છે. તેઓથી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે. તેઓથી અપર્યાપ્ત બાદર અપ્લાય અસંખ્યાતગુણા છે. તેઓથી અપર્યાપ્ત બાદર વાયુકાય અસંખ્યાતગુણા છે. તેઓથી અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય અસંખ્યાતગુણા છે. તેઓથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક છે, તેઓથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાય વિશેષાધિક છે. અને તેઓથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય વિશેષાધિક છે. ૭૩
હવે પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયાદિના સંબંધે અલ્પબહુત્વ કહે છે.
संखेज्ज सुहुम पज्जत्त तेउ किंचिहिय भुजलसमीरा । तत्तो असंखगुणिया सुहुमनिगोया अपज्जत्ता ॥७४॥ संख्येयाः सूक्ष्माः पर्याप्ताः तेजांसि किञ्चिदधिकाः भूजलसमीराः ॥ ततोऽसंख्येयगुणाः सूक्ष्मनिगोदा अपर्याप्ताः ॥७४॥
અર્થ—તેઓથી સૂક્ષ્મ પર્યાપ્ત તેઉકાય સંખ્યાતગુણા, તેઓથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી, જળ અને વાયુ અનુક્રમે વિશેષાધિક વિશેષાધિક છે. તેઓથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે.
ટીકાનુ—અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય જીવોથી પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય સંખ્યાતગુણા છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષ્મ જીવોથી પર્યાપ્ત સૂક્ષ્મ જીવો હંમેશાં ઘણા હોય છે.
તેઓથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાય