SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમદ્વાર-પ્રશ્નોત્તરી ૧૧૧ તો તે લબ્ધિ અપર્યાપ્ત, અર્થાત્ કરણ અપર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત પણ હોય અને લબ્ધિ અપર્યાપ્ત પણ હોય. પ્રશ્ન–૮. લબ્ધિ અપર્યાપ્ત જીવ કરણ અપર્યાપ્ત જ હોય કે કરણ પર્યાપ્ત પણ હોય? ઉત્તર–લબ્ધિ અપર્યાપ્ત કરણ અપર્યાપ્ત જ હોય પરંતુ કરણપર્યાપ્ત ન હોય, અપેક્ષા વિશેષ હોય પણ ખરો, તે માટે શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણાથી પ્રકાશિત થયેલ નવતત્ત્વ ગાથા નું વિવેચન જુઓ. પ્રશ્ન–૯. લબ્ધિ પર્યાપ્ત જીવ કરણ અપર્યાપ્ત હોય કે કરણ પર્યાપ્ત? ઉત્તર–લબ્ધિ પર્યાપ્ત સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરણ અપર્યાપ્ત હોય અને પૂર્ણ થયા બાદ કરણ પર્યાપ્ત હોય. પ્રશ્ન–૧૦. કરણ પર્યાપ્ત જીવ લબ્ધિ પર્યાપ્ત હોય કે લબ્ધિ અપર્યાપ્ત ? ઉત્તર–કરણ પર્યાપ્ત જીવ લબ્ધિ પર્યાપ્ત જ હોય પણ લબ્ધિ અપર્યાપ્ત ન હોય, અપેક્ષા વિશેષ માટે ઉપરોક્ત નવતત્ત્વ ગાથા નું વિવેચન જુઓ. પ્રશ્ન–૧૧. અસંજ્ઞી અને સંમૂચ્છિમમાં શું તફાવત છે? ઉત્તર–બંનેના શબ્દાર્થ જુદા છે પરંતુ ભાવ એક જ છે. અર્થાત્ દીર્ઘકાલિકી સંજ્ઞા વિનાના જીવોને અસંશી કહેવાય છે અને માતા-પિતાના સંયોગ વિના તેમજ દેવશયા તથા કુંભમાં ઉત્પન્ન થયેલ જીવો સિવાયના જીવોને સંમૂચ્છિમ કહેવાય છે. અર્થાત્ દેવ, નરક અને ગર્ભજ તિર્યંચ-મનુષ્યો સિવાયના સઘળા સંસારી જીવો અસંજ્ઞી અથવા સંમૂચ્છિમ કહેવાય છે. પ્રશ્ન–૧૨. સંજ્ઞી જીવો ગર્ભજ જ હોય? ઉત્તર–દેવો અને નારકો ગર્ભજ ન હોવા છતાં સંજ્ઞી છે એટલે ગર્ભજ હોય તે સંશી જ હોય પરંતુ સંજ્ઞી હોય તે ગર્ભજ હોય પણ ખરા અને ન પણ હોય. . પ્રશ્ન-૧૩. અસંજ્ઞી-પંચેન્દ્રિયમાં અને અસંજ્ઞી-માર્ગણામાં કેટલા અને કયા કયા જીવભેદો હોય ? ઉત્તર–અસંજ્ઞી-પંચેન્દ્રિયમાં પોતાના પર્યાપ્ત-અપર્યાપ્ત રૂપ છે અને અસંજ્ઞી-માર્ગણામાં સંજ્ઞી-પર્યાપ્ત-અપર્યાપ્ત વર્જિત શેષ બાર જીવભેદો હોય. પ્રશ્ન–૧૪ જ્ઞાન, ચારિત્ર તેમજ ભવ્યાદિક માર્ગણાઓમાં અજ્ઞાન, અવિરતિ અને અભવ્યાદિકનું ગ્રહણ શા માટે ? ઉત્તર–જ્ઞાનાદિ ઉપરોક્ત એકેક મૂળમાર્ગણાઓમાં સર્વ સંસારી જીવોનો સમાવેશ કરવાનો હોવાથી તેના પ્રતિપક્ષભૂત અજ્ઞાનાદિભેદો પણ ગ્રહણ કરેલ છે. આ પ્રશ્ન–૧૫. અઢી કપની બહાર રહેલ જીવોના તેમજ દેવાદિકના મનના ભાવોને મન:પર્યવજ્ઞાની જાણી શકે કે નહિ ? ઉત્તર–તિર્લ્ડ અઢી દ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં, ઉપર જ્યોતિષચક્રના ઉપરના તળ
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy