________________
૧૭૦
પંચસંગ્રહ-૧
વિમાનવાસી દેવનું જઘન્ય આયુ પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ આય એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. ચંદ્રવિમાનવાસી દેવીનું જઘન્ય આયુ પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ આયુ પચાસહજાર વર્ષ અધિક અધપલ્યોપમ. સૂર્ય વિમાનવાસી દેવનું જઘન્ય આયુ પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ આયુ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમ. સૂર્ય વિમાનવાસી દેવીનું જઘન્ય આયુ પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ આયુ પાંચસો વર્ષ અધિક અર્ધ પલ્યોપમ. ગ્રહ વિમાનવાસી દેવનું જઘન્ય આયું પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ. ગ્રહવિમાનવાસી દેવીનું જઘન્ય આયુ પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ આયુ અર્ધ પલ્યોપમ. નક્ષત્રવિમાનવાસી દેવનું જઘન્ય આયુ પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ આયુ અપલ્યોપમ. નક્ષત્રવિમાનવાસી દેવીનું જઘન્ય આયુ પલ્યોપમનો ચોથો ભાગ, ઉત્કૃષ્ટ આયુ કંઈક અધિક પલ્યોપમનો ચોથો ભાગ. તારાના વિમાનવાસી દેવનું જઘન્ય આયુ પલ્યોપમનો આઠમો ભાગ. ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમનો ચોથો ભાગ. તારાના વિમાનવાસી દેવીનું જઘન્ય આયું પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ સાધિક પલ્યોપમનો આઠમો ભાગ છે.
કહ્યું છે કે –“ચંદ્ર, સૂર્ય, ગ્રહ, અને નક્ષત્ર વિમાનવાસી દેવ તથા દેવી એ આઠેનું જઘન્ય આયુ પલ્યોપમનો ચોથો ભાગ છે. ૧. તારાની દેવ દેવીનું જઘન્ય આયુ પલ્યોપમનો આઠમો ભાગ છે. હવે ઉત્કૃષ્ટ આયુ કહીશ. ૨. ચંદ્રનું લાખ વર્ષ અધિક એક પલ્યોપમ, સૂર્યનું એક હજાર વરસ અધિક એક પલ્યોપમ, ગ્રહનું એક પલ્યોપમ, ૩. નક્ષત્રનું અર્ધ પલ્યોપમ અને તારાના દેવનું પલ્યોપમનો ચોથો ભાગ ઉત્કૃષ્ટ આયુ છે. ચંદ્રની દેવીનું ઉત્કૃષ્ટ આયુ પચાસ હજાર વર્ષ અધિક અર્ધપલ્યોપમ, સૂર્યની દેવીનું પાંચસો વરસ અધિક અર્ધપલ્યોપમ પ્રમાણ આયુ છે. ૪-૫ ગ્રહની દેવીનું અપલ્યોપમ, નક્ષત્રની દેવીનું કંઈક અધિક પલ્યોપમનો ચોથો ભાગ, અને તારાની દેવીનું ઉત્કૃષ્ટ આયુ સાધિક પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ કહ્યું છે. ૬-૭
તથા વૈમાનિક દેવો બે પ્રકારે છે. તે આ પ્રમાણે–૧. કલ્પોપપન, ૨. અને કલ્પાતીત.
તેમાં બાર દેવલોકમાં ઉત્પન્ન થયેલા સ્વામી-સેવકની મર્યાદાવાળા જે દેવો તે કલ્પોપપન અને સ્વામી સેવકની મર્યાદા વિનાના રૈવેયક અને અનુત્તરવિમાનના જે દેવો તે કલ્પાતીત.
તેમાં સૌધર્મ દેવલોકમાં દેવોનું જઘન્ય આયુ એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ બે સાગરોપમ. પરિગૃહીત—કોઈપણ એક દેવ વડે ગ્રહણ કરાયેલી દેવીનું જઘન્ય પલ્યોપમ. ઉત્કૃષ્ટ સાત પલ્યોપમ. અપરિગૃહીત—કોઈપણ દેવે નહિ ગ્રહણ કરેલી દેવીનું જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ. ઈશાન દેવલોકમાં દેવોનું જઘન્ય આયુ સાધિક એક પલ્યોપમ, અને ઉત્કૃષ્ટ આયુ સાધિક બે સાગરોપમ, પરિગૃહીત દેવીનું જઘન્ય આયુ સાધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ નવા પલ્યોપમ. અપરિગૃહીત દેવીનું જઘન્ય આયુ સાધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ આયુ પંચાવન પલ્યોપમ, સનકુમાર દેવલોકમાં જઘન્ય આયુ બે સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ સાત સાગરોપમ, માહેન્દ્ર દેવલોકમાં જઘન્ય આયુ સાધિક બે સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ સાધિક સાત સાગરોપમ, બ્રહ્મ દેવલોકમાં જઘન્ય આયુ સાત સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ દશ સાગરોપમ, લાંતક દેવલોકમાં જઘન્ય આયુ દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ આયુ ચૌદ સાગરોપમ, મહાશુક્ર દેવલોકમાં જઘન્ય આયુ