________________
ધ્યાનદીપિકા
[ ૧૮ ]
વિષયનું જ્ઞાન તે બન્યું જ રહે છે તેનો નાશ થતો નથી. આથી ચક્કસ નિર્ણય થાય છે કે દેહને નાશ થતાં પણ જ્ઞાતા દષ્ટા આત્માને નાશ થતો નથી. ૩.
આત્મા કર્મને કર્તા છે. આત્મા જે ચિતન્યશક્તિ તેની પ્રેરણા ન હોય તે કર્મ કણ ગ્રહણ કરે? જુગલ જડ છે, તેમાં સ્વતંત્ર કર્મ ગ્રહણની શક્તિ ક્યાંથી હોય? જડ પદાર્થમાં કઈ પણ પ્રકારની સ્વતઃ પ્રેરણુશક્તિ નથી. જે હોય તે પ્રાણરહિત થયેલ દેહથી ક્રિયા કેમ થતી નથી? ચેતન ધારે છે તે પ્રવૃત્તિ કરે છે અને ધારે છે તે બધી પ્રવૃત્તિ અટકાવી પણ શકે છે.
આથી એ જ નિર્ણય થાય છે કે કર્મ કરવા ન કરવાની પ્રેરણાશક્તિ આત્મામાં જ છે આત્મા જ્યારે પિતાના સ્વભાવમાં વતે છે, ત્યારે કર્મનો કર્તા નથી, ત્યારે તે સ્વભાવરમણતા એ જ તેનું કર્તાપણું છે અને જ્યારે આતમજ્ઞાન ભૂલી પરભાવમાં આત્માની પ્રવૃત્તિ થાય છે ત્યારે તે કમને કર્તા છે.
આત્મા કમને ભોક્તા છે. તે ભ્રાંતિવડે જીવ વિસ્કુરાયમાન થઈ જડ પુદગલે કર્મો ગ્રહણ કરે છે. ઝેર કે અમૃત પતે જાણતા નથી કે મારે અમુક માણસને મારે છે કે સુખી કરે છે તથાપિ તેનો ઉપભોગ કરવાથી તેને તેમ થાય છે, એવી જ રીતે શુભાશુભ કર્મ પિતે સુખદુઃખનાં હેતુરૂપ છે એમ જાણતા નથી કારણ કે તે જડ છે; તથાપિ ગ્રહણ કરનાર જીવને સુખદુઃખનો અનુભવ તે મળે છે જ, જે કર્મને ઉપભોગ કરનાર જીવને ન માનીએ તે સુખ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org