________________
દ્વિતીયદ્વાર
૧૭૩
• વળી દરેકના બાદર અને સૂક્ષ્મ એવા બબ્બે પ્રકાર છે. જેમ કે સૂક્ષ્મ દ્રવ્યપુગલપરાવર્તન, અને બાદર દ્રવ્યપુદ્ગલપરાવર્તન. એ પ્રમાણે દરેકના ભેદો સમજવા. ૩૭ હવે બાદર અને સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવર્તનનું સ્વરૂપ કહે છે
संसारंमि अडंतो जाव य कालेण फुसिय सव्वाणू । इगु जीवु मुयइ बायर अन्नयरतणुटिइओ सुहुमो ॥३८॥
संसारे अटन् यावता च कालेन स्पृष्ट्वा सर्वाणून् ।
एको जीवो मुञ्चति बादरोऽन्यतरतनुस्थितः सूक्ष्मः ॥३८॥ અર્થ–સંસારમાં પરિભ્રમણ કરતો કોઈ એક આત્મા સઘળા અણુઓને જેટલા કાળે ઔદારિકાદિરૂપે સ્પર્શ કરીને મૂકે તેટલા કાળને બાદર દ્રવ્યપુદ્ગલ પરાવર્તન કહે છે. અને કોઈપણ એક શરીરમાં રહ્યો છતો સઘળા અણુને જેટલા કાળે સ્પર્શે તે કાળને સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલ પરાવર્તન કહે છે.
ટીકાનુ–કર્મવશ આત્માઓ જેની અંદર રખડે તે ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્ર સંસાર કહેવાય છે. તે સંસારમાં પરિભ્રમણ કરતો કોઈ એક આત્મા સંપૂર્ણ ચૌદ રાજલોકમાં જે કોઈ પરમાણુઓ હોય તેને જેટલા કાળે સ્પર્શ કરીને મૂકે એટલે કે ઔદારિકાદિરૂપે પરિણાવી પરિણાવી છોડે તેટલા કાળ વિશેષને બાદર દ્રવ્યપુદ્ગલપરાવર્તન કહે છે.
તાત્પર્યાર્થિ એ કે–જેટલા કાળે એક જીવ જગતમાં રહેલા સઘળા પરમાણુઓને યથાયોગ્ય રીતે ઔદારિક, વૈક્રિય, તૈજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કાર્પણ એ સાતે રૂપે આડી અવળી રીતે પરિણાવી પરિણમાવી છોડે તેટલા કાળ વિષયને બાદર દ્રવ્યપુદ્ગલ પરાવર્તન કહે છે.
- હવે સૂક્ષ્મ દ્રવ્યપુદગલપરાવર્ત કહે છે–ઔદારિકાદિ શરીરમાંના કોઈપણ એક શરીરમાં ' રહેલો સંસારમાં પરિભ્રમણ કરતો આત્મા જેટલા કાળે જગકર્તા સઘળા પરમાણુઓને સ્પર્શ કરીને મૂકે તેટલા કાળવિશેષને સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવર્તન કહે છે.
તાત્પર્ય એ કે—જેટલા કાળે લોકાકાશમાં રહેલા સઘળા પરમાણુઓને ઔદારિકાદિમાંથી વિવલિત કોઈપણ એક શરીરરૂપે પરિણાવીને મૂકતાં જેટલો કાળ થાય તેટલા કાળને સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્તન કહે છે.
અહીં બાદર અને સૂક્ષ્મમાં એટલું વિશેષ છે કે બાદરમાં ઔદારિક વૈક્રિયાદિ જે જે રૂપે જગદ્વર્તી સઘળા પરમાણુઓને પરિણમાવે તે સઘળાનો પરિણામ ગણાય છે, અને સૂક્ષ્મમાં ઔદારિકરૂપે પરિણાવતાં વચમાં વૈક્રિયપણે પરિણમાવે તો તેઓનો તે રૂપે પરિણામ ગણાતો નથી, કાળ તો ગણાય જ છે. બાદરમાં આડાઅવળા પણ સાતપણે જગત્કર્તા સઘળા પરમાણુઓને પરિણાવવાના હોય છે, સૂક્ષ્મમાં કોઈપણ એકરૂપે પરિણાવવાના હોય છે.
અહીં પુગલપરાવર્તન એ સાર્થક નામ છે, આત્મા ઔદારિકાદિરૂપે અથવા વિવલિત