________________
ધ્યાનદીપિકા
એવી જ રીતે આ આપણું મનમાં આપણે પહેલાં નાના પ્રકારની કામધાદિ મલિન વાસના ભરી છે તેનાથી મને દુગધિત થઈ રહેલું છે. તેમાં સારે પદાર્થ (ધર્મધ્યાનાદિ, કાંઈ પણ ભરવામાં આવે તે ઊલટો તેને પૂર્વની દુર્ગંધથી બગાડી નાખવામાં આવે છે. અર્થાત્ તેની કાંઈ પણ અસર થતી નથી.
આ મલિન વાસના ભરેલા હૃદયમાં ગમે તેટલા ધર્મના ઉત્તમ ત ભરે કે મહાન પુરુષોના અનુકરણ કરવા જેવાં ચરિત્રે સાંભળે તે પણ તેનું પરિણામ કોઈ પણ પિતાના ભલા માટે આવતું નથી ! આ માટે તે મલિન વાસનાને હઠાવવા યાને તે પૂર્વની દુર્ગધ કાઢી નાખવા માટે આ બતાવેલી જ્ઞાનાદિ ચાર ભાવના અને હવે પછી બતાવાતી અનિત્યાદિ બાર ભાવના તેના વિરોધી પદાર્થની ગરજ સારશે એટલું જ નહીં પણ પોતાની સુગંધિત વાસના પણ તેમાં દાખલ કરશે અને તેમાંથી દુર્ગધ સર્વથા કાઢી નાખશે.
આટલું થયા પછી કામ, ક્રોધાદિ ઓછા થતાં ગુર્વાદિ તરફથી ઉત્તમ આત્મબોધ સાંભળતા કે તેમાં ધર્મધ્યાનાદિ ઉત્તમ પદાર્થો નાખવામાં આવતાં તેનું તત્કાળ જ પરિણામ ઉત્તમ આવશે. આ માટે આ ભાવનાઓની પૂર્ણ જરૂર છે.
અનિત્યભાવના सर्वे भवसंबंधा विनश्वरा विभवदेहसुखमुख्याः । अमरनरेन्द्रैश्वर्य यौवनमपि जीवितमनित्यम् ॥१४॥ વૈભવસુખ અને શરીરનું સુખ, ઈત્યાદિ સર્વે સંસારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org