________________
ધ્યાનદીપિકા
[ ૫૯ ]
તે કર્મોને અનુભવી લેવા અને નવા ન બાંધવા તે આ ભાવનાને ફલિતાર્થ છે. ૨૩,
અન્યત્વે પાંચમી ભાવના आत्मा स्वभावेन शरीरतोऽयमन्यश्चिदानंदमयो विशुद्धः । कर्माणुभिर्योऽस्ति कृतः कलंकी स्वर्ण यथा धातुजकालिकामिः।।२४॥
આ આત્મા સ્વભાવ વડે શરીરથી જુદો છે, જ્ઞાન અને આનંદમય છે, વિશુદ્ધ છે, ધાતુથી ઉત્પન્ન થતી કાળાશ વડે જેમ સોનું મેલું (દેષવાળું) થાય છે તેમ કર્મના પરમાણું વડે તે કલંકિત કરાયેલ છે. ૨૪.
ભાવાર્થ :–દેહ અને આત્માના ઐક્યને જે અધ્યાસ થઈ ગયેલ છે તે દૂર કરાવવા માટે બન્નેનાં ભિન્ન ભિન્ન લક્ષણ બતાવી તે બન્ને સ્વતંત્ર જુદા છે તેવી દઢતા કરાવવી તે આ ભાવનાનો હેતુ છે.
શરીરને સ્વભાવ અને આત્માને સ્વભાવ તદ્દન અલગ છે, તે તિ રામ. સડી જાય, પડી જાય, વિધ્વંસ પામે તે શરીર. અમુક પરમાણુની વૃદ્ધિહાનિથી મોટું નાનું થાય સારા ખેરાકથી તેજસ્વી અને હલકા-ખરાબ ખોરાકથી નિસ્તેજ થાય, વધારે મહેનતથી ઘસારે પહોંચે છેડી મહે
તથી પુષ્ટ થાય, જળના સંગથી સડી જાય, અગ્નિના સંયોગથી બળી જાય, અનુકૂળ અનાજ, પાણી આદિથી વૃદ્ધિ પામે, શોભાયમાન થાય, ટકી રહે વિગેરે અનેક અનિત્ય ધર્મે શરીરના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org