SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પંચસંગ્રહ-૧ આ મતવાળાઓ તેલ થઈ રહેવાથી ઓલવાઈ ગયેલા દીવાની જેમ આત્માનો મોક્ષ માને છે. આ મત પ્રમાણે આત્માનો મોક્ષ થયા પછી આત્મા જેવી વસ્તુ રહેતી નથી. આ કથનનું આત્મા અનાદિ અનંત છે એમ કહેવા વડે ખંડન કર્યું છે. કારણ કે જે વસ્તુ સત્ છે તેનો કોઈ કાળે નાશ થતો નથી. પર્યાય-અવસ્થાઓ ભલે બદલાયા કરે પરંતુ મૂળ દ્રવ્ય કાયમ રહે છે. પ્રશ્ન-જીવો ઉપદમાદિ કેટલા ભાવો વડે યુક્ત હોય છે ? ઉત્તર–કેટલાક જીવો બે ભાવ યુક્ત, તેમ કેટલાક ત્રણ અને ચાર ભાવ યુક્ત હોય છે, અને કેટલાક પાંચે ભાવ યુક્ત પણ હોય છે. - પ્રશ્ન—ઉપદમાદિ કેટલા ભાવો છે? તેનું શું સ્વરૂપ છે? અને તેનો ક્રિક-ત્રિકાદિ યોગ શી રીતે થાય છે ? ઉત્તર–ઉપશમાદિ છ ભાવો છે. તે આ પ્રમાણે-ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક અને સાન્નિપાતિક, હવે તેનું સ્વરૂપ કહે છે, તે આ પ્રમાણે– ' ૧. ઔદયિકભાવ–કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો જે જીવસ્વભાવ. જેમ ક્રોધના ઉદયથી આત્મા ક્રોધી, રાગના ઉદયથી રાગી વગેરે. તે બે ભેદે છે. ૧. ઉદય, ૨. ઉદયનિષ્પન્ન. તેમાં ઉદય એટલે પોતપોતાની શક્તિ પ્રમાણે ફળ આપવા માટે સન્મુખ થયેલાં કર્મોના ફળનો તે તે રૂપે અનુભવ કરવો તે. અહીં ઉદય શબ્દથી સ્વાર્થના અર્થમાં અંકણું પ્રત્યય કરી ઔદયિક શબ્દ બનાવેલ છે. અને કર્મોના ઉદય વડે ઉત્પન્ન થયેલો જે જીવસ્વભાવ તે ઉદયનિષ્પન્ન. અહીં તેના નિવૃત્ત ઈકણ પ્રત્યય કરી ઔદયિક શબ્દ બનાવ્યો છે, એમ સર્વત્ર સમજવું. ઉદયનિષ્પન્ન બે ભેદે છે.–૧. જીવવિષયક, ૨. અજીવવિષયક. તેમાં નરકગતિ આદિકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ નારત્વ આદિ પર્યાયના પરિણામરૂપ જીવવિષયક ઔદયિક ભાવ છે. કારણ કે નારકત્વાદિ જીવના ભાવો-પર્યાયો નરકગતિ આદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા છે, તેથી વૈભાવિક છે, સ્વાભાવિક નથી. * આર્ષ ગ્રંથોમાં કહ્યું છે કે, “ઔદયિક ભાવનું શું સ્વરૂપ છે? ઔદયિકભાવ બે ભેદે કહ્યો છે. તે આ પ્રમાણે–૧. ઉદય, ૨. ઉદયનિષ્પન્ન. ઉદય એટલે શું ? આઠ પ્રકારની કર્મપ્રકૃતિઓના ફળનો અનુભવ કરવો તે ઉદયરૂપ ઔદયિક ભાવ છે. ઉદયનિષ્પન્ન બે ભેદે કહ્યો છે. ૧. જીવવિષયક ઉદયનિષ્પન્ન, ૨. અજીવવિષયક ઉદયનિષ્પન્ન. જીવોદયનિષ્પન્ન ઔદયિક એટલે શું? જીવોદયનિષ્પન્ન ઔદયિકભાવ અનેક ભેદે જણાવેલ છે. તે આ પ્રમાણે-નારકપણું, તિયચપણું, મનુષ્યપણું, દેવપણું, પૃથ્વીકાયપણું, અષ્કાયપણું, તેઉકાયપણું, વાયુકાયપણું, વનસ્પતિકાયપણું, ત્રસકાયપણું, ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, લોભકષાયિ, સ્ત્રીવેદી, પુરુષવેદિ, નપુંસકવેદિ, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુક્લલેશ્યા, મિથ્યાદષ્ટિપણું, અવિરતપણું, અજ્ઞાનિપણું, આહારકપણું, છઘસ્થપણું, સયોગીપણું, સંસારાવસ્થા અને અસિદ્ધાવસ્થા. આ બધા ભાવો જીવને કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા છે, તેથી તે જીવોદય નિષ્પન કહેવાય છે. અજીવોદયનિષ્પન્ન એટલે જીવે ગ્રહણ કરેલા ઔદારિકાદિ શરીરમાં કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ જે વર્ણાદિ પરિણામ. તે આ પ્રમાણે
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy