________________
દ્વિતીયદ્વાર
૨૧૩
આત્મા ફરી પણ અંતર્મુહૂર્ત પછી ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરી શકે છે, અને અપૂર્વકરણાદિ ગુણસ્થાનકને સ્પર્શે છે. તેથી જઘન્ય અંતર્મુહૂર્ત અંતર ઘટે છે. આ અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ છે. તેથી અપૂર્વકરણાદિ ગુણસ્થાનકાદિની પછી અનિવૃત્તિનાદર અને સૂક્ષ્મસંપરાયાદિ દરેક ગુણસ્થાનકોમાં અંતર્ અંતર્મુહૂર્ત રહેવા છતાં અને શ્રેણિ પરથી પડ્યા પછી અંતર્મુહૂર્ત જવા બાદ અંતર્ અંતર્મુહૂર્વકાળ પ્રમાણ ત્રણ કરણ કરીને વિવક્ષિત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકને સ્પર્શ કરવા છતાં અંતર વિચારીએ તો અંતર્મુહૂર્ત જ થાય છે, અધિક નહિ, કેમ કે ગુણસ્થાનકનું અંતર્મુહૂર્ત નાનું છે, અને અંતરકાળનું મોટું છે એટલે કંઈ વિરોધ નથી.
શંકા–અંતરકાળ કહેવાના પ્રસંગે ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિની વિવફા કેમ કરી ? ક્ષપકશ્રેણિના પણ કેમ ન લીધા ?
ઉત્તર–ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી ફરી તે ગુણસ્થાનકો પ્રાપ્ત થતા નથી, માટે ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોના અંતરનો અભાવ છે. અને આ જ હેતુથી ક્ષીણમોહ સયોગીકેવળી અને અયોગીકેવળી ગુણસ્થાનના અંતરનો પણ વિચાર કર્યો નથી. કેમ કે તે દરેક ગુણસ્થાનક એક વાર જ પ્રાપ્ત થાય છે.
વળી અહીં એમ પણ પ્રશ્ન થાય કે–અંતરકાળમાં બે વાર ઉપશમશ્રેણિ કેમ લીધી ? ત્યારે કહે છે કે–એક વાર ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી તે જ ભવમાં બીજી વાર ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરતો નથી. કારણ કે એક ભવમાં સૂત્રના અભિપ્રાયે બંને શ્રેણિની પ્રાપ્તિનો અસંભવ છે.
કલ્પભાષ્યમાં કહ્યું છે કે—બે શ્રેણિમાંથી એક વિના એક ભવમાં દેશવિરતિ, સર્વવિરતિ આદિ સઘળા ભાવો પ્રાપ્ત થાય છે. શ્રેણિ બેમાંથી એક જ કાં તો ઉપશમશ્રેણિ કાં તો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય છે. માટે બંને વાર અપૂર્વકરણાદિ ગુણસ્થાનકો ઉપશમશ્રેણિ અંતર્ગત વિવિઠ્યા છે.
હવે ઉત્કૃષ્ટ અંતરકાળ કહે છે–મિથ્યાષ્ટિ ગુણસ્થાનકેથી અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકે જઈ ત્યાંથી પડી ફરી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તો તેનું ઉત્કૃષ્ટ અંતર એકસો બત્રીસ સાગરોપમ છે.
એકસો બત્રીસ સાગરોપમ અંતર શી રીતે થાય? તેના ઉત્તરમાં કહે છે કે કોઈ એક મિથ્યાષ્ટિ ક્ષાયોપથમિક સમ્યક્ત પ્રાપ્ત કરી છાસઠ સાગરોપમ પર્યત સમ્યક્ત યુક્ત રહી શકે છે. ત્યારપછી વચમાં અંતર્મુહૂર્ત કાળ મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનકને સ્પર્શી ફરી ક્ષાયોપથમિકસમ્યક્ત પ્રાપ્ત કરી છાસઠ સાગરોપમ પર્યત તેનો અનુભવ કરે છે. આ પ્રમાણે એક સો બત્રીસ સાગરોપમ પછી કોઈક મહાત્મા મોક્ષસ્થાન પ્રાપ્ત કરે છે, અથવા અન્ય કોઈ આત્મા મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. તેમાં જે મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે, તેને મિથ્યાત્વથી ઉપરના ગુણસ્થાનકે થઈ ફરી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરતાં ઉપરોક્ત ઉત્કૃષ્ટ અંતરકાળ ઘટે છે.
૧. ઉપરોક્ત અભિપ્રાય સૂત્રકારનો છે, કર્મગ્રંથકારનો નહિ. કર્મગ્રંથકારના મતે તો એક ભવમાં ઉપશમ અને ક્ષપક એમ બે શ્રેણિ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરી ત્યાંથી પડી અંતર્મુહૂર્તકાળે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે અને અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોને સ્પર્શે તોપણ અંતર્મુહૂર્ત પ્રમાણ વિરહકાળને વાંધો આવતો નથી.