________________
[ ૧૮ ]
ધ્યાન દીપિકા શાંતિ આપી અર્થાત્ તેવા અન્ય વિચારોને દૂર કરી આત્મભાવમાં સ્થિરતાનો અનુભવ કરવાથી-મનને શાંત રાખવાથી સ્થિર અને નિમલ થયેલ પાણીમાં નીચે પડેલ વસ્તુ જેમ પ્રગટ દેખાઈ આવે છે તેમ મનને આત્મભાવમાં સ્થિરતાને આશ્રય કરાવવાથી તેમાં સમ્યકત્વરૂપ આત્મગુણ પ્રગટ થઈ આવે છે. ૩.
આત્મા છે, નિત્ય છે, કર્મને કર્તા છે, કર્મને ભોગવનારે છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આત્મા છે તે વાત અનુભવસિદ્ધ ચક્કસ છે, દેહના અંધ્યાસથી દેહ જેવો દીસે છે પણ તે અજ્ઞાનદશા જ છે. દેહ અને આત્મા બને જુદાં જ છે આત્મા ચિતન્ય લક્ષણ, જ્ઞાતા, દષ્ટા છે દેહ જડ લક્ષણ છે તલથી તેલ, દૂધથી ઘી, તલવારથી મ્યાન, વગેરે પ્રત્યક્ષ જુદાં છતાં વિચાર નહીં કરનારને એકરૂપ દેખાય છે તેમ સૂક્ષમદષ્ટિથી વિચાર કરનારને આત્મા દેહથી જુદો દેખાય છે, આત્માની સત્તાથી જ પાંચે ઇદ્રિ દેહ અને મનાદિકનું જ્ઞાન થાય છે અર્થાત્ આ સર્વને જાણનાર આત્મા જ છે. આત્મા છે કે નહિ. એવી શંકા કરનાર જ આત્મા પિતે છે. - આત્મા નિત્ય છે, દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે દેવ, મનુષ્ય, જાનવર આદિ પર્યાની અપેક્ષાએ અનિત્ય છે. બાળ, યુવાન, વૃદ્ધાદિ ત્રણે વયનું જ્ઞાન એક આત્માને જ થાય છે અથવા નેત્રાદિક ઇદ્રિથી જે કાંઈ પદાર્થ જે હેય સાંભળ્યો હોય અનુભવ્યો હોય પછી તે નેત્રાદિમાંથી કઈ ઇદ્રિયનો નાશ થાય છતાં તે ઇંદ્રિયથી અનુભવેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org