________________
१५
રૂપ-સાધનિકા આદિમાં કુશળ હોય છે તો કેટલાએકને એ વિષયમાં કચાશ હોય છે પણ તેઓ વ્યાકરણના ઊંડા વિચારો કરી શકે છે, તે અંગેની ચર્ચા શાસ્ત્રાર્થ કરવામાં તેમને મજા આવે છે. એ પ્રમાણે કેટલાક કર્મની પ્રકૃતિઓ, તેના ગુણસ્થાનક આશ્રયી બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા માર્ગણા અનુસાર ગુણસ્થાનકો અને બંધાદિ એમ સૂક્ષ્માતિસૂક્ષ્મ ભેદ-પ્રભેદોની વિચારણામાં સારો રસ ધરાવતા હોય છે. પણ તેઓ એના હેતુઓ વિચારવામાં ગૂંચવાઈ જાય છે. બીજી બાજુ કેટલાકને હેતુઓની વિચારણા સારી ફાવે છે. તેઓને પ્રકૃતિઓ આદિની ગણનામાં રસ ઊપજતો નથી. શ્રાવકોમાં પૂર્વે કર્મ સંબંધી અધ્યયનનો રસ વિશિષ્ટ ક્ષેત્રોમાં સારો જોવામાં આવતો હતો. આજે પણ છે પણ પૂર્વ જેવો જોવાતો નથી. અર્થલક્ષી અધ્યયન વધવાને કારણે એમાં ઓટ આવી છે એ એક પ્રધાન કારણ છે. આ અધ્યયન જીવને કર્મ ઓછા કરવામાં અત્યન્ત ઉપયોગી છે એવું સમજાય તો આ વિષયમાં રસ વિશેષ વધે. જેમાં રસ વધે છે તે વિષય સહેલો લાગે છે. એ વિષય પછી છોડવો ગમતો નથી.. કર્મગ્રંથ વિષયક અધ્યયન વધે એ અંગે એવા એવા ઉપાયો યોજવા જોઈએ કે જેથી એ અધ્યયન કરનારાઓની પ્રતિષ્ઠા-ગૌરવ વધે.
કર્મસંબંધી વિચારણા આગમમૂલક છે. વર્તમાનમાં વિદ્યમાન અગિયાર અંગ આદિ ૪૫ આગમો છે. તેમાં જુદે જુદે સ્થળે કર્મસંબંધી અનેક વિચારો છે. પણ કેટલાક ભાવો એવા છે કે જે આગમમાં વર્તમાનમાં ઉપલબ્ધ થતા નથી. મૂળ તો આ વિષયને સવિસ્તર સાંગોપાંગ સમજાવતું કર્મપ્રવાદ નામનું આઠમું પૂર્વ હતું. બારમું દૃષ્ટિવાદ અંગવિચ્છેદ પામતા એ પૂર્વ પણ વિચ્છેદ પામ્યું.
આર્ય સ્થૂલભદ્રજી સુધી ૧૪ પૂર્વો હતાં. ત્યારપછી આર્ય વજસ્વામી સુધી દશ પૂર્વે હતાં. એ પછી ઘટતાં ઘટતાં પૂર્વજ્ઞાન વિચ્છેદ પામ્યું. સૂરિપુરન્દર હરિભદ્રસૂરિજી મહારાજના સમયમાં જોકે પૂર્વો વિચ્છેદ પામી ગયાં હતાં પણ કેટલાક પૂર્વના છૂટક છૂટક પ્રવાહો વહેતા હતા એ પ્રવાહોમાં અવગાહન કરવું અતિકઠિન હતું. કોઈ વિરલાને જ એ શક્ય હતું. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે એ પ્રવાહોમાં અવગાહન કરીને તે તે ભાવો જળવાઈ રહે, ભાવિ ભવ્યોને ઉપકારક બને તે માટે પૂર્વાનુસાર કેટલાક પ્રકરણાદિ ગ્રંથો ગૂંથ્યા. જેમાંના વર્તમાનમાં પણ કેટલાક વિદ્યમાન છે.
- ચન્દ્રષિમહત્તર પણ એવા જ મહાપુરુષ હતા. તેઓશ્રીએ આ પંચસંગ્રહ ગ્રંથ ગૂંથ્યો, જેમાં પૂર્વગત વિષયોનું સંકલન કર્યું છે. એથી આ ગ્રંથનું મહત્ત્વ વિશેષ છે. શ્વેતામ્બર . જૈનશાસનમાં આ ગ્રંથની પ્રતિષ્ઠા વિશિષ્ટ છે. આ ગ્રંથનું અધ્યયન કરવું કરાવવું એ એક ખુમારી
છે. આ અધ્યયન કરનાર-કરાવનાર ક્ષણભર વિશ્વનું ભાન ભૂલી જાય છે. એવા પ્રકારની તલ્લીનતા કેળવ્યા સિવાય આ ગ્રંથનો રસાસ્વાદ માણી શકાતો નથી. કર્મસંબંધી વિચારણામાં સ્પર્ધા કરે એવું દિગમ્બરોનું સાહિત્ય છે. કર્મસાહિત્ય અંગે દિગમ્બરો પણ ખૂબખૂબ ગૌરવ લે છે. શ્વેતામ્બર દર્શનના ઉલ્લેખ પ્રમાણે મૂળભૂત પ્રવાહમાંથી દિગમ્બરો શ્રી વીરનિર્વાણ બાદ સાતમા સૈકામાં છૂટા પડ્યા, શિવભૂતિથી આ મત પ્રવર્યો. જૈનશાસનમાં સાત નિહુનવો ગણાવ્યા છે. ને દિગમ્બરોને આઠમા સર્વ નિનવ સ્વરૂપે કહ્યો છે. દિગમ્બરો કેવલીને 'કવળાહાર અને સ્ત્રીને મોક્ષ માનતા નથી. આ મુખ્ય બે વિચારોના અનુસંધાનમાં બીજી ઘણી