________________
૧૫૦
પંચસંગ્રહ-૧
ઉપર અને ચોથા યમલપદની નીચે છે. અથવા છઠ્ઠા વર્ગને પાંચમા વર્ગ વડે ગુણતાં જે આવે તેટલા છે, અથવા છન્નુ છેદક આપનાર એ રાશિ છે.”
હવે જે ગર્ભજ અને સંમૂ૭િમ અપર્યાપ્ત જીવો છે તે બંને કોઈ વખત હોય છે, કોઈ વખત નથી પણ હોતા. કારણ કે ગર્ભજ અપર્યાપ્તાનું જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત અંતર છે, અને સંમૂચ્છિમ અપર્યાપ્તનું જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત અંતર છે. અપર્યાપ્તા અંતર્મુહૂર્તના આયુવાળા હોય છે. તેથી અંતર્મુહૂર્ત પછી સઘળા નિર્લેપ થાય છે–નાશ પામે છે. એટલે કંઈક અધિક અગિયાર મુહૂર્ત ગર્ભજ અપર્યાપ્તા, અને કંઈક અધિક ત્રેવીસ મુહૂર્ત સંમૂચ્છિમ અપર્યાપ્તા હોતા નથી. તેથી જ ઉપર કહ્યું છે કે ગર્ભજ અપર્યાપ્તા મનુષ્ય અને સંમૂચ્છિક મનુષ્ય કોઈ વખત હોય છે, અને કોઈ વખત હોતા નથી.
જ્યારે ગર્ભજ પર્યાપ્તા અપર્યાપ્તા અને સંમૂચ્છિમ અપર્યાપ્તા એ સઘળા મળી વધારેમાં વધારે હોય ત્યારે તેઓનું પ્રમાણ આ પ્રમાણે છે–ઉત્કૃષ્ટપદે ગર્ભજ અને સંમૂચ્છિમાં મનુષ્યની સર્વોત્કૃષ્ટ સંખ્યા હોય ત્યારે જેટલી સંખ્યા થાય તેનાથી જો કે વાસ્તવિક રીતે નથી, છતાં અસત્કલ્પનાયે એક મનુષ્ય વધારે હોય તો સૂચિશ્રેણિના એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પહેલા મૂળને ત્રીજા મૂળ સાથે ગુણતાં જેટલા આકાશપ્રદેશ આવે તેટલા આકાશપ્રદેશ વડે ભાગતાં અસત્કલ્પનાએ સૂચિશ્રેણિના એક અંગુલક્ષેત્રના બસો છપ્પન આકાશપ્રદેશ કલ્પીએ તેનું પહેલું મૂળ સોળ, બીજું મૂળ ચાર, ત્રીજું મૂળ બે, પહેલા મૂળને ત્રીજા મૂળ વડે ગુણતાં બત્રીસ આવે તેટલા આકાશપ્રદેશ વડે ભાગતાં સંપૂર્ણ એક સૂચિશ્રેણિનો અપહાર થાત.
તાત્પર્ય એ છે કે–સૂચિશ્રેણિના અંગુલમાત્ર ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશો છે, તેના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતાં જેટલા આકાશપ્રદેશ થાય તેટલા તેટલા પ્રમાણવાળા એક એક ખંડને પર્યાપ્ત અપર્યાપ્ત ગર્ભજ અને સંમૂચ્છિમ એક એક મનુષ્ય ગ્રહણ કરે, અને કુલ મનુષ્યની સંખ્યા છે તેનાથી એક વધારે હોય તો સંપૂર્ણ શ્રેણિને એક જ સમયે અપહાર કરી શકાય. પરંતુ એક મનુષ્ય ઓછો છે એટલે એક ખંડ વધે છે.
બીજી આ રીતે પણ કહી શકાય–સૂચિશ્રેણિના અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણતાં જેટલા આકાશપ્રદેશ આવે, તેટલા આકાશપ્રદેશ વડે આખી સૂચિશ્રેણિના આકાશપ્રદેશને ભાગતાં જે જવાબ આવે તેમાંથી એકરૂપ ઓછું કરવું, તેટલી સંમૂચ્છિમ અને ગર્ભજ મનુષ્યની સર્વોત્કૃષ્ટ સંખ્યા છે. કેવળજ્ઞાની મહારાજે તેઓની તેટલી જ સંખ્યા જોઈ છે.
અનુયોગદ્વાર ચૂર્ણિમાં કહ્યું છે કે ઉત્કૃષ્ટપદે જે મનુષ્યો છે, તેમાં એક મનુષ્ય નાખે છતે તે મનુષ્યો વડે સંપૂર્ણ સૂચિશ્રેણિનો અપાર થાય.” - તે શ્રેણિનો કાલ અને ક્ષેત્ર વડે અપહારનો વિચાર કરે છે. કાલથી અસંખ્યાતી ઉત્સર્પિણી અસમ્પિણીના સમય પ્રમાણ છે. અને ક્ષેત્રથી સૂચિશ્રેણિના અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલ આકાશપ્રદેશના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણવા.