________________
પંચસંગ્રહ-૧
છે. આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત કાળ બાકી રહ્યું છતે કેવળી સમુદ્દાત કરીને અથવા કર્યા વિના પણ સર્વ કેવળીઓ લેશ્યાના નિરોધ માટે તથા સમયે સમયે થતા યોગનિમિત્તક સમય પ્રમાણ સાતવેદનીયના બંધને અટકાવવા માટે યોગનિરોધ કરે છે.
ત્યાં પ્રથમ અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગથી બાદર મનોયોગ રોકી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્વભાવસ્થ રહી પુનઃ તે જ બાદર કાયયોગના બલથી અંતર્મુહૂર્તમાં બાદર વચનયોગને રોકી વળી અંતર્મુહૂર્ત સ્વભાવસ્થ રહી અંતર્મુહૂર્તમાં ઉચ્છવાસ-નિઃશ્વાસને રોકે છે. ત્યારબાદ અંતર્મુહૂર્ત તદવસ્થ રહી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ કાયયોગના બળથી અને કેટલાક આચાર્યોના મતે બાદર કાયયોગના બળથી બાદર કાયયોગને રોકે છે.
તે બાદ કાયયોગને રોકતાં પૂર્વરૂદ્ધકોની નીચે અંતર્મુહૂર્ત કાળ સુધી દરેક સમયે અનાદિ સંસારમાં પ્રથમ કોઈવાર ન કર્યો હોય તેવી રીતે અત્યંત અલ્પ યોગ કરવા રૂપ અપૂર્વ સ્પર્ધકો કરે છે. તે અપૂર્વ સ્પર્ધ્વકો પૂર્વ સ્પર્તકોના અસંખ્યાતમા ભાગ જેટલાં જ કરે છે. . .
ત્યારબાદ પૂર્વ અને અપૂર્વ સ્પદ્ધકોમાંથી વીર્યવ્યાપારની પ્રથમાદિ વર્ગણાઓ ગ્રહણ કરી એકોત્તેર વૃદ્ધિનો ત્યાગ કરવા પૂર્વક પુનઃ અત્યંત અલ્પયોગ કરવા રૂપ કિઠ્ઠિઓ અંતર્મુહૂર્ત કાળમાં સમયે સમયે અને કુલ પણ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે. .
યોગકિઠ્ઠિઓ કર્યા બાદ પૂર્વ-અપૂર્વ સ્પર્ધકોનો નાશ કરે છે, ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળ સુધી સૂક્ષ્મ કિઢિગત યોગવાળો થાય છે.
અંતર્મુહૂર્ત કાળ બાદ સૂક્ષ્મ કાયયોગના બળથી અંતર્મુહૂર્તમાં સૂક્ષ્મ મનોયોગને રોકી અંતર્મુહૂર્ત સ્વભાવસ્થ રહી પુનઃ અંતર્મુહૂર્તમાં તે જ સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગને રોકી ફરીથી અંતર્મુહૂર્ત પર્યત તદવસ્થ રહે છે.
સૂક્ષ્મ કાયયોગથી જ અંતર્મુહૂર્તકાળમાં સૂક્ષ્મ કાયયોગને રોકતાં સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામે શુક્લધ્યાનમાં આરૂઢ થઈ સમયે સમયે કિઓિનો નાશ કરે છે. આ પ્લાનના સામર્થ્યથી આત્મા આત્મપ્રદેશોથી વદન-ઉદરાદિ શરીરના પોલાણભાગોને પૂરી પોતાના એક તૃતીયાંશ ભાગ પ્રમાણ આત્મપ્રદેશોનો સંકોચ કરી સ્વશરીરના બેતૃતીયાંશ ભાગ પ્રમાણ અવગાહના રાખે છે.
આ અંતર્મુહૂર્તના અંતે એટલે આ ગુણસ્થાનકના અન્ય સમયે (૧) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન (૨) સઘળી કિઠ્ઠિઓ (૩) સાતાનો બંધ (૪) નામ-ગોત્રની ઉદીરણા (૫) યોગ (૬) શુક્લલેશ્યા (૭) સ્થિતિઘાત તથા રસઘાત. આ સાત ભાવો એકીસાથે વિચ્છેદ પામે છે અને તે સમયે સત્તાગત સર્વ કર્મો અયોગી ગુણસ્થાનકના કાળ સમાન સ્થિતિવાળાં રહે છે. વળી સત્તા હોવા છતાં અયોગી ગુણસ્થાનકે જેઓનો ઉદય નથી તે પ્રકૃતિઓ સ્વરૂપ સત્તાની અપેક્ષાએ અયોગી ગુણસ્થાનકના કાળથી એક સમય ન્યૂન સ્થિતિવાળી રહે છે. ત્યારબાદ આત્મા અયોગીકેવળી થાય છે.
(૧૪) અયોગીકેવળી ગુણસ્થાનક–પૂર્વે કહેલ યોગો ન હોય એવા કેવલજ્ઞાનીઓનું જે ગુણસ્થાનક તે અયોગીકેવળી ગુણસ્થાનક.