________________
ધ્યાનદીપિકા
[ ૧૭ ]
પરિણામે દુઃ ખ ઉત્પન્ન કરનારી છે; એની ઇચ્છાનેા જ્યાં સુધી છેદ-નાશ ન થાય ત્યાં સુધી સમ્યક્ત્વ જે આત્મગુણુ છે તેને પ્રાપ્ત કરવાની આશા સ્વપ્નામાં પણ ન રાખવી. ૧.
જ્યાં સુધી અન્યનુ પૂરું કરવાની આશા કે સારું કરવાની પેાતાની ભાવના, લાગણી. જે કર્મના પ્રમાણમાં થાય છે તે ભાન ભૂલી જઈને અભિમાનને લઈ વેર લેવાની ભાવના હૃદયમાં પ્રગટ કરવામાં આવે છે ત્યાં સુધી આ ભાવનાને રહેવાને અવકાશ કયાંથી મળે? પ્રકાશ અને અધારુ' સાથે કયાંથી રહી શકે? જે મનમાં વેર વિરાધની વાસના મળતી હોય ત્યાં આત્મસ્વરૂપની પરમ શાંતિ કેવી રીતે પ્રગટ થાય ? મનમાંથી તેવી ભાવનાને તદ્દન કાઢી નાખી તેને ઠેકાણે અપરાધીઓને પણ ક્ષમા (માફી) આપનારી કેામળતાવાળી ઉપશમ ભાવનાને સ્થાપિત કરવાથી સમ્યક્ત્વ નામના આત્મગુણ પ્રગટ થાય છે. ર.
જ્યાં હૃદય વિવિધ પ્રકારની આશા, ઇચ્છા કે તૃષ્ણાને લીધે આકુલવ્યાકુલ થઇ રહ્યું હાય, ઘડીભર પણ પરમ શાંતિમાં બેસવાની સ્થિરતા મળતી ન હાય, મનમાં નાના પ્રકારના વિચાર કે વિતર્કો ચાલતા હાય વિષય મેળવવાની ઈચ્છાથી મન વિહવળ થઈ રહ્યુ હાય કે તેવા ચ‘ચળતાવાળા મનમાં સમ્યક્ત્વ ગુણ કેવી રીતે પ્રગટ થાય? આત્મભાવમાં અને પુદ્ગલામાં આસક્તદશા આ બન્નેને સૂર્ય અને અંધ કારના જેટલા તફાવત છે.
થાડા વખત પણ વિષયાક્રિક કામનાના વિચારાથી મનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org