________________
ધ્યાનદીપિકા
[ ૬૩ ]
થતી ઈછાનિષ્ટપણાની બુદ્ધિ મૂકી દે છે. આ ઈષ્ટ–અનિષ્ટતા પિતાના પરિણામેથી થાય છે, કાંઈ દ્રવ્યમાં તેવા સારાનઠારાપણાની શક્તિ નથી. શુદ્ધ આત્મસ્વરૂપમાં પરિણામ લીન થઈ જાય છે ત્યારે ધ્યાતા ધ્યાનનો વિકલ્પ પણ રહેતું નથી. તાદામ્યવૃત્તિથી શુદ્ધ આત્મસ્વરૂપમાં નિષ્કપણે કાયમનું પરિણમન થાય છે ત્યારે આ આત્મા કૃતકૃત્ય થાય છે. ૨૪
(જડ-ચેતન્ય વસ્તુના સ્વભાવ જુદા છે.) सर्वथाऽन्यस्वभावानि, पुत्रमित्रधनानि च । चेतनेतरे वस्तूनि, स्वात्मरूपाद्विभावय ॥२५।। विनैकं स्वकमात्मानं सर्वमन्यनिजात्मनः । मत्वेतीष्ठाप्तिनाशेऽगिन् हर्षशोको हि मूढता ॥२६॥
હે આત્મન્ ! ચેતન અને જડ વસ્તુઓ સર્વથા જુદા સ્વભાવવાળી છે. તેમ પોતાના સ્વરૂપથી પુત્ર, મિત્ર અને ધનાદિ તે પણ જુદા જ છે એમ વિચાર કર. એક પિતાના આત્મા સિવાય પિતાના આત્માથી સર્વ બીજું જુદું છે એમ માનીને ઈષ્ટની પ્રાપ્તિથી કે ઈષ્ટના નાશથી હર્ષ શોક કરે તે નિશ્ચય મૂઢતા-મૂર્ખતા છે. ૨૫-૨૬
ભાવાર્થ :–દેહ આત્માથી જુદે છે એમ પહેલા કહી ગયા છીએ. મતલબ કે જડચૈતન્ય જુદા સ્વભાવના છે એમ જણાવી ગયા છીએ. હવે જ્યારે અત્યંત નજીકતા ધરાવનાર દેહ જે આત્માથી જુદો છે તે પછી દેહથી વધારે દૂર રહેનારા પુત્ર મિત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, રાજ્ય, ગૃહ ઈત્યાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org