________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન—૧. પંચસંગ્રહ નામ કેમ રાખ્યું છે ?
ઉત્તર—શતક, સપ્તતિકા, કષાયપ્રામૃત, સત્કર્મ અને કર્મપ્રકૃતિ આ પાંચ ગ્રંથનો અથવા યોગોપયોગ માર્ગણા, બંધક, બંધવ્ય, બંધહેતુ અને બંધવિધિ એ પાંચ વિષયોનો સંગ્રહ હોવાથી પંચસંગ્રહ નામ છે.
પ્રશ્ન—૨. આ ગ્રંથના મૂળ કર્તા કોણ ? વર્તમાનમાં આની ઉપર કઈ કઈ ટીકાઓ મળે છે ?
ઉત્તર—આ મૂળ ગ્રંથના કર્તા ચર્ષિ મહત્તરાચાર્ય છે. આની ઉપર સ્વોપજ્ઞટીકા તથા પૂ શ્રી મલયગિરિજી મહારાજાએ બનાવેલ એમ બે ટીકા મળે છે.
પ્રશ્ન—૩. વીર્ય અને યોગમાં શું તફાવત છે ?
ઉત્તર—વીર્યાન્તરાય કર્મના સંપૂર્ણ ક્ષયથી કે ક્ષયોપશમથી પ્રગટ થયેલ જે વીર્યલબ્ધિ તેને વીર્ય કહેવાય છે. અને મન, વચન, કાયાના અવલંબન દ્વારા જે વીર્યનો વપરાશ એટલે કે આત્મપ્રદેશોનું સ્ફુરણ તે યોગ, અર્થાત્ સકરણવીર્ય તે યોગ, તે તેરમા ગુણસ્થાનક સુધીના આત્માઓને જ હોય છે. પરંતુ સિદ્ધ પરમાત્માઓ કે અયોગી મહાત્માઓને અનંતવીર્ય હોવા છતાં સકરણવીર્યનો અભાવ હોવાથી તે વીર્યને યોગ કહી શકાય નહિ.
પ્રશ્ન——૪. જ્ઞાન અને અજ્ઞાનમાં શું તફાવત છે ?
ઉત્તર—આત્મવિકાસમાં ઉપયોગી, વિરતિ પ્રાપ્ત કરાવનાર, અલ્પ કે વિશેષ પ્રમાણમાં જે બોધ તે જ્ઞાન અને તેનાથી વિપરીત અર્થાત્ આત્મવિકાસને રોકનાર, યથેચ્છ બોધ કરાવનાર, સંસારવૃદ્ધિ કરાવનાર જે જ્ઞાન તે અજ્ઞાન.
પ્રશ્ન—૫. સામાન્યથી દર્શન અને જ્ઞાન બન્નેમાં બોધ છે તો તે બન્નેમાં શું વિશેષતા છે ?
ઉત્તર—કોઈપણ પદાર્થનો જાતિ, લિંગ, આકૃતિ આદિ વિશેષ ધર્મો વિના માત્ર સામાન્યપણે થતો જે બોધ તે દર્શન અને તે પદાર્થનો જાત્યાદિ અનેક ધર્મ વિશિષ્ટ જે બોધ તે જ્ઞાન.
પ્રશ્ન—૬. લબ્ધિ અપર્યાપ્ત અને કરણ અપર્યાપ્તમાં શું વિશેષતા છે ?
ઉત્તર—જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મરે તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય અને જે જીવે હજુ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી તેમજ ભવિષ્યમાં કરે અથવા ન પણ કરે તે કરણ અપર્યાપ્ત.
પ્રશ્ન—૭. કરણ અપર્યાપ્ત જીવ લબ્ધિ પર્યાપ્ત હોય કે લબ્ધિ અપર્યાપ્ત ?
ઉત્તરવર્તમાનમાં કરણ અપર્યાપ્ત હોવા છતાં ભવિષ્યમાં સ્વયોગ્ય પર્યાપ્તિઓ અવશ્ય પૂર્ણ કરવાનો જ હોય તો તે લબ્ધિ પર્યાપ્ત, અને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન જ કરવાનો હોય