SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બાદ કરતાં વધારે રહે તે ટ્રસ્ટીઓએ વધુમાં વધુ બે વરસની મુદતમાં નીચે મુજબના જૈનશાસ્ત્ર અનુસાર આ સંસ્થાની હસ્તકના દહેરાસરમાં તથા બીજા જૈન દેરાસરને અંગે નાણાં ખરચી નાખવાં. અહીં પાછળથી કંઈ પણ ગેરસમજ ઊભી થાય નહિ માટે શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલા સંબધ પ્રકરણમાં જણાવ્યા મુજબ ૩ પ્રકારના છે. અને તે નીચે જણાવ્યા મુજબ આ સંસ્થા માટે ખરચી શકાય એમ હરહંમેશ ગણવું. (૧) પૂજાદ્રવ્યઃ આની અંદર પ્રભુજીને અંગે ચડાવેલાં આભૂષણો તથા તે માટે આવેલા દ્રવ્ય અને માલને સમાવેશ થાય છે. અને તેમાંથી શ્રી પ્રભુજીના અંગને ખરચ કરી શકાય છે. (૨) નિર્માલ્યદ્રવ્યઃ આની અંદર શ્રી પ્રભુજી સન્મુખ મૂકેલા ચોખા, રોકડ વગેરે પૂજાના ઉપયોગમાં લીધેલા માલ અને દ્રવ્યને સમાવેશ થાય છે અને તેમાં જિનેશ્વરોના હરકોઈ દહેરાસરો અંગે ખરચ કરી શકાય છે. . (૩) ચરિતદ્રવ્ય એટલે કપિતદ્રવ્યઃ આની અંદર જિનેશ્વરની ભક્તિ માટે શ્રીમતેએ અગર અન્ય કેઈએ માલ યા દ્રવ્ય આપેલું હોય અથવા બોલીથી યા બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરેલું હોય તેને સમાવેશ થાય છે. અને તેમાંથી દહેરાસરના બાંધકામ, માણસના પગાર, પૂજાને સામન, જીર્ણોદ્ધાર, દહેરાસરમાં વધારો કરે કે નવું દહેરાસર કર્યું વગેરેને તથા દહેરાસરને તમામ વહીવટ ખર્ચ ટેકસીસ વગેરે સાથે કરી શકાય છે. " ઉપર જણાવેલા નંબર ૧ના કામમાં ૨ અને ૩માંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy