________________
૧૭૪
પંચસંગ્રહ-૧
કોઈપણ એક શરીરરૂપે જગતવ સઘળા પરમાણુઓને જેટલા કાળે પરિણાવીને મૂકે તેટલા કાળને પુદ્ગલપરાવર્તન કહે છે.
આ શબ્દનું વ્યુત્પત્તિ નિમિત્ત છે. આ વ્યુત્પત્તિનિમિત્ત વડે પોતાના એક અર્થમાં સમવાયસંબંધ રહેનાર પ્રવૃત્તિનિમિત્તરૂપ અનંતઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ સમજવો. તેથી ક્ષેત્ર પુદ્ગલપરાવર્તનાદિમાં પુદ્ગલોના પરાવર્તનનો અભાવ હોવા છતાં પણ તેનું પ્રવૃત્તિનિમિત્ત જે અનંત ઉત્સર્પિણી અવસપ્પિણી પ્રમાણ કાળ વિદ્યમાન હોવાથી પુદ્ગલપરાવર્તન શબ્દ ક્ષેત્રાદિમાં પણ પ્રવર્તે તો કોઈપણ જાતનો વિરોધ નથી.
જેમ ગો શબ્દ જે જાય તે ગાય એ અર્થમાં ગમ્ ધાતુ ઉપરથી ઉત્પન્ન થયેલો છે. આ તેનું વ્યુત્પત્તિનિમિત્ત છે. પણ એ અર્થમાં તે શબ્દ પ્રવર્તતો નથી. કારણ કે ગતિ કરનારા સઘળા ગાય કહેવાતા નથી પરંતુ ગમનરૂપ વ્યુત્પત્તિનિમિત્ત સાથે એક જ અર્થમાં સમવાય સંબંધે રહેનાર એટલે કે જેની અંદર વ્યુત્પત્તિનિમિત્ત રહે છે તેની જ અંદર સમવાય સંબંધ રહેનાર ખરી, ખૂંધ, પૂંછડું અને ગળાની ગોદડીરૂપ પ્રવૃત્તિનિમિત્ત જણાય તે એટલે કે ખરી ગળકંબલ આદિ જેની અંદર હોય તે ગાય કહેવાય છે. તેથી જવાની ક્રિયા ન કરતી હોય છતાં ગાયના પિંડમાં પ્રવૃત્તિનિમિત્તનો સદ્ભાવ હોવાથી ગાય એ શબ્દ પ્રવર્તે છે. આ પ્રમાણે ક્ષેત્રાદિ ગુગલ પરાવર્તન માટે પણ સમજવું.
આ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્તનમાં વિવલિત એક શરીર સિવાય અન્ય શરીરરૂપે પરિણમાવી પરિણાવી જે પુગલોને છોડે તે ગણાય નહિ. પરંતુ ઘણા કાળે પણ વિવક્ષિત એક શરીર રૂપે જ્યારે જગદ્વર્તી પરમાણુઓને પરિણમાવે ત્યારે તેનો પરિણામ ગણાય છે. કાળ તો શરૂઆતથી છેવટ સુધીનો ગણાય જ છે. ૩૮ - આ પ્રમાણે બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદે દ્રવ્ય પુદ્ગલપરાવર્તનનું સ્વરૂપ કહ્યું. હવે બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદે ક્ષેત્ર પુદગલપરાવર્તનનું સ્વરૂપ કહે છે –
૧. વ્યુત્પત્તિ નિમિત્ત એટલે શબ્દ ઉપરથી નીકળતો અર્થ.
પુદ્ગલપરાવર્તનનો પુદ્ગલ-પુદ્ગલોનો ગ્રહણ કરી ઔદારિકાદિપણે પરાવર્તન-પરિણાવી પરિણાવી જેની અંદર મૂકે તે પુદ્ગલપરાવર્તન એ શબ્દ ઉપરથી નીકળતો અર્થ છે. આ અર્થ દ્રવ્યપુગલપરાવર્તનમાં ઘટે છે, પરંતુ ક્ષેત્રાદિ પુદ્ગલપરાવર્તનોમાં ઘટતો નથી. કારણ તેમાં પુદ્ગલોને ગ્રહણ કરવાનાં નથી. ત્યારે ત્યાં તેનું પ્રવૃત્તિનિમિત્ત જે કાળ તે ઘટે છે.
૨. શબ્દ ઉપરથી ગમે તે અર્થ નીકળે છતાં જે અર્થમાં તે પ્રવર્તે તેનું પ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે. જેમ કે પંકમાંથી ઉત્પન્ન થાય તે પંકજ. આવો શબ્દનો અર્થ છતાં તેની કમળ અર્થમાં જ પ્રવૃત્તિ થાય છે. તેમ અહીં પુદગલપરાવર્તનનો શબ્દાર્થ ગમે તે થાય પરંતુ તે અનંત ઉત્સપ્પિણી અવસર્પિણી જે કાળ તે અર્થમાં એ ઘટે છે. એટલે ક્ષેત્રાદિમાં પુદ્ગલનું ગ્રહણ નહિ હોવા છતાં પણ પુદ્ગલ પરાવર્તન શબ્દની પ્રવૃત્તિમાં કોઈ વિરોધ આવતો નથી.
૩. જે પુદગલોને એક વાર ગ્રહણ કરી મૂકેલાં હોય તેને ફરી ગ્રહણ કરે અગર મિશ્ર પ્રહણ કરે તો તેની સ્પર્શના ગણાતી નથી. પરંતુ જેને નથી ગ્રહણ કર્યા તેને ગ્રહણ કરી પરિણમાવી મુકે તો તેની સ્પર્શના ગણાય છે.