________________
[ ૫૪ ]
ધ્યાનદીપિકા
કર્મ કર્યા હોય પોતાને માટે કે અન્ય સ્ત્રી, પુત્રાદિ કુટુંબને માટે કર્યા હોય તેના સારાં કે માઠાં ફળે અહીં છે ભગવે છે. અહીં ભગવાતાં બાકી રહેલાં હોય તે અન્ય જન્મમાં જઈને પણ ભેગવે છે.
આ ફળ ભોગવવાનું તેના એકલાને જ માટે નિર્માણ થાય છે કારણ કે તે કર્મ કરવામાં તેની અભિમાનવાળી સ્વાર્થભરેલી પ્રવૃત્તિ હોય છે અને તેમાં પણ મહાન કિલષ્ટ પરિણામે જ દુષ્કર્મ કરવામાં આવ્યાં હોય પછી ભલેને તે પિતાને માટે ન કર્યા હોય છતાં તેનું કિલષ્ટ, ભયંકર, દુઃસહ. દુઃખ ભોગવવા માટે તેને નરકમાં જવું પડે છે કારણ કે
આ દુનિયા ઉપર તેના કરેલ દુષ્કર્મને બદલે મળે તેવું વિશેષ દુઃખ નથી. એટલે તે સ્થળે જવું જોઈએ. ત્યાં તે કર્મ ફળ ભેળવવામાં મદદગાર તેમાં ભાગ પડાવનાર અહીંથી એટલે તે કર્મ જેને માટે કર્યું હતું તેના ફળ તરીકે ઈદ્રિએના વિષયો ઉપભોગ જેણે કર્યો હતો તેમાંથી ત્યાં કઈ પણ જતું નથી. મતલબ કે તે એકલાને જ ભોગવવું પડે છે.
અહીં આ શંકા ઉત્પન્ન થાય એવી છે કે એક ઘરને માલિક ધન કમાઈ લાવે છે અને તેમાંથી ઘણા મનુષ્ય તેને ઉપભાગ લે છે તે ઘણા જીનું પોષણ કરે છે તે આ ફળમાં જેમ ભાગીદાર બીજાઓ થાય છે તેમ પાપના ફળમાં પણ ભાગીદાર કેમ ન થાય? અને જેમ અહીં તે મદદગાર થાય છે તેમ પરભવમાં આ મદદગાર કેમ ન થાય?
એનો ઉત્તર એ છે કે ઘરને માલિક કે જે કુટુંબનું પિષણ કરે છે, તેમાં તેને મેહ છે, મારાપણાનું અભિમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org