________________
દ્વિતીયદ્વાર
૧૭૧
ચૌદ સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ સત્તર સાગરોપમ, સહસ્ત્રાર દેવલોકમાં જઘન્ય આયુ સત્તર સાગરોપમ ઉત્કૃષ્ટ આયુ અઢાર સાગરોપમ, આનત દેવલોકમાં જઘન્ય આયુ અઢાર સાગરોપમ ઉત્કૃષ્ટ ઓગણીસ સાગરોપમ, પ્રાણત દેવલોકમાં જઘન્ય આયુ ઓગણીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ વીસ સાગરોપમ. આરણ દેવલોકમાં જઘન્ય આયુ વીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ એકવીસ સાગરોપમ. અશ્રુત દેવલોકમાં જઘન્ય આયુ એકવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ.
કલ્પાતીત દેવોમાં અધસ્તન અધસ્તન રૈવેયકના વિમાનોના દેવોનું જઘન્ય આયુ બાવીસ સાગરોપમ. ઉત્કૃષ્ટ ત્રેવીસ સાગરોપમ. અધસ્તન મધ્યમ રૈવેયકમાં જઘન્ય ત્રેવીસ સાગરોપમ. ઉત્કૃષ્ટ ચોવીસ સાગરોપમ. અધસ્તન ઉપરિતન રૈવેયકના દેવોનું જઘન્ય આયુ ચોવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ પચીસ સાગરોપમમધ્યમ અધતન રૈવેયકમાં જઘન્ય પચીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ છવ્વીસ સાગરોપમ. મધ્યમ, મધ્યમ રૈવેયકમાં જઘન્ય છવ્વીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ સત્તાવીસ સાગરોપમ. મધ્યમ ઉપરિતન રૈવેયકમાં જઘન્ય આયુ સત્તાવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ અઠ્યાવીસ સાગરોપમ, ઉપરિતન અધસ્તન રૈવેયકમાં જઘન્ય અઠ્યાવીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ ઓગણત્રીસ સાગરોપમ. ઉપરિતન મધ્યમ રૈવેયકમાં જઘન્ય ઓગણત્રીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રીસ સાગરોપમ. ઉપરિતન ઉપરિતન રૈવેયકમાં જઘન્ય ત્રીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમ. વિજય વિજયંત જયંત અને અપરાજિત એ ચાર અનુત્તર વિમાનના દેવોનું જઘન્ય આયુ એકત્રીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ. અને સર્વાર્થસિદ્ધ મહાવિમાનના દેવોનું અજઘન્યોત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે. અજઘન્યોત્કૃષ્ટ એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટ એવા ભેદ વિનાનું સર્વાર્થસિદ્ધ મહાવિમાનના સઘળા દેવોનું એક સરખું તેત્રીસ સાગરોપમ આયુ છે.
આ પ્રમાણે સાતમી નરકમૃથ્વીના નારકીઓ અને અનુત્તર વિમાનવાસી દેવોને છોડીને અન્યત્ર તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુ હોતું નથી. તેથી તેઓને આશ્રયીને જ સંજ્ઞીઓની ઉત્કૃષ્ટ : ભવસ્થિતિ તેત્રીસ સાગરોપમ પ્રમાણ કહી છે, એમ સમજવું. ૩૫
'આ પ્રમાણે ભવસ્થિતિ કાળ કહ્યો. હવે એક એક જીવ દરેક ગુણસ્થાનકમાં કેટલો કાળ રહી શકે તે કહે છે –
होइ अणाइअणंतो अणाइसंतो य साइसंतो य । देसूणपोग्गलद्धं अंतमुहुत्तं चरिममिच्छो ॥३६॥
भवति अनाद्यनन्तोऽनादिसान्तश्च सादिसान्तश्च ।
देशोनपुद्गलार्द्ध अन्तर्मुहूर्तं चरिमो मिथ्यादृष्टिः ॥३६॥ ' અર્થ_મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકનો અનાદિ અનંત, અનાદિસાંત, અને સાદિસાંત એમ ત્રણ પ્રકારની સ્થિતિકાળ છે. છેલ્લા સાદિ સાંત કાળવાળો મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન, અને જઘન્યથી અંતર્મુહૂર્ત હોય છે.
૧. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર. અધ્યાય ૪. સૂત્ર ૩૮માં તથા તેના ભાગ્યમાં વિજયાદિ ચારનું ઉત્કૃષ્ટ આયુ ૩૨ સાગરોપમ કહેલ છે.