________________
[ ૧૮ ]
ધ્યાનદીપિકા
ફોગટ કર્તાપણાના અભિમાનમાં પડી તમે શા માટે ફસાઓ છે? જ ત્યારે એકલો જ આવ્યો હતો જઈશ ત્યારે પણ એક જ જવાનો છે.
આ સંગ સંબંધીઓ કઈ પણ સાથે આવ્યા નહતા અને આવવાના પણ નથી. વિશાળ રાજ્ય, મહ. મહેલાત, સુંદર સ્ત્રીઓ, મનહર બાગબગીચાઓ, વિનય સંપન્ન પુત્રો અને આજ્ઞાંકિત પરિવાર એમાં કાંઈ તારું નથી આગળ ન હતું અને પાછળ પણ નથી. વચમાં દેખાવ આપી વિસર્જન થાય છે. તું જ તારું સ્વરૂપ છે અને તુ જ તું છે. આ સિવાય જે કાંઈ છે તેને અને તારે સંબંધ સ્વપ્નાના જેવો ક્ષણિક છે. આ દેખા તારું સ્વાસ્વરૂપ ભાન ભુલાવનાર છે. જેને તું વિશેષ ચાહે છે (ઈચછે છે) એ જ તને વિશેષ પ્રકારે ભાન ભુલાવનાર હોઈ શત્રુની ગરજ સારે છે.
હે આત્મન ! જરાક આંખ ઉઘાડ વિવેદષ્ટિથી જે. તને આ સર્વમાંથી હિત કરી, પરિણામે સુખદાયી શું દેખાય છે? પિતાના આધાર ઉપર ઊભો રહેતા શીખ. તારા પોતામાં વિશ્વાસ રાખ. મનવૃત્તિને બહારના વિષયોમાંથી ખેંચી લઈ સ્થિર થતાં તને તારું સ્વરૂપ દેખાશે.
તે સિવાય આ બ્રાંતિ ટળનાર નથી. જેઓ સ્વરૂપમાં સ્થિર થાય છે તેમણે જ જન્મ-મરણને જલાંજલિ આપી છે, તેઓ જ પરમ સુખી છે ઈત્યાદિ વિચારે વડે મનને વાસિત કરી સંગવિગથી હર્ષશોક ન કરતાં ઉદય આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org