________________
કાકાવાર-સારસગ્રહ
આ.ગુણસ્થાનકે વર્તમાન આત્મા કર્મોનો ક્ષય કરવા ‘સુપરતક્રિયા અનિવૃત્તિ નામે શુક્લધ્યાનના ચોથા પાયા પર આરૂઢ થાય છે અને સ્થિતિઘાત, રસઘાત આદિ કોઈપણ વિશિષ્ટ પ્રકારના પ્રયત્ન વિના ભગવંત અહીં જે પ્રકૃતિઓનો ઉદય છે તેને અનુભવવા દ્વારા ક્ષય કરે છે અને જે પ્રકૃતિઓનો ઉદય નથી તેઓને વેદ્યમાન પ્રકૃતિઓમાં સ્તિબુકસંક્રમ દ્વારા સંક્રમાવે એમ અયોગી અવસ્થાના દ્વિચરમ સમય સુધી જાય. ત્યાં દ્વિચરમ સમયે જેનો ઉદય નથી એવી (૭૨) બોતેર પ્રકૃતિઓનો સ્વરૂપ સત્તાની અપેક્ષાએ વિચ્છેદ થાય છે અને મનુષ્યગતિ વગેરે ઉદયવાળી (૧૩) તેર પ્રકૃતિઓનો સત્તામાંથી ચરમ સમયે નાશ થાય છે. અન્ય આચાર્યોના મતે મનુષ્યાનુપૂર્વીનો ઉદય ન હોવાથી દ્વિચરમ સમયે તેના સહિત (૭૩) તોત્તર પ્રવૃતિઓ અને ચરમ સમયે બાકીની બાર પ્રકૃતિઓ સત્તામાંથી નષ્ટ થાય છે.
સિબુકસંક્રમ પોતાની મૂળકર્મની ઉદયવાળી ઉત્તરપ્રવૃતિઓમાં જ થાય છે, એને પ્રદેશોદય પણ કહેવામાં આવે છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકોનો કાળ પૂર્ણ કરી પછીના સમયે કર્મસંબંધથી મુક્ત થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવવિશેષથી શિંગના બંધમાંથી છૂટા થયેલ એરંડાની જેમ અહીં જેટલા પ્રદેશને અવગાહી રહેલ છે ઉપર પણ તેટલા જ પ્રદેશોને અવગાહન કરતા કેવળી ભગવંત ઋજુશ્રેણીએ તે જ સમયે લોકના અંતે જઈ શાશ્વતકાળ પર્યત રહે છે, પરંતુ સંસારના બીજભૂત રાગ-દ્વેષનો સર્વથા અભાવ હોવાથી પુનઃ કર્મબંધના અભાવે ફરી સંસારમાં આવતા નથી.
ચૌદ ગુણસ્થાનકનો કાળ પ્રથમ ગુણસ્થાનક–અભવ્યને અનાદિ અનંત કાળ, ભવ્યને અનાદિ સાન્ત અને સમ્યક્તથી પતિતને સાદિ સાન્ત=જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી-દેશોનાધપુદ્ગલપરાવર્ત કાળ છે. .. સાસ્વાદન-જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટથી ૬ આવલિકા. - મિશ્ર, ક્ષીણમોહ, અને અયોગી કેવળી–આ ત્રણેનો જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. એટલું વિશેષ કે અયોગી ગુણસ્થાનકોનો કાળ પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર પ્રમાણ અંતર્મુહૂર્ત છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીસ સાગરોપમ. . . દેશવિરતિ તથા સયોગીકેવળી જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ. છાથી અગિયારમા સુધીનાં છ ગુણસ્થાનકનો જઘન્યથી મરણની અપેક્ષાએ એક સમય અન્યથા જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પ્રકારે અંતર્મુહૂર્ત.
પંચ૦૧-૧૩